કફની સમસ્યાઓ ઉપરાંત પણ ઘણી તકલીફોમાં અકસીર છે મધ

News18 Gujarati
Updated: January 2, 2019, 4:20 PM IST
કફની સમસ્યાઓ ઉપરાંત પણ ઘણી તકલીફોમાં અકસીર છે મધ
મધનો ઉપયોગ વડવાઓ ઘણી રીતે કરતા હતાં

મધમાં વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે.

  • Share this:
મધમાં વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનો ઉપયોગ આપણા વડવાઓ ઘણી રીતે કરતા હતાં. તો આપણે પણ જોઇએ તેનાથી કઇ કઇ તકલીફ દૂર કરી શકાય છે.

  • જો કફની સમસ્યા હોય તો એક ચમચી મધમાં લીંબુનો રસ તથા થોડુ કોકોનટ ઓઈલ મેળવીને લેવાથી ખૂબ જ લાભ થાય છે.


  • શુગર ફ્રીની જગ્યાએ ડાયાબિટીસ લોકો ભોજનમાં મધનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કેમધ બ્લડ સુગરના લેવલને ઓછું કરે છે.

  • કોઈ જગ્યાએ કપાઈ ગયા હોવ કે ઘાવ પડ્યો હોય તો એન્ટીબાયોટિક ક્રીમની જેમા જ મધનો ઉપયોગ કરી શકાય છે. કારણકે મધ એક નેચરલ એન્ટીબાયોટિક પણ છે. રોજ ઘાવ ઉપર તેને લગાવવાથી ઘાવ ઝડપથી ભરાઈ જાય છે.

  • જો ક્યાંક દાઝ્યા હોવ તો બળેલી જગ્યાએ મધ લગાવો. બળેલાના નિશાન પણ નહીં રહે.
  • દૂધ અને મધ એકસાથે પીવાથી દિવસ દરમિયાન લાગેલો શરીરનો થાક ઉતરી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

  • વજન ઓછું કરવા માટે પણ મધ એક અચૂક નુસખો છે. જ્યાં પણ શુગર ઉપયોગ કરો છો ત્યાં મધનો ઉપયોગ કરો. વજન ખૂબ જ ઝડપથી નિયંત્રણમાં આવી જશે.

  • તણાવને દૂર કરવાનો બેસ્ટ ઓપ્શન છે. જ્યારે ખૂબ જ તણાવ લાગી રહ્યો હોય તો ચામાં એક ટીપુ મધ નાખીને પીવો. રિલેક્શ થઈ જશે.

  • જો તમે આખા શરીરની ત્વચાને એકદમ સાફ કરવા માગતા હોવ તો ત્રણ ચમચી મધમાં બે ચમચી ઓલીવ ઓઈલ મેળવીને નહાવાના પાણીમાં મેળવો. તે તમારી સ્કિનને નેચરલી મોશ્ચુરાઈઝર કરી દેશે. સ્કિન ગ્લો થવા લાગશે.

First published: January 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading