ઘરે બનાવો "એન્ટી-એજીંગ ક્રીમ" માર્કેટમાં મળતા મોંઘા ક્રીમ્સ કરતા પણ વધારે અસરકારક

News18 Gujarati
Updated: July 28, 2018, 6:28 PM IST
ઘરે બનાવો

 • Share this:
ઘરે બનાવો "એન્ટી-એજીંગ ક્રીમ"

સામગ્રી:


 • ગ્રીન ટી

 • કોકોનટ ઓઈલ

 • ચોખા
 • મૂલેઠી પાવડર


મૂલેઠી પાવડર શરીર અને ચામડીની ઘણી બીમારીઓના સમાધાન માટે કરવામાં આવે છે.
તડકાના કારણે બળી ગયેલી સ્કિન, ખીલના ડાઘાં, ડ્રાય સ્કિન, પિગ્મિન્ટેશન અને ઢીલી થઈ ગયેલી સ્કિનને રીપેર કરવા માટે મૂલેઠી સૌથી અસરકારક છે.

આ ક્રીમ બનાવવા માટે..

 • 5-6 ચમચી કોકોનટ ઓઈલ લઈ ધીમી ફ્લેમ પર હૂંફાળું ગરમ કરી લો.પછી ગેસ બંધ કરી દો.

 • તેમાં 2 ચમચી ગ્રીન ટી મિક્સ કરી કાચની એક ડબ્બીમાં ભરી 1 દિવસ તડકામાં મૂકી દો.

 • તડકાનાં કારણે ગ્રીન ટીના તત્વો તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય છે અને તે એક ગ્રીન ટી ઓઈલ બની જાય છે.

 • 1 દિવસ તડકામાં રાખ્યા બાદ તેને ગાળી લો.

 • પછી 2 ચમચી ચોખાને ધોઈને સાફ કરી લો. પછી ચોખામાં 2 કપ પાણી ઉમેરી ધીમી ફ્લેમ પર ઉકાળો.

 • જ્યાં સુધી બધું જ પાણી બળી જાય અને ચોખાની પેસ્ટ બની જાય ત્યાં સુધી ઉકાળો

 • આ ચોખાને કપડાથી ગાળી લો

 • ચોખામાં સ્ટાર્ચ હોવાથી તેમાંથી નીકળેલું પાણી થીક અને જેલી જેવું હોય છે

 • ચોખામાંથી નીકળેલા આ જેલમાં અડધી-અડધી ચમચી બનાવેલું ગ્રીન ટી ઓઈલ અને મૂલેઠી પાવડર મિક્સ કરો.


તો તૈયાર છે "એન્ટી-એજીંગ ક્રીમ"

 • જો આ મિશ્રણ વધારે થીક લાગે તો તેમાં ચોખાનું જેલ કે ગ્રી ટી ઓઈલનું પ્રમાણ વધારી દો. અને જો મિશ્રણ પાતળું લાગે તો તેમાં મૂલેઠી પાવડરની માત્રા વધારી દો

 • પરંતુ આ ક્રીમ માટે મૂલેઠી પાવડરનું એકદમ ઝીણું હોવું જરૂરી છે. તેથી જો મૂલેઠી પાવડર ઝીણો મા હોય તો એક વાર મિક્સરમાં ફેરવી લો.

 • ચોખામાં વિટામીન B અને એન્ટીઓક્સિડેન્ટની માત્રા વધુ હોય છે. જે સ્કિનના કોલેજનને રીપેર કરી ઢીલી થઈ ગયેલી સ્કિનને ટાઈટ બનાવી વ્રીંકલ દૂર કરે છે


આ ક્રીમથી રોજ સૂતા પહેલાં ચહારા પર મસાજ કરો. અને આખી રાત ચહેરા પર લગાવેલું રાખો

 • આ ક્રીમથી વ્રીંકલ તેમજ ચહેરાનું કાળાપણું અને ડાઘ-ધબ્બાં પણ દૂર થાય છે

 • તેમજ સ્કિન-ગ્લો પણ વધતો રહે છે.


આ "એન્ટી-એજીંગ ક્રીમ" બનાવી લગભગ 1 અઠવાડિયા સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો.

નિયમિત રીતે ક્રીમનો ઉપયોગ કરવામાં આવો તો માર્કેટમાં મળતા મોંઘા ક્રીમ્સ કરતા પણ વધારે અસરકારક છે.
First published: July 28, 2018, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading