Skin Care Tips: ચહેરા પર ડલનેસ આવી ગઈ છે? ડેડ સ્કીન હટાવવા માટે હોમમેડ સ્ક્રબનો કરો ઉપયોગ

હોમમેડ સ્ક્રબર સરળતાથી બનાવી શકાય છે અને સ્કીનને હેલ્ધી અને બ્રાઇટ બનાવી શકે છે. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

Remove Dead Skin From The Face: હોમમેડ સ્ક્રબર સરળતાથી ઘરે બનાવી શકાય છે, જેનાથી ત્વચા સ્વસ્થ રહે છે અને ચમકીલી પણ દેખાય છે

  • Share this:
Remove Dead Skin From The Face: સામાન્ય રીતે ત્વચા આપમેળે પ્રાકૃતિક રીતે રીન્યૂ થતી રહે છે. આ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. ત્વચા ઉપર દર 30 દિવસે ડેડ સેલ્સની જગ્યાએ નવા સેલ્સ ઉત્પન્ન થાય છે. ક્યારેક ક્યારેક પરસેવા અને મેકઅપના કારણે ડેડ સ્કીન (Dead Skin) નવા સેલ્સ પર ચોંટેલી જ રહે છે. આ ડેડ સેલ્સને દૂર કરવા જરૂરી છે. નહાવાથી ડેડ સેલ્સ દૂર થઈ જાય છે, પરંતુ ક્યારેક ક્યારેક ડેડ સેલ્સ દૂર કરવા માટે સ્ક્રબરની જરૂરિયાત રહે છે. ડેડ સેલ્સને દૂર કરવા માટે હોમમેડ સ્ક્રબ (Homemade Scrubs)નો ઉપયોગ કરવો તે સરળ છે અને સાથે સાથે ત્વચા માટે સુરક્ષિત પણ છે. હોમમેડ સ્ક્રબર સરળતાથી ઘરે બનાવી શકાય છે, જેનાથી ત્વચા સ્વસ્થ રહે છે અને ચમકીલી પણ દેખાય છે. ચહેરા પરની ડલનેસ દૂર કરવા માટે ઘરે સ્ક્રબર કેવી રીતે બનાવી શકાય તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે.

કોફી સ્ક્રબર કેવી રીતે બનાવી શકાય?

તમે સ્ક્રબ બનાવવા માટે કોફીનો ઉપયોગ કરી શકો છો. કોફી સ્ક્રબર (Coffee Scrub) બનાવવા માટે ½ ચમચી કોફી, ½ ચમચી બ્રાઉન શુગર અને ½ ચમચી મધની જરૂરિયાત રહેશે. આ ત્રણેય વસ્તુઓને યોગ્ય રીતે મિશ્ર કરી લો. હવે આ મિશ્રણ ચહેરા પર લગાવીને હલ્કા હાથે માલિશ કરો અને 5 મિનિટ બાદ ચહેરો સાફ પાણીથી ધોઈ લો.

એલોવેરા સ્ક્રબ બનાવવાની રીત

એલોવેરા સ્ક્રબ (Aloe Vera Scrub) બનાવવા માટે એલોવેરા જેલ, ચોખાનો લોટ અને મધની જરૂરિયાત રહેશે. સૌથી પહેલા એક વાટકીમાં એલોવેરા જેલ લો. હવે તેમાં 1 ચમચી ચોખાનો લોટ અને મધ ઉમેરો. હવે આ સ્ક્રબર ચહેરા પર લગાવીને હલ્કા હાથે માલિશ કરો અને 5 મિનિટ બાદ ચહેરો સાફ પાણીથી ધોઈ લો.

આ પણ વાંચો, Hair Care Tips: ખરતા વાળની સમસ્યાથી છો પરેશાન, તો ટાલથી બચવા માટે કરો આ ઉપાય

અખરોટ સ્ક્રબ

એક મુઠ્ઠી અખરોટ અને મધ લઈને બ્લેન્ડરમાં પીસી લો. હવે આ મિશ્રણમાં મધ ઉમેરો. હવે તમારુ અખરોટ સ્ક્રબ તૈયાર છે. હવે આ સ્ક્રબર ચહેરા પર લગાવીને થોડી મિનિટ સુધી હલ્કા હાથે માલિશ કરો. 5 મિનિટ બાદ ચહેરો સાફ પાણીથી ધોઈ લો.

(Disclaimer- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેન પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: