દવાઓ લેવા છતાં શરદી-કફ જતા નથી? તો અજમાવો આ અકસીર ઘરગથ્થુ ઉપાયો

News18 Gujarati
Updated: January 12, 2020, 3:23 PM IST
દવાઓ લેવા છતાં શરદી-કફ જતા નથી? તો અજમાવો આ અકસીર ઘરગથ્થુ ઉપાયો
પ્રતિકાત્મક તસવીર

તમારે આ ઉપચારો સતત સપ્તાહ સુધી કરવો જોઇએ.

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક : વધતી શરદી અને ઠંડા પવનોને કારણે કફની સમસ્યા વધતી જાય છે. શિયાળાનાં આવી સમસ્યાઓ માટે ઘરગથ્થુ ઉપચારો ઘણાં જ અકસીર માનવામાં આવે છે. તમારે આ ઉપચારો સતત સપ્તાહ સુધી કરવો જોઇએ. તો તેનાથી ચોક્કસ ફરક પડશે. તો જોઇએ કે કેવા શરદી કફમાં તમે કયા સરળ ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકો છો.

  • ડ્રાય કફ એટલે કે સૂકી ખાંસી, ગળું ખૂબ દુખતું હોય, પાણી પીવામાં કે કશું ગળવામાં દુખાવો થતો હોય ત્યારે તમે આ ઉપચાર અજમાવી શકો છો. હળદર અને ખડી સાકરનો પાઉડર બન્ને સપ્રમાણ લઈને ફાકી જવાનું. આ ઉપચાર દિવસમાં કોઈ પણ સમયે લઈ શકાય. દિવસમાં બે વખત એ લઈ શકાય છે. ખાસ કરીને એક વખત દિવસમાં અને એક વાર રાત્રે સૂતાં પહેલા લો તો એ ઘણું ઉપયોગી બને છે.


  • જ્યારે ભીનો કફ હોય એટલે કે ગળફા નીકળતા હોય તો તુલસીનો રસ 1 ચમચી એમાં 1 ચમચી મધ અને અડધી ચમચી હળદરનો પાઉડર ભેળવીને લઈ શકાય. દિવસમાં કોઈ પણ સમયે એક કે બે વાર આ લઈ શકાય છે. જો મધ ન વાપરવું હોય તો એની જગ્યાએ ગોળ વાપરી શકાય છે.

  • જો સફેદ ચીકણો કફની સમસ્યા હોય તો એક ચમચી આદુનાં રસમાં 1 ચમચી મધ અને અડધી ચમચી હળદર ભેળવીને લઈ લેવું. આ પણ દિવસમાં કોઈ પણ સમયે એક કે બે વાર લઈ શકાય. અહીં પણ જે લોકો મધ ન વાપરે તે ગોળ વાપરી શકે છે.

  • જામેલા કફની સમસ્યા માટે હળદરનો પ્રયોગ એક પ્રભાવશાળી ઉપાય છે. હળદર એક શ્રેષ્ટ એન્ટીસેપ્ટિક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં છે સાથે જ કકર્યૂમિન પણ હોય છે. જે શરીરની ઘણી બધી આંતરિક અને બાહ્ય સમસ્યાઓમાં ફાયદો કરે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં હડદર અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર મિક્ષ કરો. હવે તેમાં એક ચમચી મધ પણ નાખો. આ દૂધનું રોજ સેવન કરવાથી થોડાક જ દિવસમાં છાતી અને ગળામાં જામેલો કફ સાફ થઈ જશે.

આ પણ વાંચો : શિયાળાની વાનગીઓ : હળદરની સબ્જી ઉપરાંત આ અવનવી વાનગીઓ માણી છે?

આ પણ વાંચો : HealthTips: ઊંઘ નથી આવતી તો દવાઓ કેમ ખાવી? અજમાવો આ ઉપાયો

 

 
First published: January 12, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading