Home /News /lifestyle /આ પાઇનેપલ માસ્કથી નવરાત્રી પહેલાં દૂર કરી દો ડાર્ક સર્કલ, જાણો ઘરે બનાવવાં માટે શું જોઇશે

આ પાઇનેપલ માસ્કથી નવરાત્રી પહેલાં દૂર કરી દો ડાર્ક સર્કલ, જાણો ઘરે બનાવવાં માટે શું જોઇશે

નવરાત્રી પહેલાં આ પાઇનેપલ માસ્કથી ડાર્ક સર્કલ દૂર કરી દો

homemade pineapple mask: તમારા ચહેરા પર ડાર્ક સર્કલથી તમે કંટાળી ગયા છો તો આ પાઇનેપલ માસ્ક તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે. આ માસ્ક તમે આજથી લગાવવાનું શરૂ કરી દો છો તો નવરાત્રી પહેલા તમારો ચહેરો મસ્ત ક્લિન થઇ જશે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચહેરાની સ્માર્ટનેસ વધારવા માટે છોકરીઓ અનેક ઘણી કાળજી રાખતી હોય છે. એમાં પણ હવે નવરાત્રીના થોડા દિવસો બાખી છે ત્યાં અનેક લોકોએ હાલમાં જાતજાતની બ્યુટી ટ્રિટમેન્ટ લેવાનું શરૂ કરી દીધુ છે. આ બ્યુટી ટ્રિટમેન્ટમાં લોકો મોટા પ્રમાણમાં ચહેરા પરના ડાર્ક સર્કલ દૂર કરાવવા, હેર ટ્રિટમેન્ટ, ફેશિયલ, બ્લીચ કરાવતા હોય છે. પરંતુ આજે અમે તમારા ડાર્ક સર્કલ કાઢવા માટે મસ્ત પેક લઇને આવ્યા છીએ. જો તમે આ પેકનો રેગ્યુલર ઉપયોગ કરશો તો તમારા ચહેરા પર એક પણ ડાઘ નહીં દેખાય અને બધા જ ડાર્ક સર્કલ નીકળી જશે. આ સાથે જ તમારો ફેસ એકદમ ક્લિન થઇ જશે અને ગ્લો પણ કરશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો પાઇનેપલ માસ્ક અને કેવી રીતે દૂર કરશો તમારા ચહેરા પરના ડાર્ક સર્કલ.

    આ રીતે અનાનસમાંથી બનાવો પેક


    તમે અનાનસમાંથી પેક બનાવીને તમારા ચહેરા પર લગાવો છો તો બહુ જ મસ્ત રિઝલ્ટ મળે છે. આ પેક બનાવવા માટે સૌ પ્રથમ અનાનસ લો અને એને પીસી લો. આ અનાનસ તમે મિક્સરમાં પણ પીસી શકો છો. પીસેલા અનાનસને એક બાઉલમાં લઇ લો. જો તમારી સ્કિન બહુ ડ્રાય છે તો તમે આમાં થોડુ ગુલાબજળ મિક્સ કરો. નહીં તો તમારે આ માસ્કમાં બીજું કંઇ પણ વસ્તુ એડ કરવાની નથી.

    આ પણ વાંચો: દરરોજ આ ટાઇમે ચહેરા પર લગાવો બદામનું દૂધ

    આ રીતે અનાનસ માસ્ક લગાવો


    આ માસ્ક લગાવતા પહેલા સૌ પ્રથમ તમારા ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઇ લો અને કોટનના રૂમાલથી લૂંછી લો. ત્યારબાદ આ માસ્કને તમારા ચહેરા પરના ડાર્ક સર્કલ પર લગાવો. આ માસ્ક તમારે 20 મિનિટ સુધી લગાવેલું રાખવાનું છે. ત્યારબાદ આ માસ્ક સુકાઇ જાય એટલે ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઇ લો. ત્યારબાદ ગુલાબજળ લઇને 5 મિનિટ સુધી એ જગ્યા પર મસાજ કરો. આમ કરવાથી તમારા ડાર્ક સર્કલ દૂર થઇ જશે અને તમારો ચહેરો ક્લિન થઇ જશે.

    આ પણ વાંચો: પોપકોર્ન ખાવાથી ઉતરે છે વજન

    જાણો આ માસ્ક લગાવવાના ફાયદા


    આ માસ્ક તમે ચહેરા પર રેગ્યુલર લગાવો છો તો તમારો ચહેરો ક્લિન થઇ જાય છે અને સાથે બધા જ ડાર્ક સર્કલ દૂર થઇ જાય છે. આ પેક તમારા ચહેરા પર મસ્ત ગ્લો લાવવાનું પણ કામ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Face mask, Fair Skin, GLOWING SKIN, Navratri 2022, Navratri Tradition, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन