પ્રદૂષણથી બચવા માટે આ ઘરેલું ઉપાય અનુસરો, ઈમ્યૂનિટી સારી રહેશે

News18 Gujarati
Updated: November 4, 2019, 2:08 PM IST
પ્રદૂષણથી બચવા માટે આ ઘરેલું ઉપાય અનુસરો, ઈમ્યૂનિટી સારી રહેશે
પ્રદૂષણથી બચવા માટે આ ઘરેલું ઉપાય અનુસરો

યુનાની પધ્ધતિમાં કેટલાક ઘરેલું ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અપનાવીને તમે પ્રદૂષણને કારણે થતાં રોગોથી છૂટકારો મેળવી શકો છો ...

  • Share this:
Delhi-NCR  (દિલ્હી-એનસીઆર) માં દિવાળી બાદ વધતા હવાના પ્રદૂષણને કારણે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. જેના કારણે મોટા ભાગના લોકો તેને ટાળવા માટે ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરે છે. ઝાકળની ચાદરમાં લપેટાયેલી દિલ્હી એનસીઆરની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. રાસાયણિક કચરાના કારણે હવા ઝેરી બની ગઈ છે. આ જ કારણ છે કે કેટલાક લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી આવી રહી છે. દિલ્હી-એનસીઆરની કથળતી હાલત જોઈને સુપ્રીમ કોર્ટની પેનલે દિલ્હી-એનસીઆરમાં આરોગ્ય કટોકટીની જાહેરાત કરી છે. ત્યાં સુધી કે 5 અને 6 નવેમ્બરના રોજ પણ વાતાવરણના જોખમી સ્તર અને પ્રદૂષણને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ જાહેર કરવામાં આવી છે. વધતા પ્રદૂષણને કારણે, ઉધરસ, શરદી, ગળા અને આંખોમાં ચેપ અને શ્વસન રોગો થઈ રહ્યા છે. પરંતુ યુનાની ચિકિત્સા પદ્ધતિમાં, કેટલાક ઘરેલું ઉપાય જણાવવામાં અવાય છે. જેની મદદથી તમે પ્રદૂષણને લીધે થતાં રોગોથી છૂટકારો મેળવી શકો છો ...

પ્રદૂષણથી બચવા માટે આ ઘરેલું ઉપાયને અનુસરો, રોગપ્રતિકારક શક્તિ સારી રહેશે. યુનાની પધ્ધતિમાં કેટલાક ઘરેલું ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અપનાવીને તમે પ્રદૂષણને કારણે થતાં રોગોથી છૂટકારો મેળવી શકો છો ...

ગુલાબજળનો ઉપયોગ કરો:

NTB એ યુનાની ચિકિત્સા પદ્ધતિ જવાબદારી આપતા લખ્યું છે કે વધતા પ્રદૂષણને કારણે આંખોમાં બળતરા થવાની ફરિયાદો આવી શકે છે. તેથી, દરરોજ સૂતા પહેલા આંખોમાં એક કે બે ટીપાં ગુલાબજળ કે આંખોના ટીપાંનો ઉપયોગ કરવો વધુ સારો છે.

વાયુ પ્રદૂષણને કારણે ઘણી વખત ગળામાં દુખાવો, ચેપ, ખાંસી અને શરદી જેવી સમસ્યાઓ થાય છે. તેનાથી બચવા માટે તમારે મધ, આદુ, કાળા મરી અને તુલસીના પાનથી બનેલી ચા લેવી જોઈએ. યુનાની પદ્ધતિની દવા મુજબ, બનફ્શા અને લૌક બદામ એ પ્રદૂષણથી થતી તકલીફોથી બચવા ખૂબ જ ફાયદાકારક છે.

આ પણ વાંચો- કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સઆ પણ વાંચો-  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading