Home /News /lifestyle /શું તમને પણ થાય છે વધુ પડતો પરસેવો, તો આ ઉપાયોથી મળી શકે છે રાહત

શું તમને પણ થાય છે વધુ પડતો પરસેવો, તો આ ઉપાયોથી મળી શકે છે રાહત

શું તમને વધુ પડતો પરસેવો થાય છે?

Excessive Sweating: પરસેવો થવો એ એક કુદરતી પ્રક્રિયા છે, આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો (Home Remedies) વિશે જાણીએ, જેનાથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શરીરમાં પરસેવો (Sweat) થવો એ સ્વાસ્થ્યપ્રદ બાબત માનવામાં આવે છે, પરંતુ બીજી તરફ જો જરૂરિયાત કરતાં વધુ પરસેવો નીકળે તો કપડાંમાંથી દુર્ગંધ આવવા જેવી નેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. વધુ પડતા પરસેવા (Excessive Sweating)ના કારણે કપડાં બગડી જાય છે અને કપડામાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે. પરસેવાની ગંધ ક્યારેક શરમમાં મુકવાનું કારણ બની શકે છે. તેથી, જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો અને અને દૈનિક ધોરણે તેનો સામનો કરી રહ્યાં છો, તો જાણો કઈ રીતે આ સમસ્યાથી છુટકારો મેળવવો.

    પરસેવો થવો એ એક કુદરતી પ્રક્રિયા છે, આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો વિશે જાણીએ, જેનાથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

    ટામેટાનો રસ

    ટામેટાં ન માત્ર ખાવાનો સ્વાદ જ વધારે છે, પણ તેમાં માત્રામાં એન્ટિ-ઓક્સિડેન્ટ હોય છે, જે વધારે પડતા પરસેવાની સમસ્યાને દૂર કરે છે. ટામેટાંનો રસ પરસેવાની સમસ્યાને ઓછી કરવામાં મદદ મળે છે. તેના ઉપયોગ માટે તમે ટામેટાંનો રસ લો અને તેમાં કાપડ નાંખીને પલાળી લો. હવે આ પલાળેલા કાપડને શરીરના અસરગ્રસ્ત ભાગ પર લગાવો. જો તમને વધુ પરસેવો આવવાની સમસ્યાથી પરેશાન છો તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ ઉપાય તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે.

    લીંબુના રસનો ઉપયોગ

    જો તમે વધુ પડતા પરસેવાની સમસ્યાથી પરેશાન છો, તો લીંબુના રસનો ઉપયોગ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે, તેનો ઉપયોગ કરવા માટે, તમે નહાવાના પાણીમાં લીંબુ નીચોવી લો. પછી તેનો ઉપયોગ કરો. તેના રોજિંદા ઉપયોગથી તમે ફ્રેશ મહેસૂસ કરશો. આ પ્રકારે લીંબુનો ઉપયોગ વધુ પડતા પરસેવાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.

    આ પણ વાંચો-પેટ પર જામેલી ચરબીનાં થર ઘટાડવા અપનાવી જુઓ આ 5 આસાન ટિપ્સ

    કોટનનો ઉપયોગ કરો

    વધુ પડતા પરસેવાની સમસ્યા ઉનાળામાં થતી હોય છે. તેથી સલાહ આપવામાં આવે છે કે ઉનાળા દરમ્યાન કોટનના કપડા પહેરવા જોઈએ. કોટનના કપડા લાંબાગાળા સુધી તમને ફ્રેશ રાખવામાં મદદ કરશે. કોટનના કપડા પહેરવાથી શરીરને જરૂરી હવા મળતા રહે છે જેના કારણે આ કપડા વધુ પડતા પરસેવાની સમસ્યાને પણ દૂર કરશે.

    આ પણ વાંચો-ઉનાળામાં મીઠા મધનાં આ ઉપાયો તમારી સુંદરતા અને સ્વાસ્થ્ય વધારશે

    ડાયટમાં પલિક્લિડ્સનો કરો સમાવેશ

    પરસેવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે ઉનાળાની ઋતુમાં હળવા ખોરાકનુ સેવન કરવું જોઈએ. તમે ફુદીનો, પપૈયું, સંતરા, તરબૂચ, ટેટી વગેરે ફળોના જ્યુસને ડાયટમાં સામેલ કરી શકો છો. તેમાં સોડિયમની માત્રા ઓછી હોય છે સાથે જ તેમાં ફાઇબર પણ ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આ પ્રકારના જ્યુસ અને ફળો ડાયટમાં સામેલ કરવાથી શરીરને ઠંડક મળી રહે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Beauty Tips, Excessive Sweating, Home Remedies, આરોગ્ય

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन