Home /News /lifestyle /

Heatstroke: લૂ લાગવાથી બચવાના ઉપાય, અહીં જાણો કારણ અને લક્ષણ જેવી તમામ માહિતી

Heatstroke: લૂ લાગવાથી બચવાના ઉપાય, અહીં જાણો કારણ અને લક્ષણ જેવી તમામ માહિતી

લૂથી બચવાં અપનાવી જુઓ આ ઉપાય

હિટ સ્ટ્રોક (Heat stroke) એટલે શું? તેના લક્ષણો શું હોય છે? લૂ લાગે તો કયા ઘરગથ્થુ ઉપચાર (Home remedies for heat stroke) કરી શકાય તે અંગે જાણવું જરૂરી બની જાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કાળઝાળ ગરમી (Heat)ના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. બપોરના સમયે ગલીઓમાં કરફ્યુ લાગી ગયો હોય તેવો માહોલ જોવા મળે છે. ઘણા શહેરોમાં ગરમીનો પારો 43-44 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. જેથી લોકો લૂ લાગવાથી બચવા માટે અલગ અલગ ઉપાયો કરે છે. ત્યારે હિટ સ્ટ્રોક (Heat stroke) એટલે શું? તેના લક્ષણો શું હોય છે? લૂ લાગે તો કયા ઘરગથ્થુ ઉપચાર (Home remedies for heat stroke) કરી શકાય તે અંગે જાણવું જરૂરી બની જાય છે.

    લૂ લાગવી એટલે શું?

    હિટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાની સ્થિતિ મુશ્કેલ હોય છે. શરીર તાપમાન કંટ્રોલ ન કરી શકે ત્યારે લૂ લાગી તેમ કહી શકાય. લૂ લાગે ત્યારે શરીરનું તાપમાન ખૂબ ઝડપથી વધવા લાગે છે અને તેને નિયંત્રણમાં લેવું મુશ્કેલ હોય છે. કોઈ વ્યક્તિને લૂ લાગે ત્યારે તેના શરીરમાં રહેલું પરસેવા માટેનું મેકેનિઝમ પણ ફેલ થઈ જાય છે. જેથી તેને પરસેવો વળતો નથી. હીટ-સ્ટ્રોક લાગે ત્યારે 10થી 15 મિનિટની અંદર શરીરનું તાપમાન 106 ડિગ્રી ફેરનહીટ અથવા તેનાથી વધુ થઈ શકે છે. જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ કે ઓર્ગન ફેઈલ થઈ શકે છે.

    હીટ સ્ટ્રોકના લક્ષણો

    હીટ સ્ટ્રોકના લક્ષણો સમયસર ઓળખી કાઢવામાં આવે તો સારવારમાં મદદરૂપ થઈ શકે છે. જેથી હીટ સ્ટ્રોકના તમામ લક્ષણોને ઓળખવા જરૂરી છે

    - માથાનો દુ:ખાવો

    - ચિત્તભ્રમ

    - તીવ્ર તાવ

    - બેભાન થવું

    - માનસિક સ્થિતિ વણસવી

    - ઉબકા અને ઊલટી

    - ત્વચાની લાલાશ

    - હૃદયના ધબકારામાં વધારો

    - ત્વચાને નરમ થઈ જવી

    - ત્વચા સૂકાવી



    આ પણ વાંચો-Summer Tips: ઉનાળામાં પેટની ગડબડ દૂર કરશે આ 3 ડ્રિંક્સ, પીતા જ શરીર થઈ જશે ઠંડુ

    હીટસ્ટ્રોના કારણો

    ગરમ જગ્યાએ લાંબા સમય સુધી રહેવાથી લૂ લાગી શકે છે. ઠંડા વાતાવરણથી અચાનક કોઇ ગરમ જગ્યાએ જવાથી પણ હીટ સ્ટ્રોકનો ખતરો રહે છે. ગરમ હવામાનમાં વધુ કસરત કરવી એ પણ હીટ સ્ટ્રોકનું મુખ્ય કારણ છે.

    અન્ય કારણો

    ગરમીમાં વધુ પરસેવો થયા પછી પણ પૂરતું પાણી ન પીવામાં આવે તો તકલીફ સર્જાઈ શકે છે. આલ્કોહોલનું સેવન વધુ કરવામાં આવે ત્યારે શરીર તાપમાન કંટ્રોલ કરવાની શક્તિ ગુમાવે છે. તેનાથી હીટ સ્ટ્રોક પણ થઈ શકે છે. ગરમીમાં પરસેવો અને હવા પસાર ન થઈ શકે તેવા કપડાં પહેરો ત્યારે પણ હીટ સ્ટ્રોકનો ખતરો વધી શકે છે.

    હીટસ્ટ્રોકથી રાહત મેળવવાના ઉપાયો

    લૂ લાગી ગઈ હોય અને તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો ઓર્ગન ફેઈલર, મૃત્યુ, બ્રેઈન ડેડ સહિતની કેટલીક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જો કોઈને હીટ સ્ટ્રોક આવે છે, તો તમે તરત જ નીચે જણાવેલ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો.

    • લૂ લાગી હોય તે વ્યક્તિને તડકામાં ન રાખો.

    • કપડાંની જાડી લેયર હટાવીને હવા આવવા દો.

    • શરીરને ઠંડુ કરવા માટે કૂલર અથવા પંખામાં બેસો

    • ઠંડા પાણીથી નહાવું

    • ઠંડા પાણીના કપડાથી શરીરને લૂછો

    • માથા આઇસ પેક અથવા ભીનું કપડું રાખો

    • ઠંડા પાણીમાં પલાળેલા ટુવાલને માથા, ગરદન, બગલ અને કમર પર રાખો

    • આ ઉપાયો બાદ પણ તાપમાન ન ઘટે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો
    First published:

    Tags: Heat stroke, Lifestyle, Summer, આરોગ્ય

    આગામી સમાચાર