ઊલટી, ચક્કર અને માથાનો દુખાવો તમારો પ્રવાસ બગાડે છે? તો અજમાવો આ ટ્રીક્સ

શું તમને પણ પ્રવાસમાં આવી કોઇ તકલીફ થાય છે? તો તમે પણ આ ઘરેલું ઉપચારોથી તબિયત સારી રાખી શકો છો.

News18 Gujarati
Updated: May 31, 2019, 1:55 PM IST
ઊલટી, ચક્કર અને માથાનો દુખાવો તમારો પ્રવાસ બગાડે છે? તો અજમાવો આ ટ્રીક્સ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 31, 2019, 1:55 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ફરવાનું કોને ન ગમે પરંતુ ફરતી વખતે સ્વાસ્થ્યની તકલીફો કોઇને ન ગમે. કેટલાક લોકોની તો ટ્રીપ નાની હોય કે મોટી બધામાં જ તબિયત બગડી જાય છે. તેમનો આખો પ્રવાસ ઊલટીઓ કરવામાં, માથાનાં દુખાવામાં જ પસાર થઇ જાય છે. તેમને કોઇપણ વસ્તુમાં જીવ નથી ચોંટતો કે નથી તેમને મઝા આવતી. શું તમને પણ પ્રવાસમાં આવી કોઇ તકલીફ થાય છે? તો તમે પણ આ ઘરેલું ઉપચારોથી તબિયત સારી રાખી શકો છો.

ફૂદીનો અનેક નાનીમોટી તકલીફોમાં લાભદાયી છે. જો તમને સફર દરમિયાન માથાનો દુખાવો અને ઊલટીની ફરિયાદ રહે છે તો ફૂદીનાનો અર્ક તમારા માટે ઘણો લાભદાયક છે. આ માટે તમે પ્રવાસ શરૂ કરો તે પહેલા જ ચામાં ફૂદીનાનો રસ કે પાન ઉમેરીને પી શકો છો. પ્રવાસ દરમિયાન તમારી તબિયત સારી રહેશે.

આ પણ વાંચો : સ્વસ્થ જીવનની ગુરૂચાવી છે યોગાભ્યાસ, મોટી મોટી બીમારીને કરશે છૂ

ઘણાં લોકોનું એવું માનવું હોય છે પ્રવાસ દરમિયાન બારી બંધ રાખવાથી તેમની તબિયત સારી રહેશે. પરંતુ આનાથી ઊંધુ તમે પ્રવાસ શરૂ કરો ત્યારથી જ બારી ખોલી દો. જ્યાં આવનારી હવા તમને તાજી રાખશો અને તમને રાહત પણ કરાવશે.

આ પણ વાંચો : 'મેગી' માંથી બનાવો એક ટેસ્ટી અને લો ફેટ વાનગી

મુસાફરી કરતા પહેલા સાથે જ કેટલાક માઉથ ફ્રેશનર અને ટ્રાવેલીંગ સિકનેસની દવાઓ જેમકે Avomine રાખી શકો છો. તમે મુસાફરીની શરૂઆતમાં જ આ દવા લઇ શકો છો. પરંતુ ડોક્ટરની સલાહ લઇને જ દવાઓ લઇ શકો છો.
Loading...

 
First published: May 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...