લાંબા અને ચમકદાર વાળ માટે દહીંમાં ઉમેરો આ એક જ વસ્તુ, પછી જુઓ કમાલ

News18 Gujarati
Updated: March 17, 2020, 3:35 PM IST
લાંબા અને ચમકદાર વાળ માટે દહીંમાં ઉમેરો આ એક જ વસ્તુ, પછી જુઓ કમાલ
મજબૂત અને ચમકતા વાળની તસવીર

જો તમારા વાળ લાંબા નથી અને કરવા છે તો અહીં દહીંનાં એકદમ સરળ ઉપાયો જણાવ્યાં છે.

  • Share this:
અમદાવાદ : લાંબા અને ભરાવદાર વાળ દરેક લોકોને પસંદ હોય છે. પરંતુ લાંબા વાળ કરવા માટે તમારે અનેક પ્રકારની સંભાળ લેવી પડે છે. જો તમારા વાળમાં યોગ્ય પોષણ હશે તો તે સરસ લાંબા થશે. જો તમારા વાળ લાંબા નથી અને કરવા છે તો અહીં દહીંનાં એકદમ સરળ ઉપાયો જણાવ્યાં છે. દહીમાં ઉપલબ્ધ એન્ટી ફંગલ ગુણ વાળ ખૂબ લાભદાયી સાબિત થાય છે. તમને દહીંથી બનેલા કેટલાક હેર પેક અંગે જણાવીશું. જેની મદદથી વાળનો ગ્રોથ વધારવાની સાથે જ મજબૂતી પણ મળે છે. તો આવો જોઇએ આ હેર પેક અંગે જાણીએ.

ઓલિવ ઓઇલ અને દહીં

દહી અને ઓલિવ ઓઇલ મિક્સ કરીને લગાવવાથી વાળને લાભ થાય છે. તેમજ વાળ તૂટવાની સમસ્યાને દૂર કરે છે. સૌથી પહેલા બે કપ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને અલગ રાખી દો. હવે તમે ઓલિવ ઓઇલ અને દહીંને મિક્સ કરી લો. ઓલિવ ઓઇલ અને દહીંના માસ્કને તમે તમારા વાળમાં લગાવો અને આશરે અડધા કલાક માટે રાખી મૂકો. તે બાદ શેમ્પુથી વાળ ધોઇ લો.

આ પણ વાંચો : મમ્મી બન્યા પછી પણ મનમોહક દેખાવું છે? આ વાતોનું રાખો ધ્યાન

એલોવેરા અને દહીં

એલોવેરામાં અનેક પ્રકારના ન્યુટ્રિએન્ટ્સ રહેલા છે. જેને વિટામીન અને એમિનો એસિડ જે સ્કેલ્પ અને વાળ બન્નેને સ્વસ્થ રાખે છે. એક બાઉલમાં દહીં, એલોવેરા જેલ, મધ અને ઓલિવ ઓઇલ મિક્સ કરો અને તેને સ્કલેપ પર લગાવવાનું શરૂ કરો. હવે હળવા હાથથી મસાજ કરો. તેને 45 મિનિટ સુધી લગાવી રાખો અને તેને સાદા શેમ્પુથી વોશ કરી લો.આ પણ વાંચો : બાળકોથી મોટેરાઓના દિલ જીતવા હોય તો ઘરે આ રીતે બનાવો 'મિક્સદાળના ઢોકળા'

કેળા અને દહીં

આ માસ્ક સ્કેલ્પને હાઇડ્રેટ અને તેને સાફ રાખવામાં મદદ કરે છે. જેનાથી તમને સ્વસ્થ વાળ મળશે. એક સ્વચ્છ બાઉલ લો. પાકેલા કેળાને મેશ કરીને એક સારી પેસ્ટ બનાવી લો હવે તેમા દહીં, મધ અને તાજા લીંબુનો રસ ઉમેરી લો. હવે દરેક વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. તમે બ્રશની મદદથી આ પેસ્ટને લગાવો અને 25-30 મિનિટ માટે રાખી મૂકો. હવે નોર્મલ શેમ્પુથી તમારા વાળ ધોઇ લો.

 
First published: March 17, 2020, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading