ઘરે બેસી જાણો આ રીતે, તમારૂ દૂધ નકલી તો નથી ને

News18 Gujarati
Updated: August 25, 2018, 11:58 AM IST
ઘરે બેસી જાણો આ રીતે, તમારૂ દૂધ નકલી તો નથી ને
તમે સરળતાથી જાણી શકશો કે તમારા દૂધમાં મિલાવટ છે કે નહીં. તમારે કોઈ ઉપકરણની પણ જરૂરત નહી પડે.

તમે સરળતાથી જાણી શકશો કે તમારા દૂધમાં મિલાવટ છે કે નહીં. તમારે કોઈ ઉપકરણની પણ જરૂરત નહી પડે.

  • Share this:
તમારા ફ્રિજથી લઈ રસોઈ સુધી બજારમાંથી આવતી કેટલીએ નકલી ચીજવસ્તુઓ હશે, અને આવી ચીજવસ્તુના ઉપયોગથી જ જિંદગી બિમારીઓથી ઘેરાઈ જાય છે. તમે કેટલીએ વખત નજરઅંદાજ કરો છો, પરંતુ આ મિલાવટ વાળી ચીજવસ્તુના ઉપયોગથી ઓછી ઉંમરમાં જ જાનલેવા બિમારીઓ ઘર કરી જાય છે.

દૂધ દરેક ઘરની જરૂરિયાત છે, દૂધ દરેક લોકો પીવે છે. પરંતુ આ દૂધ ક્યારે ઝહેર બનીને તમારી સામે આવી રહ્યું છે, તેની ખબર નથી પડી શકતી. દૂધમાં ડિટરજન્ટ, પાણી અને સિંથેટિક, સ્ટાર્ચ સહિત કેટલીએ એવી વસ્તુ મિલાવવામાં આવે છે, જે આપણી તબીયત માટે ઘણી ખતરનાક છે.

તમે ભલે પછી લીલી શાકભાજી ખરીદતા હોવ, ફળ ખરીદતા હોવ કે પછી દૂધ જ કેમ ના લઈ રહ્યા હોવ, ભરોસો નથી કે દરેક વસ્તુ તમે અસલી જ ખાઈ રહ્યા છો.

આપણી મજબુરી છે કે આપણે આ બધી વસ્તુ ખરીદવી પડે છે, અને ઉપયોગ કરવો પડે છે, કારણ કે, આ રોજ-બરોજની ખાનપાનનો એક ભાગ છે. આમ તો દરેક વસ્તુ અસલી છે કે નકલી તેને ઓળખવું મુશ્કેલ છે, પરંતુ તમે જે વસ્તુની તપાસ કરી શકો છો, તેની તપાસ જરૂર કરવી જોઈએ.

દૂધમાં પાણી મિલાવવાની રીત બહુ જુની થઈ ગઈ છે, હવે તો નકલી દૂધ બનાવવાની રીત આવી ગઈ છે.

સાચી જાણકારી ન હોવા પર સિન્થેટીક અથવા મિલાવટી દૂધ અને શુદ્ધ દૂધ વચ્ચેની ઓળખ નથી કરી શકાતી. નકલી દૂધના કનસ્તરમાં નકલી રિફાઈન્ડ ઓઈલ મિલાવવામાં આવે છે, જેની મદદથી નકલી દૂધને જરૂરી ચિકનાહટ મળી રહે. આજે અમે તમને કેટલીક સામાન્ય રીત બતાવીશું, જેથી તમે સરળતાથી જાણી શકશો કે તમારા દૂધમાં મિલાવટ છે કે નહીં. તમારે કોઈ ઉપકરણની પણ જરૂરત નહી પડે.જુની રીત
દૂધની તપાસની સૌથી જુની રીત તો એ જ છે કે, દૂધની બૂંદોને કોઈ ચિકણી જગ્યા પર નાખવામાં આવે, જો બૂંદ ધીરે ધીરે વહે અને સફેદ નિશાન છોડે તો શુદ્ધ દૂધ છે. મિલાવટ દૂધની બૂંદ કોઈ પણ નિશાન છોડ્યા વગર ફાસ્ટ વહેવા લાગે છે.સ્ટાર્ચ
જો તમે દૂધમાં સ્ટાર્ચની ઓળખ કરવા માંગતા હોવ તો, આયોડીનની કેટલીક બૂંદ દૂધમાં મિલાવો. જો થોડી મિનીટોમાં આ મિશ્રણનો રંગ વાદળી થઈ જાય તો, સમજો કે દૂધમાં સ્ટાર્ચની મિલાવટ છે.

યૂરિયા
દૂધમાં યૂરિયા ભેળવેલુ હોય, અને તેની તપાસ કરવી હોય તો, એક ટેસ્ટ ટ્યૂબમાં થોડુ દૂધ અને સોયાબીન અથવા અરહરનો પાઉડર મિલાવો. પાંચ મિનીટ બાદ તેમાં લાલ લિટમસ પેપર ડુબાડો, જો પેપરનો રંગ વાદળી થઈ જાય તો સ્પષ્ટ છે કે, દૂધમાં યૂરિયા ભળેલુ છે, અને તે તમારા માટે ઝહેર છે.

ફોર્મેલિન
ફોર્મેલિનની ભેળસેળની તપાસ કરવા માટે 10 એમએલ દૂધમાં 5 એમએલ સલ્ફ્યૂરિ એસિડ ભેળવો, આ મિલાવટ બાદ જો દૂધમાં રિંગણના રંગની રીંગ બને છે તો સમજી જાઓ કે આમાં ફોર્મેલિનની મિલાવટ કરવામાં આવી છે. આવું દૂધ લાંબા સમય સુધી સારૂ રહે તો માટે કરવામાં આવે છે.

ડિટરજન્ટ
ડિટરજન્ટની ભેળસેળની તપાસ કરવા માટે 5એમએલ દૂધમાં 0.1 એમએલ બીસીપી સોલ્યુશન મિલાવો. આ મિલાવટ બાદ રિંગણના રંગની રીંગ બને છે તો સમજી જાઓ કે આમાં ડિટરજન્ટની ભેળસેળ છે.એ ઉપકરણ જેના દ્વારા દૂધની સારી રીતે તપાસ કરી શકો છો
લેક્ટોમીટર - લેક્ટોમીટર તમે બજારમાંથી ખરીદી શકો છો. આ તમને રૂ. 100થી રૂ. 300 સુધીમાં મળી જાય છે. આ દૂધમાં પાણીની મિલાવટની તપાસ કરે છે.

મિલ્ક ટેસ્ટિંગ કિટ - હરિયાણામાં કરનાલના નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે એવી મિલ્ક ટેસ્ટિંગ કીટ બનાવી છે, જેનાથી દૂધમાં ડિટરજન્ટની મિલાવટની તપાસ કરી શકાય છે. આ તમેને 3 રૂપિયામાં મળી જાય છે. કેટલીક પ્રાઈવેટ કંપનીઓની કીટ તમને રૂ. 50માં મળી જશે

પીએચ સ્ટ્રિપ - આમાં તમારો ખર્ચ માત્ર એક રૂપિયો આવશે. બજારમાંથી પીએચ સ્ટ્રિપ લઈ આવો અને તેના પર દૂધની એક બૂંદ નાખો. જો દૂધ શુદ્ધ હશે તો તમને પીએચ રેશો 6.4 થી 6.6 હશે. જો આ તેનાછી ઓછો કે વધારે હોય તો, સમજી જવાનું દૂધ નકલી છે.
First published: August 25, 2018, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading