ચહેરાનાં દુશ્મન સમા ખીલ અને કરચલીઓને દૂર કરવા અજમાવો આ ઘરગથ્થું ઉપાયો

News18 Gujarati
Updated: March 5, 2020, 3:36 PM IST
ચહેરાનાં દુશ્મન સમા ખીલ અને કરચલીઓને દૂર કરવા અજમાવો આ ઘરગથ્થું ઉપાયો
ઉપાયોથી કોઇ જ પ્રકારનું નુકસાન કે સાઇડ ઇફેક્ટ થતા નથી

ચહેરાનાં ખીલ અને ડાઘ ધબ્બા દૂર કરવા માટે અનેક કેમિકલવાળા પ્રોડક્ટસ વાપરીને કંટાળ્યા હોય તો અહીં થોડા ઘરગથ્થુ (Home made) ઉપાયો આપ્યાં છે.

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક : આપણા ચહેરા (Face) પર ખીલ (Pimples) અને ડાધ ધબ્બા થવા પાછળ અનેક કારણો હોય છે. તે માનસિક પણ હોય શકે કે હોર્મોનલ  (Hormones) પણ હોય શકે છે. અથવા તો શારિરીક પણ હોય શકે. ચહેરાનાં ખીલ અને ડાઘ ધબ્બા દૂર કરવા માટે અનેક કેમિકલવાળા પ્રોડક્ટસ વાપરીને કંટાળ્યા હોય તો અહીં થોડા ઘરગથ્થુ (Home made) ઉપાયો આપ્યાં છે. આ ઉપાયોથી કોઇ જ પ્રકારનું નુકસાન કે સાઇડ ઇફેક્ટ થતા નથી.

1. ખીલથી રાહત પામવા દૂધમાં ચણાનો લોટ ભેળવી રાતના સૂતી વખતે ચહેરા પર આ પેસ્ટ લગાડવી. જે સુકાઇ જાય કે પછી 20 મિનિટ બાદ ચહેરો હુંફાળા પાણીથી ધોઇ નાખવો. જેનાથી ત્વચા ચમકીલી બનશે અને ખીલ દૂર થશે.
2. ફૂદીનાનો રસ કાઢી રાતના સૂતી વખતે ચહેરા તથા ગરદન પર લગાડી સવારે હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો. ચહેરા પરની કરચલી તથા ડાઘ-ધાબા દૂર થાય છે. ફૂદીનાનો રસ ખીલ તથા તેના ડાઘ દૂર કરવા વિશેષ ઉપયોગી છે.

3. સંતરાની સૂકી છાલને વાટીને દૂધમાં ભેળવી પેસ્ટ બનાવો જે બાદ ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બને છે. આ ઉપરાંત તમે મસૂરની દાળને પલાળી અને વાટીને પણ ચહેરા પર લગાવી શકો છો.
4. ચહેરા પરની કરચલી દૂર કરવા સંતરાની છાલ ઘસવી કે છાલને સૂકવીને તેનો પાવડર બનાવીને પાણી ઉમેરીને લગાવવું.
5. નારિયેળના પાણીમાં દૂધની મલાઇ ભેળવી ત્વચા પર લગાડવી. ત્વચા પરના ડાઘ-ધાબા દૂર થાય છે. તેમજ ત્વચા કોમળ થાય છે.6. તાજા દૂધમાં લીંબુનો રસ ભેળવી તેમાં રૂનું પૂમડું ભીંજવી ત્વચા પર ધીરે ધીરે ઘસવું અને હુંફાળા પાણીથી ત્વચા ધોઇ નાખવી. ત્વચા નિખરે છે.
7. ચંદનને પથ્થર પર ઘસી તે પેસ્ટનો લેપ કરવાથી ત્વચા ચમકીલી થાય છે.

આ પણ વાંચો : મીઠા મધનાં આ ઉપાયો તમારી સુંદરતા અને સ્વાસ્થ્ય વધારવામાં છે અકસીર

આ પણ વાંચો : શું હોળીનાં રંગોથી કોરોના વાયરસ થઇ શકે છે? જાણો વાયરલ પોસ્ટની હકીકત
First published: March 5, 2020, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading