500 ગ્રામ શ્રીખંડ બનાવવા માટેની નોંધી લો રીત

News18 Gujarati
Updated: April 17, 2019, 3:19 PM IST
500 ગ્રામ શ્રીખંડ બનાવવા માટેની નોંધી લો રીત

  • Share this:
ગરમીમાં જો બીજું કશું ખાવાનું મન ન થતું હોય તો, શાકની જગ્યાએ આવી રીતે ઠંડો ઠંડો શ્રીખંડ બનાવીને રોટલી, પરાઠા કે પૂરી સાથે ખાઈ શકો છો. તો ચાલો ફટાફટથી શીખી લો શ્રીખંડ બનાવવા માટેની સરળ Recipe

મહિલા સાથી પીઠ પાછળ કરે છે આવા કામ, છોકરાઓને ખબર હોવી જોઈએ આ વાતો

500 ગ્રામ શ્રીખંડ બનાવવા માટેની સામગ્રી -

1 લીટર દૂધ, કેસર
50 ગ્રામ મોળુ દહીં
200 ગ્રામ ખાંડચપટી ઈલાયચી
ચપટી જાયફળ પાવડર
ચારોળી
ડ્રાયફૂટ્સ

બનાવવાની રીત - સૌ પ્રથમ દૂધને ગરમ કરી લો, દૂધમાંથી વરાલ નીકળી જાય અને થોડુ ઠંડુ થાય એટલે તેમા 2 ચમચી દહીં ઉમેરી હલાવી લો. 5-6 કલાકમાં દહી તૈયાર થઈ જશે.

ઘરે ટેસ્ટી અને ક્રીમી કસ્ટર્ડ પાવડર બનાવો ફક્ત 2 મિનિટમાં

ત્યાં સુધી એક કપમાં 1 ચમચી દૂધ લઈ તેમાં કેસર ઓગાળી રાખો.
હવે એક તપેલી ઉપર ગરણી મૂકી તેની પર કોટન કે મલમલનું કપડું મૂકી તેમાં બનાવેલું દહીં પાથરી લઈ લો. ધીરે ધીરે દહીંમાં રહેલુ પાણી નીકળી જશે. લગભગ 2-3 કલાક સુધી રહેવા દો જેથી દહીનું સંપૂર્ણ પાણી નીતરી જાય. હવે કપડાને દહીં સાથે ઉચકી લો અને દહીને એક તપેલીમાં કાઢી લો. આ પ્રકારે તૈયાર થયેલા દહીંને મસકો કહે છે. હવે આ મિશ્રણમાં દળેલી ખાંડ મિક્સ કરો. પછી તેમાં કેસરનું મિશ્રણ, ઈલાયચી પાવડર, જાયફળ પાવડર અને ચારોળી નાખી હલાવો. હવે શ્રીખંડને ઠંડો કરી ગરમા ગરમ પૂરી સાથે પીરસો. આ શ્રીખંડમાં કેરી, પાઈનેપલ, દ્રાક્ષ, સફરજન પણ ઉમેરીએ તો ફ્રુટ શ્રીખંડ બની જશે. તેમજ ચોકલેટ સીરપ ઉમેરી ચોકલેટ શ્રીખંડ પણ બનાવી શકો છો.

દેવાનાં બોજથી છૂટકારો જોઈએ છે? તો ના કરશો 5 કામ
First published: April 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading