Home /News /lifestyle /Diabetes Remedies: ડાયાબિટીસને કંટ્રોલ કરશે આ લાકડાની છાલ, આ દેશી નુસ્ખો અજમાવશો તો દવાની નહીં પડે જરૂર

Diabetes Remedies: ડાયાબિટીસને કંટ્રોલ કરશે આ લાકડાની છાલ, આ દેશી નુસ્ખો અજમાવશો તો દવાની નહીં પડે જરૂર

ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો દેશી નુસ્ખો

ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય પણ તેને મટાડવું અશક્ય સમાન છે. જેથી ડાયાબિટીસથી પીડાતા દર્દીએ તેને કંટ્રોલ કરવા માટે ખાવા પીવા અને રહેણી કહેણી પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે. યોગ્ય ખોરાક લેવાની સાથે એક્ટિવ રહેવું અને તણાવથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.

વધુ જુઓ ...
    Tress Bark Cinnamon Benefits- ડાયાબિટીસ (Diabetes) દર્દીને આજીવન પરેશાન કરે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય પણ તેને મટાડવું અશક્ય સમાન છે. જેથી ડાયાબિટીસથી પીડાતા દર્દીએ તેને કંટ્રોલ કરવા માટે ખાવા પીવા અને રહેણી કહેણી પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે. યોગ્ય ખોરાક લેવાની સાથે એક્ટિવ રહેવું અને તણાવથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.

    ડાયાબિટીસથી પીડિત દર્દીઓમાં બ્લડ શુગર વધારે હોય છે. જેના કારણે તેઓ દવાનો ડોઝ સ્કીપ કરી શકે નહીં. અલબત્ત, દેશી નુસખા કરીને અમુક પ્રમાણમાં ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. અહીં તજના માધ્યમથી ડાયાબિટીસને કઈ રીતે કંટ્રોલ કરી શકાય તે અંગે જાણકારી (Blood Sugar Control Tips) આપવામાં આવી છે.

    આ પણ વાંચો:  Energy Drink: નારિયળ પાણીમાં આ રસ ઉમેરી પીવાથી આવશે ગજબની સ્ફૂર્તિ, ગરમીમાં તરોતાજા રાખશે આ નેચરલ એનર્જી ડ્રીંક

    તજનો ઉપયોગ રસોઈની સાથે અનેક પ્રકારની દવાઓમાં કરવામાં આવે છે. તજ બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. આયુર્વેદમાં તજનો ઉપયોગ આર્થરાઈટિસ, ડાયેરિયા, માસિક ધર્મની અનિયમિતતા અને સોજા સહિતની તકલીફોની સારવાર માટે કરવામાં આવે છે. આ સિવાય સીરમ લિપિડ્સ અને બ્લડ શુગરને ઘટાડવામાં પણ તે મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત તજનું બાયોએક્ટિવ કમ્પાઉન્ડ પણ લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ થાય છે.

    તજ બ્લડ શુગરને કેવી રીતે નિયંત્રિત કરે છે?

    નિષ્ણાતના જણાવ્યા અનુસાર, તજમાં રહેલા સોનામાલ્ડિહાઇડની ઇન્સ્યુલિન ટ્રોપિક અસરોની તપાસ કરવામાં આવી હતી. જેમાં એવું જાણવા મળ્યું હતું કે તજ ઇન્સ્યુલિનના સ્ત્રાવને પ્રોત્સાહન આપે છે, ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવા અને પ્રોટીન-ટાઇરોસિન ફોસ્ફેટ 1બી (પીટીપી 1 બી) તેમજ ઇન્સ્યુલિન રિસેપ્ટર કિનેઝ (કિનેઝ)ની ગતિવિધિમાં વધારો કરે છે.

    આ પણ વાંચો:  કર્લી વાળ માટે કયુ તેલ બેસ્ટ?  જાણો અને આ હેર ઓઇલ નાંખશો તો ગુંચવાશે નહીં

    રિસર્ચમાં શું સામે આવ્યું?

    ચીનમાં ટાઇપ 2 ડાયાબિટીસના 69 દર્દીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ માટે એક જૂથે દરરોજ 120 મિલિગ્રામ તજનું સેવન કર્યું હતું, જ્યારે બીજા જૂથે 360 મિલિગ્રામ અને ત્રીજા જૂથ પ્લેસિબોનું સેવન કર્યું હતું. ત્રણ મહિના પછી, પ્લેસિબોનું સેવન કરનાર જૂથમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો, જ્યારે તજ લેતા બે જૂથોમાં A1C સ્તરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

    આ ઉપરાંત 2013માં 10 અભ્યાસોના મેટા-વિશ્લેષણમાં ફલિત થયું હતું હતું કે, તજના સેવનથી ગ્લુકોઝ, કુલ કોલેસ્ટ્રોલ, એલડીએલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સના સ્તરમાં ઘટાડો થાય છે. બીજી તરફ હાઇ-ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે.

    કઈ વાતોનું ધ્યાન રાખવું?

    નિષ્ણાતોના મતે, જુદા જુદા અભ્યાસોના જુદા જુદા પરિણામો દર્શાવે છે. યાદ રાખો કે, માત્ર કોઈ પણ પોષક તત્વોથી ડાયાબિટીઝને મટાડી શકાતું નથી. જેથી ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે હેલ્ધી ડાયટ, રેગ્યુલર એક્સરસાઇઝ, બ્લડ શુગરનું મોનિટરિંગ, ડાયાબિટીઝની દવા કે ઇન્સ્યુલિન થેરપી લેવી ખૂબ જ આવશ્યક બની જાય છે.
    First published:

    Tags: Blood Sugar, Diabetes care, Health care tips, Health Tips