કેમિકલથી નહીં પરંતુ ઘરમાં જ આ રીતે વધારો ત્વચાની સુંદરતા

 • Share this:
  આપણે ત્વચાની માવજત કરવા માટે ઘણી બ્યૂટી પ્રોડ્કટશ વાપરતા હોઈએ છીએ. સલૂનમાં જઈને હજારો રૂપિયા ખર્ચીને મોંઘીદાટ બ્યૂટી ટ્રિટમેન્ટ કરાવતા હોઈએ છીએ. પરંતુ આજે આપણે ઘરે જ સલૂન જેવી જ ટ્રિટમેન્ટ કઈ રીતે દહીં દ્વારા કરી શકો તે જોઈએ. દહીંમાં વિટામિન એ, બી, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને મિનરલ હોય છે, જે સ્કિન માટે બહુ સારાં ગણવામાં આવે છે.

  હેલ્થ ડિસ્ટર્બ થતાં તેની સીધી અસર આપણી સ્કિન પર પણ થતી હોય છે, જ્યારે દહીં શરીરના આંતરિક ડિસ્ટર્બન્સને બેલેન્સ કરે છે અને ત્વચાને હેલ્ધી બનાવે છે. તદુપરાંત આપણી પાચનશક્તિને પણ બધુ મજબૂત બનાવે છે. દહીં એક નેચરલ એન્ટિ બાયોટિક પણ છે, જે શરીરને નુકસાન કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે, સાથે સાથે સૌંદર્યવર્ધક તરીકે પણ કામ કરે છે.

  સ્કિન કેર માટે દહીંનો ઉપયોગ

  • દહીં ઓઇલી સ્કિન માટે અને ખીલની સમસ્યામાં ઉપચારનું કામ કરે છે. ખીલ બહુ થતા હોય તો ફેસ પર રોજ દહીં લગાવો અને વીસ મિનિટ બાદ ચહેરાને ધોઈ લો. આ પ્રયોગ નિયમિત કરવાથી ખીલ અને ઓઇલી સ્કિનને લીધે થતી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

  • રોજ સવારે એક ચમચી દહીં લઈ ચહેરા ઉપર મસાજ કરો. સૂકાઈ ગયા પછી ચહેરો ધોઈ લો. આવું રોજ કરવાથી ચહેરાનો રંગ ગોરો થઈ જાય છે.

  • સ્કિન પર ડાઘ કે ધબ્બા પડી ગયા હોય કે તાપને લીધે સ્કિન બ્લેક થઈ ગઈ હોય તો પણ દહીંનો ઉપયોગ કરવાથી સ્કિનટેન દૂર થાય છે. ઘણી વાર ખીલને ખોદવાથી કે ખંજવાળવાથી સ્કિન વધુ ડેમેજ થઈ જાય છે. આ સમસ્યા માટે દહીંમાં બેસન, હળદર મિક્સ કરીને વીસ મિનિટ ચહેરા પરના ઘા પર લગાવો ઘા રૂઝાઈ જશે અને તેનું નિશાન પણ નહીં રહે.

  • દહીં સ્કિન માટે એક સારા સ્ક્રર્બનું પણ કામ કરે છે. દહીંમાં ચોખાનો અથવા બદામનો પાઉડર મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર અને ગરદન પર લગાવીને હળવે હાથે ઘસો. પંદરથી વીસ મિનિટ રગડયા પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

  Published by:Kaushal Pancholi
  First published: