રાત્રે ચહેરા પર લગાવો આ વસ્તુ, સવારે ઉઠતાં જ અરીસો જોઈ ચોંકી ઉઠશો

News18 Gujarati
Updated: November 4, 2019, 3:29 PM IST
રાત્રે ચહેરા પર લગાવો આ વસ્તુ, સવારે ઉઠતાં જ અરીસો જોઈ ચોંકી ઉઠશો
પ્રતિકાત્મક તસવીર

પ્રદુષણ પણ તમારી ત્વચા માટે જીવલેણ છે! પરંતુ આવનાર મહિનામાં જ થવાના તમારા લગ્ન તો કરી લો આ કામ, ખીલી ઉઠશે ચહેરો

  • Share this:
મહિલાઓથી લઈને પુરૂષો સુધી તેઓ તેમની ત્વચા અને સુંદરતા પ્રત્યે ખૂબ જાગૃત બની રહ્યા છે. આ જ કારણ છે કે લોકો પાર્લરમાં પાણીની જેમ પૈસા અને સમય બંને ખર્ચી નાખે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી મહેનત છતાં પ્રદૂષણ જોખમી સ્તર પર પહોંચી ગયું છે, તે ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા અને સુંદરતા બંને માટે ખૂબ જ નુકસાનકારક છે. પ્રદૂષણથી બચવા માટે, વ્યક્તિ હંમેશાં ઘરમાં રહી શકતો નથી. તો તમે તમારા ચહેરાની સંભાળ રાખવા માટે કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી તમારા ચહેરાને તેજસ્વી બનાવી શકો છો. પ્રદુષણ પણ તમારી ત્વચા માટે જીવલેણ છે! પરંતુ તમે તમારા ચહેરાની સંભાળ રાખવા માટે કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ જરૂર કરી શકો છો.

રાત્રે સૂતા પહેલાં ચહેરા પર લગાવો આ વસ્તુ, સવારે ઉઠતાં જ ચોંકી ઉઠશો

ખાંડ અને લીંબુનો સ્ક્રબ બનાવો:

પ્રદૂષણના કારણે ચહેરા પર ઘણાં હાનિકારક કણો અને ધૂળ એકઠી થાય છે, જેના કારણે ચહેરો ધીરે ધીરે નિસ્તેજ બનતો જાય છે. તેથી, દર અઠવાડિયે ચહેરાને સ્ક્રબિંગ કરવાની આદત પાડો. ચહેરાને સ્ક્રબ કરવા માટે તમે ખાંડ અને લીંબુનો સ્ક્રબ પણ બનાવી શકો છો. 2 ચમચી ખાંડ અને 1 લીંબુ કાપીને તેનો રસ નીચવી લો. હવે તેને હથેળી પર લઈને ચહેરા પર મસાજ કરો. આમ કરવાથી, મૃત ત્વચા નીકળી જશે અને રંગ પણ નીખરશે.

લીલી ચા ફાયદાકારક છે :
તમે સાંભળ્યું જ હશે કે ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ તે સુંદરતામાં પણ સુધારો કરી શકે છે. આ માટે ગ્રીન ટીને પીસી લો અને તેમાં થોડું પાણી ઉમેરો. હવે તેને રાત્રે સુતા પહેલા કોટન વડે ચહેરા પર લગાવો અને સવારે ઉઠીને ચહેરો પાણીથી ધોઈ લો. તે સવાર તમારા ચહેરામાં ગજબનું તેજ દેખાશે.એલોવેરા જેલ છે ગુળકારી :
એલોવેરાનો પલ્પ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને લગાવવાથી ચહેરાના ડાઘ ધીમે ધીમે ઓછા થઈ જાય છે. રાત્રે સુતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરો. ત્યારબાદ એલોવેરા જેલ કાઢી લઈને ચહેરા પર લગાવો. સવારે ઉઠ્યા પછી ચહેરાને પાણીથી ધોઈ લો. થોડા દિવસો સુધી આમ કરો. તફાવત તમે જાતે જ અનુભવી શકશો.

Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી માહિતી માન્યતાઓ પર આધારિત છે. ગુદરાતી news18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.

આ પણ વાંચો- કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ
આ પણ વાંચો-
 
 આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
First published: November 4, 2019, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading