Health tips: ઘરગથ્થુ ઉપાયથી 24 કલાકમાં મસાની સમસ્યાથી મળશે રાહત

News18 Gujarati
Updated: February 26, 2020, 11:08 PM IST
Health tips: ઘરગથ્થુ ઉપાયથી 24 કલાકમાં મસાની સમસ્યાથી મળશે રાહત
પ્રતિકાત્મક તસવીર

પાઇલ્સની સૌથી મોટી સમસ્યા એ છે કે, લોકો આ વિશે ડોક્ટર્સને કહેતા અચકાય છે. આ બીમારી છુપાવવાનાં ચક્કરમાં તે વધી જાય છે. અને બાદમાં પસની સમસ્યા થાય છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પાઇલ્સ એટલે કે મસાનો (piles) દુખાવો વ્યક્તિનો જીવ ભલે ન લે પણ તે તેનું જીવવું મુશ્કેલ જરૂર કરી દે છે. પાઇલ્સને કારણે સોજાની સાથે સથે ખુબ દુખાવ અને બળતરા થાય છે. એક સ્ટડી અનુસાર, 50ની ઉંમર પાર કર્યા બાદ 50 ટકા લોકોને પાઇલ્સની સમસ્યા સતાવે છે. (health tips)

પાઇલ્સની સૌથી મોટી સમસ્યા એ છે કે, લોકો આ વિશે ડોક્ટર્સને (doctors) કહેતા અચકાય છે. આ બીમારી છુપાવવાનાં ચક્કરમાં તે વધી જાય છે. અને બાદમાં પસની સમસ્યા થાય છે. શરૂઆતનાં દિવસોમાં બળતરા અને દુખાવ થાય છે. પણ જો સમસ્યા વધી જાય તો લોહી પડવા લાગે છે. પાઇલ્સમાં એનલ કે એક્ટલ એરિયાની બ્લડ વેસલ્સ વધી જાય છે તેને કારણે દુખાવો અને બળતરા થાય છે.

પાઇલ્સ થવાનું મુખ્ય કારણ કબજીયાત અને અપચો થાય છે. ભારે વસ્તુઓ ઉઠાવવા પર, ગેસની સમસ્યા હોય તો, સ્ટ્રેસને કારણે, વજન વધવાને કારણે અને એનલ સેક્સ કરવાથી પણ આ સમસ્યા સર્જાઇ શકે છે.

આપને વિશ્વાસ નહીં આવે પણ આપની આ સમસ્યાનો ઉપાય આપનાં રસોડામાં જ છે. જેનાં ઉપયોગ માત્રથી જ 24 કલાકની અંદર પાઇલ્સનો ઇલાજ થઇ શકે છે. એપલ સાઇડર વિનેગરની મદદથી આપ પાઇલ્સનો ઇલાજ કરી શકો છો.

કેવી રીતે કરશો ઉપયોગ? (home remedis)
એપલ સાઇડર વિનેગરમાં ઇન્ફેક્શનને વધવા દેતો નથી તે તેનો ગૂણ છે. તેનો ઉપયોગથી રેક્ટલ એરિયામાં ઇન્ફેક્શન વધતુ નથી. અને આ દુખાવ ઓછુ કરવામાં પણ મદદ કરે છે.આ ઉપરાંત તેનો ઉપયોગ બળતરામાંથી રાહત મળે છે. સ્વેલિંગ ઓછી હોય તો આરમ મળે છે. આપ ઇચ્છો તો તેમાં એલોવેરા જેલ ઉમેરીને લગાવો તો આપને રાહત મળશે.

આવી રીતે કરો ઉપયોગ
1. એક ચોખ્ખી વાટકીમાં બે ચમચી એપલ સાઇડર વિનેગર લો
2. રૂનાં ચોખ્ખા ટુકડાને વિનેગરમાં ડુબોડી રાખો
3. આ કોટનને મસાની ઉપર અપ્લાય કરો
4. આ પ્રોસસને ત્યા સુધી કરતાં રહો જ્યાં સુધી આપને રાહત ન લાગે.
First published: February 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading