Home /News /lifestyle /ચહેરા પરનાં ખીલ અને દાગ-ધબ્બા દૂર કરશે આ હોમમેઇડ મોઇશ્ચ્યુરાઇઝર

ચહેરા પરનાં ખીલ અને દાગ-ધબ્બા દૂર કરશે આ હોમમેઇડ મોઇશ્ચ્યુરાઇઝર

અમે આપનાં માટે એવાં ઘરેલું નુસખા લઇને આવીયા છીએ જે આ વરસાદી વાતાવરણામાં આપની ત્વચાની દેખભાળ કરશે. અને ચહેરો સુંદર બનાવશે

અમે આપનાં માટે એવાં ઘરેલું નુસખા લઇને આવીયા છીએ જે આ વરસાદી વાતાવરણામાં આપની ત્વચાની દેખભાળ કરશે. અને ચહેરો સુંદર બનાવશે

લાઇફસ્ટાઇલ ડેસ્ક: આ વરસાદી વાતાવરણમાં ઘણી વખત ખીલ-દાગ ધબ્બાની સમસ્યા સર્જાય છે. તેને કારણે ચહેરો ઘણો જ ખરાબ થઇ જાય છે. તેવામાં અમે આપનાં માટે એવાં ઘરેલું નુસખા લઇને આવીયા છીએ જે આ વરસાદી વાતાવરણામાં આપની ત્વચાની દેખભાળ કરશે. અને ચહેરો સુંદર બનાવશે.

આ મોઇશ્ચ્યુરાઇઝર બનાવવા માટેની સામગ્રી
1 ચમચી ગ્રીન ટી
1/2 ચમચી દ્રાક્ષનું તેલ
1 વિટામિન ઇની કેપ્સુલ
4-5 ટીપા ટી ટ્રી ઓઇલ
2 ટીપા લીંબુનું તેલ
3 ટીપા અખરોટનું તેલ
1/2 ચમચી એલોવેરા જેલ

બનાવવાની રીત
-એક મોટો વાટકો લો તેમાં ઉપર લખેલી તમામ સામગ્રી મિક્સ કરી લો
-હવે મોઇશ્ચ્યુરાઇઝર તૈાયર કરવા માટે એક ચમચાથી આ તમામ સામગ્રીને બરાબર મિક્સ કરો.
-હવે આ મિશ્રણને એક એરટાઇટ કાંચની બોટલમાં ભરી દો.
-બોટલને ડ્રાય પ્લેસ પર રાખો જોકે એ વાતનું ધ્યાન રાખો કે સૂર્યની સીધી રોશની તેનાં પર ન પડે.

ઉપયોગ કરવાં
-સૌથી પહેલાં ચહેરાને ગરમ પાણીથી ધોઇ લો પછી તેને ક્લિંઝરથી સાફ કરી લો
-ચહેરો સુકાય જાય એટલે મોઇશ્ચ્યુરાઇઝરનાં બે-ચાર ટીપ લો અને તેને ચહેરા પર આંગળીઓની મદદથી સરખી રીતે લગાવો.
-દરરોજ સવારે સ્નાન બાદ આખા શરીર પર મોઇશ્ચ્યુરાઇઝર લગાવવું
-જ્યારે ચહેરા પર દરરોજે સવારે અને રાત્રે બે વખત આ મોઇશ્ચ્યુરાઇઝરનો ઉપયોગ કરવો.

શુ થશે ફાયદો
-ગ્રીન ટીનાં ઉપયોગથી આફને સનપ્રોટેક્શન મળશે. ત્વચાનું એક્ટ્રા ઓઇલ ઓછુ થશે. ગ્રીન ટી ખીલની સમસ્યા દૂર કરશે.
-આ ઉપરાંત, તેનાં એન્ટી બેક્ટેરિયલ ગૂણ ત્વચાની પરત પર પહોંચવા સક્ષમ હોય છે. ગ્રીન ટી, લેમન ઓઇલ અને અખરોટ ઓઇલને કારણે જીણા બેક્ટેરિયાને દૂર કરે છે. રોમછિદ્રો ભરે છે. તેમજ ડેડસ્કિન અને ટોક્સિન પદાર્થને સ્કિન પર ટકવા દેતા નથી.
-દ્રાક્ષનું તેલ- આ ઓઇલમાં લિનોલેઇક એસિડ હોય છે. જે કોઇપણ દાગ-ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. અને ત્વચાને વધુ સ્મુધ બનાવે છે. વિટામિન ઇ પણ આ જ કામમાં મદદ કરે છે.
-લીંબુનું તેલ- વિટામિન સી, એન્ટી ઓક્સિડન્ટ અને સાઇટ્રિક એસિડ જેવા પદાર્થથી ભરપૂર આ ઓઇલ ખીલ ફાટવાની સમસ્યાથી મુક્તિ આપે છે અને તેને વધવા દેતા નથી. ઓઇલી સ્કિન હોય તો સ્કિનને નોર્મલ રાખવામાં બેલેન્સ કરે છે.
-અખરોટનું તેલ- આ ઓઇલ ત્વચાને હાઇડ્રેટ રાખે છે. તેમાં વિટામિન-Eનુ પ્રમાણ વધુ હોય છે આ ઉપરાંત તેમાં અલ્ટ્રા-નરિશિંગ ક્ષમતાઓ વધુ હોય છે. ત્વચાને અંદર સુધી પોષણ આપે છે. આ ઓઇલ સ્કિનને લાંબી ઉંમર બક્ષે છે. તે તેને કાયમ માટે યુવાન રાખે છે. આ મોશ્ચ્યુરાઇઝરનાં ઉપયોગથી ત્વચા રિંકલ ફ્રી પણ રહે છે.
First published:

Tags: Beautiful Skin

विज्ञापन