Home /News /lifestyle /થાઇરોઇડમાં હાઇ ડોઝની દવા લો છો? તો આ ઘરેલું ઉપાયોથી કરી દો કંટ્રોલ, 100 ટકા રિપોર્ટ સારો આવશે
થાઇરોઇડમાં હાઇ ડોઝની દવા લો છો? તો આ ઘરેલું ઉપાયોથી કરી દો કંટ્રોલ, 100 ટકા રિપોર્ટ સારો આવશે
આ ઉપાયોથી થાઇરોઇડ કંટ્રોલ કરો
Remedies of thyroid: થાઇરોઇડની સમસ્યા દિવસેને દિવસે ખૂબ જ વધી રહી છે. થાઇરોઇડ મહિલાઓમાં વધારે પ્રમાણમાં થાય છે. આમ, જો તમને થાઇરોઇડ છે તો આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ઉપાયોથી થાઇરોઇડને તમે કંટ્રોલમાં કરી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ સમયમાં થાઇરોઇડની સમસ્યા ખૂબ જ વધી ગઇ છે. થાઇરોઇડની સમસ્યા પુરુષો કરતાં મહિલાઓમાં વધારે જોવા મળે છે. ઘણી મહિલાઓને થાઇરોઇડ પ્રેગનન્સી પછી આવતો હોય છે. થાઇરોઇડ ગ્લેન્ડમાં હોર્મોનનું સંતુલન બગડી જવાને કારણે આ સમસ્યા થાય છે. મહિલાઓને થાઇરોઇડ થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો તમને થાઇરોઇડ છે એ વાતની જાણ થાય ત્યારે તમારે ડોક્ટરની સલાહ મુજબ રિપોર્ટ કઢાવવા ખૂબ જરૂરી છે. થાઇરોઇડમાં વધ-ઘટ થતી રહેતી હોય છે. થાઇરોઇડ જેને હોય એ લોકો રોજ સવારમાં દવા લેવી ખૂબ જરૂરી છે. પરંતુ તમને જણાવી દઇએ થાઇરોઇડને તમે ઘરેલું ઉપાયોથી પણ કંટ્રોલ કરી શકો છો. તો જાણો આ ઉપાયો વિશે તમે પણ...
જો તમને થાઇરોઇડ છે તો તમે દવા ચાલુ રાખો અને એની સાથે-સાથે આ ઉપાય પણ કરી શકો છો. આ માટે તમે એક ડુંગળી લો અને તમારા ગળા પર મસાજ કરો. આ માટે તમારે ડુંગળીને વચ્ચેથી કટ કરીને બે ભાગ કરી લેવાના છે. આ ડુંગળી તમારે ઘડિયાળની દિશામાં ફેરવવાની રહેશે. જો તમે ડુંગળીથી આ રીતે રોજ મસાજ કરો છો તો તમને ગળુ સુકાશે નહીં અને સાથે ફાયદો પણ થશે.
થાઇરોઇડ તમને છો તો તમે દવા ચાલુ રાખો અને સાથે કંટ્રોલ કરવા માટે રોજ રાત્રે હળદર દૂધ પીને સૂઇ જાવો. જો તમને હળદર દૂધ ભાવતું નથી તો તમે રોજ સવારમાં હળદર પાણી પીવો. આ માટે તમે થોડુ પાણી ગરમ કરો અને એમાં ચપટી હળદર અને સંચળ નાંખો. ત્યારબાદ આ પાણી તમે સવારમાં પી લો. આ પાણી પીવાથી તમને ગળામાં રાહત થાય છે. હળદર દૂધ અને પાણી થાઇરોઇડ ગ્લેન્ડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
જ્યૂસ ના પીઓ
જો તમને થાઇરોઇડ છે તો તમે ફ્રૂટ જ્યૂસ ક્યારે પણ પીશો નહીં. ડોક્ટર પણ આ તકલીફમાં જ્યૂસ પીવાની ના પાડે છે. આમ જો તમને થાઇરોઇડ છે તો તમે ફ્રૂટ ખાઓ, પરંતુ ફ્રૂટ જ્યૂસ પીશો નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર