Home /News /lifestyle /હનીમૂન પર જતા પહેલાં ખાસ બેગમાં મુકજો આ વસ્તુ, નહીં તો..
હનીમૂન પર જતા પહેલાં ખાસ બેગમાં મુકજો આ વસ્તુ, નહીં તો..
આ પળને યાદગાર બનાવો.
Honeymoon tips: આજનાં આ સમયમાં મોટાભાગનાં કપલ્સ લગ્ન પછી હનીમૂન પર જતા હોય છે. હનીમૂનના દિવસો હંમેશા માટે કપલને યાદગાર રહી જાય છે. પરંતુ હનીમૂન સમયે નાની-નાની વાતોનું તમે ધ્યાન રાખતા નથી તો પસ્તાવાનો વારો આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલમાં કમુરતા ચાલી રહ્યા છે. કમુરતામાં અનેક લોકો લગ્ન કરવાનું ટાળતા હોય છે. પરંતુ હવે આ વાત હવે સામાન્ય થઇ ગઇ છે. અનેક લોકો કમુરતામાં પણ લગ્ન કરી લેતા હોય છે. આમ, વાત છે હનીમૂનની..મોટાભાગનાં લોકો લગ્ન પછી હનીમૂન માટે જતા હોય છે. હનીમૂન માટે લોકો જાતજાતનું શોપિંગ કરી લેતા હોય છે. જો કે હનીમૂનનો રેસિયો હવે પહેલા કરતા વધી ગયો છે. હવે મોટાભાગના લોકો લગ્ન પછી હનીમૂન માટે જતા હોય છે. જો કે આ બધુ લગ્ન પહેલાં જ ડિસાઇડ થઇ જાય છે કે ક્યાં જવું અને શું કરવું.
આમ, તમને એક વાત એ જણાવી દઇએ કે લગ્ન પછી હનીમૂન માટે જ્યારે કપલ જ્યારે ત્યારે અનેક નાની-નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આમ, જો તમે પણ હનીમૂન માટે જઇ રહ્યા છો તો ખાસ કરીને આ ટિપ્સ ફોલો કરો.
તમે હનીમૂન માટે જઇ રહ્યા છો તો ખાસ કરીને એ રીતે બેગ પેક કરો જેમાં સામાન ઓછો આવે. જો તમે ભારે-વજનદાર બેગ કરો છો તો તમારો ફરવાનો મુડ બગડી શકે છે. તમે તમારી બેગ ઉપાડવામાં જ થાકી જશો.
હનીમૂન પર તમે જઇ રહ્યા છો તો ખાસ કરીને બેગમાં રિલેશન સમયે રાખવામાં આવતા પ્રિકોશન્સને ખાસ ધ્યાનમાં રાખો. ધણાં લોકો લગ્ન પછી હનીમૂન પર જ્યારે ત્યારે ખાસ કરીને એ સમયમાં જ પ્રેગનન્સી કન્સિવ થઇ જતી હોય છે. આમ, તમે આવી ભૂલ કરવાથી બચો.
તમને અને તમારા પાર્ટનરને ગમતા મેચિંગ કપડા બેગમાં મુકો. જેથી કરીને ફોટોગ્રાફી સારી આવે અને સાથે તમને ફરવાની પણ મજા આવે. આ ટ્રેન્ડ હાલમાં ખૂબ ચાલી રહ્યો છે.
તમે પહાડો પર ફરવાનું જવાનું પ્લાનિંગ કરો છો તો ખાસ કરીને એકથી બે ચંપલની પેર એકસ્ટ્રા મુકો. આમ કરવાથી જો એક પેર તૂટી જાય તો તમે મુશ્કેલીમાં ના મુકાવો.
તમે હનીમૂન માટે વિદેશ જવાનું પ્લાનિંગ કરો છો તો ખાસ કરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ લેવાનું ભૂલશો નહીં. જરૂરી ડોક્યુમેન્ટ્સ તમે ભૂલી જાવો છો તો ઘરે પાછા આવવું પડશે અને તમારી મજા બગડી જશે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર