Home /News /lifestyle /શરીર પરના અનિચ્છીત વાળ હટાવવા નહીં જવું પડે પાર્લર, અપનાવો આ ઘરેલું ઉપાય

શરીર પરના અનિચ્છીત વાળ હટાવવા નહીં જવું પડે પાર્લર, અપનાવો આ ઘરેલું ઉપાય

ટુટપેસ્ટથી હેર રીમુવ કરવાની ઘરેલુ ટ્રીટમેન્ટ

છોકરા હોય કે છોકરીઓ બંને શરીર પરના અનિચ્છીત વાળ હટાવવા અવનવી ટ્રીટમેન્ટ (Beauty Treatments) કરાવે છે. હાથ, પગ, મોઢું, પેટ, કમર સહિત શરીરના તમામ ભાગોમાંથી વાળ દૂર કરવા ખૂબ મુશ્કેલ અને પીડાદાયક હોય છે. આ માટે પાર્લરમાં અનેક ખર્ચાઓ કરીને અને મોંઘા પ્રોડક્ટ્સ વાપરીને લોકો આવા વાળથી છૂટકારો મેળવવા ઇચ્છે છે.

વધુ જુઓ ...
છોકરા હોય કે છોકરીઓ બંને શરીર પરના અનિચ્છીત વાળ હટાવવા અવનવી ટ્રીટમેન્ટ (Beauty Treatments) કરાવે છે. હાથ, પગ, મોઢું, પેટ, કમર સહિત શરીરના તમામ ભાગોમાંથી વાળ દૂર કરવા ખૂબ મુશ્કેલ અને પીડાદાયક હોય છે. આ માટે પાર્લરમાં અનેક ખર્ચાઓ કરીને અને મોંઘા પ્રોડક્ટ્સ વાપરીને લોકો આવા વાળથી છૂટકારો મેળવવા ઇચ્છે છે. મોટા ભાગે લોકો વેક્સિંગ અને થ્રેડિંગ (Waxing or Threading)ની મદદ લે છે, જે પીડાદાયક હોય છે. ઘણી વખત આ અનવોન્ટેડ હેર રિમૂવલ ટ્રીટમેન્ટ (Unwanted hair removal treatment) રેશિસ અને બળતરાનું કારણ બની શકે છે. તો આ ટ્રીટમેન્ટ સ્કીન માટે પણ નુકસાનકારક સાબિત થાય છે. પરંતુ અમે તમને એક ઘરેલું ઉપાય(Home Remedies) જણાવવા જઇ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી ઘરે બેઠા વાળને દૂર કરી શકો છો. આ ઉપાય માટે તમે જેલ વગરની ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને અનિચ્છીત વાળથી છૂટકારો મેળવી શકો છો.

આ રીતે બનાવો હેર રિમૂવલ ક્રિમ

ચણાનો લોટ – 2 ચમચી

દૂધ – 4થી 5 ચમચી

સફેદ ટૂથપેસ્ટ – 1 ચમચી

રીત

*સૌ પ્રથમ ચણાનો લોટ અને સફેટ ટૂથપેસ્ટને આપેલા પ્રમાણમાં મિક્સ કરો.

*હવે તેમાં દૂધ ભેળવી પેસ્ટ તૈયાર કરી લો.

* જો પેસ્ટ વધુ ટાઇટ હોય તો તેમાં થોડું વધુ દૂધ મિક્સ કરી શકો છો.

આ પણ વાંચો: Yogurt For High BP: દરરોજ દહીંનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર રહે છે કન્ટ્રોલમાં

આ રીતે કરો ઉપયોગ

ઘરે જ ટૂથપેસ્ટ દ્વારા બનાવેલી આ હેર રીમૂવલ ક્રીમને તમે તમારે જે ભાગમાંથી વાળ દૂર કરવા છે તે ભાગ પર લગાવો. હવે તેને સૂકાવા દો. ત્યાર બાદ રૂ દ્વારા વાળને વિરુદ્ધ દિશામાં ઘસો. રબિંગ હળવા હાથેથી કરવી અને સામાન્ય પાણીથી સાફ કરી લો. ત્યાર બાદ ત્વચા પર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.

આ પણ વાંચો: ealth Tips: દરરોજ 5 બદામ અને 10 દ્રાક્ષ પલાળીને ખાઓ, જુઓ તેનાં ચમત્કારિક ફાયદા

આ રીતે પણ બનાવી શકો છો ક્રીમ

સૌ પ્રથમ ટૂથપેસ્ટ અને બેકિંગ સોડાને એક સાથે મિક્સ કરો. આ દરમિયાન તેમાં થોડું નવશેકુ પાણી પણ નાખો. સારી રીતે મિક્સ કરો. હવે આ પેસ્ટને ત્યાં લગાવો જ્યાંથી તમારે વાળ દૂર કરવા છે. લગભગ 15 મિનિટ બાદ પેસ્ટ સૂકાયા બાદ તમારા હાથ-પગ ધોઇ શકો છો. આ ઉપાયથી તમારા તે ભાગમાં વાળ આવવાનું પણ બંધ થઇ શકે છે. એટલું જ નહીં તે ભાગમાં તમારી ત્વચા કોમળ અને સુંદર બની જશે.
First published:

Tags: Home Remedies, Skin care