શું તમે પણ નસકોરાની ટેવથી પરેશાન છો? આ સરળ પગલાઓથી મળશે છૂટકારો

શું તમે પણ નસકોરાની ટેવથી પરેશાન છો? આ સરળ પગલાઓથી મળશે છૂટકારો
પ્રતિકાત્મક તસવીર

નસકોરા લેનારને તેના વિશે કદાચ ખબર ન હોય, પરંતુ જે વ્યક્તિ તેની સાથે સૂઈ જાય છે, તેની ઊંઘ સંપૂર્ણપણે બગડે છે. તમારે જાણવું જોઈએ કે સૂતી વખતે નસકોરાં લેવાં એ કુદરતી નથી

 • Share this:
  સૂતી વખતે નસકોરાં આવવા સામાન્ય સમસ્યા છે. જેમાં સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તમને ઊંઘ આવવાની શરૂઆત થાય, તમારા મોં અને નાકમાં હવાનો પ્રવાહ આંશિક રીતે અવરોધિત થાય છે અને એક વિચિત્ર અવાજ શરૂ થાય છે. જોકે, નસકોરા લેનારને તેના વિશે કદાચ ખબર ન હોય, પરંતુ જે વ્યક્તિ તેની સાથે સૂઈ જાય છે, તેની ઊંઘ સંપૂર્ણપણે બગડે છે. તમારે જાણવું જોઈએ કે સૂતી વખતે નસકોરાં લેવાં એ કુદરતી નથી. જો તે ખૂબ વધી જાય છે અથવા તેને દિવસો સુધી ઇગ્નોર કરવામાં આવે છે, તો તે જોખમી પણ હોઈ શકે છે. જેથી નસકોરા લેનારને તરત જ ડોક્ટર સાથે આ અંગે ચર્ચા કરવી જોઈએ. નસકોરાનો સીધો સંબંધ તમારા હ્રદય સાથે છે, જે પછીથી હૃદય સંબંધિત અનેક રોગોનું કારણ બની શકે છે. પરંતુ જો તે તેના પ્રારંભિક સ્વરૂપમાં છે, તો કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને તેને દૂર કરી શકાય છે. ચાલો જાણીએ આ ઉપાય વિશે.

  વજન ઓછું કરવું મહત્વપૂર્ણ  નસકોરાંનું કારણ સામાન્ય રીતે ગંભીર હોતું નથી, જેને તમે જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને દૂર કરી શકો છો. વધારે વજન હોવું એ નસકોરાનાં ઘણાં કારણોમાંથી એક હોઈ શકે છે. વધુ વજનવાળા લોકોમાં નસકોરા લેવાની સંભાવના વધારે છે. જો તમે તમારા જીવનમાં તંદુરસ્ત ખોરાકની સાથે નિયમિત વર્કઆઉટ્નો સમાવેશ કરો છો, તો તે વજન ઘટાડશે અને નસકોરાને રોકવામાં મદદ કરશે.

  આ પણ વાંચો - મેલ ફર્ટિલિટી પર અસર કરી રહ્યા છે Laptop, આટલું રાખો ધ્યાન, નહીં તો, વીર્યની ગુણવત્તાને થશે અસર!

  આદુ અને મધની ચા

  આદુ એક બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ એજન્ટ તરીકે કામ કરે છે, જે નસકોરાને રાહત આપે છે. તે એક સામાન્ય ઘરેલું સુપરફૂડ છે, જે અપચો અને ખાંસી જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉપચાર કરી શકે છે. જો તમે નસકોરાની સમસ્યા સાથે લડી રહ્યાં છો, તો તેનાથી છૂટકારો મેળવવા માટે, દિવસમાં બે વખત આદું અને મધની ચા પીવો. આ ખૂબ ફાયદાકારક રહેશે.

  આ પણ વાંચો - સાવધાન! ટિક્ટોકરને ભારે પડ્યો ટર્મરિક ફેસ માસ્કનો પ્રયોગ, આખું અઠવાડિયું ચહેરો રહ્યો ઓરેન્જ કલરનો

  અનાનસ, કેળા અને નારંગી ખાઓ

  જો તમારી ઊંઘની ગુણવત્તા સુધરે, તો નસકોરાથી રાહત મળી શકે છે. સારી નિંદ્રા શરીરમાં મેલાટોનિનનું પ્રમાણ વધારે છે. મેલાટોનિન ખરેખર એક હોર્મોન છે, જે આપણને નિંદ્રા આપે છે. આવી સ્થિતિમાં તમારે એવા ખોરાક ખાવા જોઈએ જેમાં મેલાટોનિન વધુ પ્રમાણમાં હોય. તે અનાનસ, કેળા અને નારંગીમાં પુષ્કળ પ્રમાણમાં છે. તેમના દ્વારા નસકોરાં રોકી શકાય છે.
  Published by:kiran mehta
  First published:February 13, 2021, 15:04 pm

  ટૉપ ન્યૂઝ