Home /News /lifestyle /

ગરદન પર નાના-નાના મસાથી છો પરેશાન? છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય

ગરદન પર નાના-નાના મસાથી છો પરેશાન? છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય

ગરદન પર નાના-નાના મસાથી છો પરેશાન?

How to remove warts naturally: જો તમને પણ ગરદન પર નાના-નાના મસા છે અને આ સમસ્યાથી તમે પરેશાન છો તો આજે અહી અમે તમને તેને કુદરતી રીતે હટાવવાના ઉપાયો વિશે જણાવીશું. આ લેખમાં ગાળાના ભાગે થતાં મસાને ઘરેલુ નુસ્ખાતથી કઈ રીતે હટાવી શકાય તેની ચર્ચા કરવામાં આવી છે.

વધુ જુઓ ...
    How to remove warts: આપણી આસપાસ એવી ઘણી વસ્તુઓ છે જે આપણને આપણી સમસ્યાઓમાંથી બચાવી શકે છે. તે સમસ્યાઓમાંથી એક છે ગરદન પર મસાઓની સમસ્યા. હ્યુમન પેપિલોમા વાયરસ (Human Papilloma Virus)ના કારણે ગરદનના ભાગે નાના-નાના મસા થવા એ ઘણા લોકોમાં એક સામાન્ય સમસ્યા તરીકે જોવા મળે છે. તેમાંથી છુટકારો મેળવવા માટે આજે જણાવીએ છીએ કે કેટલાક ઘરેલું ઉપચાર (home remedy for warts on neck) આ ગળા પરના મસાની સમસ્યાને દૂર કરી શકે છે. ગરદન પર મસાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપચારનો ઉપયોગ કરી શકો છો.

    લસણ


    ગરદનના મસાઓ દૂર કરવા માટે તમે લસણનો ઉપયોગ કરી શકાય છે. માસથી અસરગ્રસ્ત જગ્યા પર લસણની પેસ્ટ લગાવવાથી મસા ઝડપથી ગાયબ થઈ જાય છે.

    આ પણ વાંચો: તમારા ખોરાકમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, કબજિયાતની સમસ્યાથી મળશે તુરંત રાહત

    આવી સ્થિતિમાં લસણના મસાની પેસ્ટને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો અને 15 થી 20 મિનિટ પછી તે જગ્યાને સાફ કરી લો. આમ કરવાથી તમને કસાઓ ઝડપથી ખરતા જોવા મળશે. પરંતુ આ બધાની વચ્ચે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ પ્રયોગ અઠવાડિયામાં માત્ર 2 વખત જ કરવો.

    કેળાં


    ગરદન પરના મસાઓ માટે તમે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. આવી સ્થિતિમાં, કેળાની છાલને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને તેને કપડાથી બાંધી દો. થોડા સમય પછી તમે કેળાની છાલ કાઢી લો. આ નિયમિત રીતે કરો. થોડા સમય પછી મસાઓ પડતા જોવા મળશે.

    કેળાની છાલનો ઉપયોગ ગરદન પરના મસા માટે પણ થઈ શકે છે. આ માટે થઈને કેળાની છાલને જો ગરદન પર થયેલા મસા વાળી જગ્યાએ પાટા સાથે બાંધી દેવું અને થોડી વાર પછી કાઢી નાખવું, આમ રેગ્યુલર કરવાથી તમે જોશો કે મસા ધીમે ધીમે ખારવા લાગ્યા હશે.

    એપલ સાઇડર વિનેગરના ઉપયોગથી ગરદન પર મસાની સમસ્યા પણ દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં, કોટનમાં એપલ વિનેગરના થોડા ટીપાં લો અને તેને મસા વાલી જગ્યા પર લગાવો. થોડા સમય પછી તમારી સ્કીનને ક્લીન કરી દો.

    આ પણ વાંચો: સવારે ઊઠીને ખાલી પેટ જરૂર પીવો જીરાનું પાણી, ફાયદાઓ જાણીને થઈ જશો હેરાન

    થોડા દિવસો પછી મસાઓ પોતાની મેળે સુકાઈ જશે. જો તમને એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરતી વખતે કોઈપણ પ્રકારની બળતરા થાય છે, તો તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો.
    Published by:Rahul Vegda
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन