Home /News /lifestyle /

ઉનાળામાં મીઠા મધનાં આ ઉપાયો તમારી સુંદરતા અને સ્વાસ્થ્ય વધારશે

ઉનાળામાં મીઠા મધનાં આ ઉપાયો તમારી સુંદરતા અને સ્વાસ્થ્ય વધારશે

મધનાં અગણિત ફાયદા

Health Benefits: મધનો ઉપયોગ આપણને સ્વાસ્થ્ય (Health) અને સુંદરતા (beauty) વધારવામાં મદદ કરીએ છીએ. મધ કુદરતી (natural) રીતે આપણને સારી ઉર્જા તો આપે જ છે પરંતુ તેની સાથે સ્વાદ પણ આપે છે. તો આજે આપણે મધનાં નાના નાના ઉપાયથી થતા લાભો અંગે જાણીએ.

વધુ જુઓ ...
    લાઇફસ્ટાઇલ ડેસ્ક : મધનો (honey) મીઠો સ્વાદ તો તમે ચાખ્યો જ હશે. પરંતુ શું તમે તેના ચમત્કારી ફાયદાઓ અંગે જાણો છો? મધમાં મીઠો સ્વાદ સાથે ઔષધીય ગુણો પણ હોય છે. મધનો ઉપયોગ આપણને સ્વાસ્થ્ય (Health) અને સુંદરતા (beauty) વધારવામાં મદદ કરીએ છીએ. મધ કુદરતી (natural) રીતે આપણને સારી ઉર્જા તો આપે જ છે પરંતુ તેની સાથે સ્વાદ પણ આપે છે. તો આજે આપણે મધનાં નાના નાના ઉપાયથી થતા લાભો અંગે જાણીએ.

    -જો કફની સમસ્ચા હોય તો એક ચમચી મધમાં ચાર પાંચ ટીપા દિવેલ મિક્લીંસ કરીને ચાટી લો. તેનાંથી ઝાડા વાટે કફ નીકળી જશે.
    -દૂધ અને મધ એકસાથે પીવાથી દિવસ દરમિયાન લાગેલો શરીરનો થાક ઉતરી જાય છે.
    -શુગર ફ્રીની જગ્યાએ ડાયાબિટીસ લોકો ભોજનમાં મધનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે મધ બ્લડ સુગરના લેવલને ઓછું કરે છે.
    -શરીરમાં કોઇપણ જગ્યાએ ઘાવ પડ્યો હોય તો એન્ટીબાયોટિક ક્રીમની જેમા જ મધનો ઉપયોગ કરી શકાય છે. કારણકે મધ એક નેચરલ એન્ટીબાયોટિક પણ છે. રોજ ઘાવ ઉપર તેને લગાવવાથી ઘાવ ઝડપથી ભરાઈ જાય છે.

    આ પણ વાંચો-ઘણી બીમારીઓનો અક્સીર ઇલાજ છે લીમડો, લીવર, પેટ, અસ્થમા અને દાંતને રાખે છે તંદુરસ્ત

    -જો શરીર પર ક્યાંક દાઝ્યા હોવ તો બળેલી જગ્યાએ મધ લગાવો. બળેલાના નિશાન પણ નહીં રહે.
    -વજન ઓછું કરવા માટે પણ મધ એક અચૂક નુસખો છે. જ્યાં પણ શુગર ઉપયોગ કરો છો ત્યાં મધનો ઉપયોગ કરો. વજન ખૂબ જ ઝડપથી નિયંત્રણમાં આવી જશે.
    -તણાવને દૂર કરવાનો બેસ્ટ ઓપ્શન છે. જ્યારે ખૂબ જ તણાવ લાગી રહ્યો હોય તો ચામાં એક ટીપુ મધ નાખીને પીવો.

    આ પણ વાંચો-Heatstroke: લૂ લાગવાથી બચવાના ઉપાય, અહીં જાણો કારણ અને લક્ષણ જેવી તમામ માહિતી

    -જો તમે આખા શરીરની ત્વચાને એકદમ સાફ કરવા માગતા હોવ તો ત્રણ ચમચી મધમાં બે ચમચી ઓલીવ ઓઈલ મેળવીને નહાવાના પાણીમાં મેળવો. તે તમારી સ્કિનને નેચરલી મોશ્ચુરાઈઝર કરી દેશે. સ્કિન ગ્લો (Skin glow) થવા લાગશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Honey, Skin care, આરોગ્ય

    આગામી સમાચાર