ખોરાક પચવામાં સમસ્યા છે? માથું સતત દુખે છે? તો અજમાવી જુઓ રાઇનાં આ ઉપાયો

ખોરાક પચવામાં સમસ્યા છે? માથું સતત દુખે છે? તો અજમાવી જુઓ રાઇનાં આ ઉપાયો
રાઇ

રાઇ દેખાવમાં જેટલી નાની છે તેના ફાયદા તેટલા જ કારગર છે.

 • Share this:
  રાઇ દરેકનાં રસોડાનાં મસાલાનાં ડબ્બામાં અચૂક હોય છે. તેના વગર આપણું જમવાનું પુરૂં ન થાય. રાઇ દેખાવમાં જેટલી નાની છે તેના ફાયદા તેટલા જ કારગર છે. રાઈનું વાનસ્પતિક નામ બ્રાસિકા નાઈગ્રા છે અને તે કાળા સરસવ તરીકે પણ પ્રખ્યાત છે. રાઇ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી જ મહત્વની છે. તો આજે આપણે જોઇએ આ નાનકડી રાઇનાં મોટા મોટા ફાયદા.

  • રાઈનો મુખ્ય ગુણ પાચક હોય છે. પેટની અંદરના કૃમિ આના પાણીથી મરી જાય છે.  • રાઈના તેલમાં એકદમ ઝીંણુ મીઠુ ભેળવીને મંજન કરવાથી પાયરિયાના રોગનો નાશ થાય છે.

  • રાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે.

  • રાઈ લેપમાં કપૂર મેળવી કપાળ પર લગાડવામાં આવે તો માથાના દુખાવામાં ઝડપથી આરામ મળે છે.

  • રાઈના લેપથી સોજો ઉતરી જાય છે.

  • ચપટી રાઈનું ચૂરણ પાણીમાં ભેળવી બાળકોને આપવાથી તે રાતમાં પથારી પર પેશાબ કરવાનું બંધ કરી દે છે.

  • જો કોઈ વ્યક્તિને સતત ઝાડા થઈ રહ્યા હોય થોડી રાઈ લઈને હળવા હુંફાળા પાણી સાથે રોગીને પીવડાવામાં આવે તો ઘણો આરામ મળે છે. માનવામાં આવે છે કે રાઈ ઝાડાને રોકવામાં સક્ષમ હોય છે

  • રાઈને ઘોળીને માથા પર લગાવવાથી માથાની ફોડકી અને વાળનું ખરવું પણ બંધ થઈ જાય છે. અનેક હર્બલ જાણકારો અનુસાર એવું કરવાથી માથાનો ખોડો પણ દૂર થઈ જાય છે.

  • ગરમ પાણીમાં રાઈને નાંખવાથી રાઈ ફુલી જાય છે અને તેના ગુણ પાણીની અંદર પહોચી જાય છે. આ પાણીને નવાયું સહન કરી શકાય તેટલુ ટબમા લઈને કમર સુધી ભરીને બેસવાથી બધા જ પ્રકારના યૌન રોગ પ્રદર, પ્રમેહ વગેરેમાં સારો એવો સુધારો થઈ જાય છે.

  • રાઈને વાટીને મધમાં ભેળવીને સુંઘવાથી શરદીમાં આરામ થાય છે


  આ પણ વાંચો - બા બનાવતાં હતાં તેવું જ ખટ્ટમધુરુ પરંપરાગત લીંબુનું અથાણું બનાવાની જોઇ લો રીત

  Published by:News18 Gujarati
  First published:May 05, 2020, 15:38 pm

  ટૉપ ન્યૂઝ