મોંઘા મેકઅપ રીમૂવરના બદલે ઘરમાં રહેલી આ વસ્તુઓનો કરો ઉપયોગ

News18 Gujarati
Updated: January 23, 2020, 6:06 PM IST
મોંઘા મેકઅપ રીમૂવરના બદલે ઘરમાં રહેલી આ વસ્તુઓનો કરો ઉપયોગ
પ્રતિકાત્મક તસવીર

આ પ્રાકૃતિક રીતે તમે મેકઅપ રીમૂવ કરી શકો છો.

  • Share this:
અનેક મહિલાઓને મેકઅપ કરવાનો શોખ હોય છે. પણ મૂળ મુશ્કેલી મેકઅપ રિમૂવ કરતી વખતે શરૂ થાય છે. આમ તો બજારમાં અનેક મોંઘા મેકઅપ રિમૂવર મળે છે. પણ જો તમે ઘરમાં પડેલી વસ્તુઓથી મેકઅપ રીમૂવ કરવા માંગો છો તો આ લેખ તમારા કામમાં આવશે. ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓથી પણ તમે સરળતાથી મેકઅપ રીમૂવ કરી શકો છો. આનાથી મેકઅપ પણ દૂર થાય છે અને ખર્ચો બચવાની સાથે પ્રાકૃતિક રીતે તમે મેકઅપ રીમૂવ કરી શકો છો.

નારિયળ તેલ : નારિયળ તેલનો ઉપયોગ પહેલાના સમયથી મેકઅપ રીમૂવ કરવા માટે કરવામાં આવે છે. ગમે તેટલા હેવી મેકઅપ પણ નારિયળના તેલથી સરળતાથી રીમૂવ થઇ શકે છે. આ માટે ચહેરા પર નારિયળ તેલને સારી માત્રામાં ચહેરા પર લગાવો અને પછી હળવે હાથે મસાજ કરી મેકઅપ રીમૂવ કરો. અને તે પછી ટીશ્યૂ પેપર કે કોટનથી મેકઅપ સાફ કરી લો. તે પછી ચહેરો ફેશવૉસથી ધોઇ લો.

એલોવેરા જેલ: વધુમાં આંખોનો મેકઅપ દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો. એલોવેરા જેલને આઇલાઇન પર હળવે હાથે લગાવી થોડો મસાજ કરી કોટનથી આંખો સાફ કરી શકો છો.

ગુલાબ જળ : વળી તમે મેકઅપ રીમૂવર તરીકે ગુલાબ જળનો ઉપયોગ પણ કરી શકો છો. એક રૂના પૂમડા પર ગુલાબ જળ લઇ ચહેરો સાફ કરી શકો છો.

વધુમાં એલોવેરા જેલ અને ગુલાબ જળને ભેગી કરીને પણ તમે મેકઅપ રીમૂવર તરીકે ઉપયોગમાં લઇ શકો છો. આ તમામ વસ્તુઓ પ્રાકૃતિક છે અને ઘરમાં ઓછા ખર્ચે તમને બજારના મોંઘા મેકઅપ રીમૂવર જેવું જ રિઝલ્ટ આપે છે. Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય જાણકારી ઉપર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પૃષ્ટી નથી કરતી. આ પર અમલ કરવા પહેલા સંબંધિત જાણકારોની સલાહ જરૂર લો.
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर