ફટાફટ લસણ ફોલવાની આ છે એકદમ સરળ ટ્રિક

લસણ : શરદીની સમસ્યા જો તમને રહેતી હોય તો ઠંડીમાં વહેલી સવારે ખાલી પેટે લસણની 1-2 કળી ખાઇ શકો છો. વળી લસણની ચટણી જેવી વસ્તુઓ તમે જમણ સાથે અપનાવી શકો છો. તેનાથી ઇમ્યૂનિટી વધે છે. અને શરદી જેવા રોગોમાં રાહત રહે છે.

આ ટ્રિકથી માત્ર 20 સેકન્ડની મહેનતમાં જ એક આખી કળી લસણ ફોલી શકાશે.

 • Share this:
  લાઇફસ્ટાઇલ ડેસ્ક : આપણે રસોઇને સ્વાદિષ્ટ બનાવવા માટે લસણનો (Garlic) ઉમેરતા હોઇએ છીએ. આપણે લસણ ખાવાનાં અનેક ફાયદા પણ જાણીએ છે. પરંતુ શું સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય (health) માટે સારા લસણને જ્યારે ફોલવાની વાત આવે તો આપણું મોં બગડી જતું હોય છે. જો તમારી પણ આવી જ સમસ્યા છે તો તમને અહીં જણાવેલી ફટાફટ લસણ ફોલવાની ટ્રિક ઘણી જ ગમશે. આ ટ્રિકથી (Peeling Garlic) માત્ર 20 સેકન્ડની મહેનતમાં જ એક આખી કળી લસણ ફોલી શકાશે. આ રીતે ટાઈમ અને મહેનત બન્ને બચી જશે.

  લસણ ફોલવાની ટ્રિક

  સૌ પ્રથમ લસણને દબાવીને કળીઓ છુટી પાડી લો. પછી બે એકસરખી સાઈઝના સ્ટીલના બાઉલ લઈ લો. બન્નેને એકબીજા પર ઉંધા પાડી દો. અને વચ્ચે લસણની કળીઓ નાંખી દો. હવે બાઉલને વચ્ચેના ભાગથી પકડીને 20 સેકન્ડ સુધી પુરી તાકાતથી હલાવતા રહો. જેથી કળીઓ બાઉલની દિવાલો સાથે સતત અથડાતી રહે. 20 સેકન્ડ બાદ બાઉલ ખોલીને જોશો તો કળીઓથી ફોતરા અલગ પડી ગયા હશે.

  આ પણ વાંચો : ઘરે બેસી જાણો આ રીતે, તમારૂ દૂધ નકલી તો નથી ને

  લસણનાં ફાયદા

  કાચા લસણનું સેવન લોહીની ગતિને ઝડપથી વધારે છે. શરીરના દરેક ખુણામાં ખાસ કરીને સાંધાઓમાં જમા થયેલ કચરો પરસેવો, મળ-મૂત્રના રસ્તાથી નીકળી જાય છે. અંગોનો લકવો અને ત્વચાની શુષ્કતા દૂર થાય છે. મંદાગ્નિ, શ્વાસ, કફ અને વાતનો નાશ થાય છે. લસણ આમ તો લોકો શાકભાજીમાં વધાર કરીને કે સાંતળીને ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો તેને આરોગ્ય માટે જ સેવન કરવું હોય તો તમે લસણનું સેવન કરવા માટે સવારનો સમય પસંદ કરો એ વધારે યોગ્ય રહેશે. આર્યુવેદમાં લસણ એ ઔષધિ સમાન મનાયું છે . તેથી જો સવારે ખાલી પેટે લસણનું સેવન કરશો તો તમારા આરોગ્યમાં વધારે ફાયદો થશે.
  Published by:Kaushal Pancholi
  First published: