Home /News /lifestyle /દિવાળીની સફાઇ પહેલા ઘરે બનાવો આ સ્પ્રે અને છાંટી દો બધી જગ્યાએ, કીડી+મકોડા+વંદા ભાગી જશે

દિવાળીની સફાઇ પહેલા ઘરે બનાવો આ સ્પ્રે અને છાંટી દો બધી જગ્યાએ, કીડી+મકોડા+વંદા ભાગી જશે

આ રીતે ઘરે બનાવો કીટનાશક સ્પ્રે

Home Remedies: તમે તમારા ઘરમાં માખી-મચ્છર અને વંદાથી કંટાળી ગયા છો તો આ ઘરેલું સ્પ્રે તમારા માટે સૌથી બેસ્ટ છે. આ સ્પ્રે તમારા ઘરમાં રહેલી જીવતોને પણ દૂર કરે છે. આ સ્પ્રે તમે એક વાર ઘરે બનાવીને બોટલમાં ભરી લો છો તો એ લાંબો સમય સુધી ચાલે છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકો અત્યારથી જ દિવાળીની સફાઇમાં લાગી ગયા છે. આ સાથે જ ઘણાં લોકો નવરાત્રી પછી દિવાળીની સફાઇ ઘરમાં અને ઓફિસમાં ચાલુ કરશે. આ સફાઇ કરતી વખતે નાની-નાની વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. દિવાળીમાં સફાઇ એ માટે કરવી પડે છે કે ચાર મહિનાના ચોમાસામાં વરસાદી સિઝનમાં ઘરમાં નાની-નાની જીવાત,મચ્છર, કિડી મકોડા, વંદા થઇ ગયા હોય છે. આ માટે ઘરની વસ્તુઓની સફાઇ કરવા માટે  તડકામાં મુકવામાં આવે છે જેથી કરીને જીવાત કે બીજુ કંઇ હોય તો એ નિકળી જાય.

    આ સાથે જ અનેક લોકો જ્યારે દિવાળીની સફાઇ કરે ત્યારે ઘરમાં વંદા, જીવાત નિકળતી હોય છે જેના કારણે ડર લાગતો હોય છે અને સાથે સફાઇ કરવાનો મુડ પણ ખરાબ થઇ જતો હોય છે. આમ, તમે પણ તમારા ઘરમાંથી નિકળતી જીવાતથી કંટાળી ગયા છો તો આ ઘરેલું સ્પ્રે તમારા માટે બેસ્ટ છે. આ સરળ રીતથી તમે સફાઇ કરો છો તો એક પણ જીવાત તમને જોવા નહીં મળે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો કીટનાશક સ્પ્રે.

    આ પણ વાંચો: તમારું કોલેસ્ટ્રોલ બહુ વધી જાય છે?

    કીટનાશક સ્પ્રે બનાવવાની સામગ્રી


    એક એલોવેરા સ્ટિક

    બહુ બધા લસણના છોતરાં

    મરચાંના કટકા

    જરૂર મુજબ પાણી

    બનાવવાની રીત


    આ સ્પ્રે બનાવવા માટે એક વાસણમાં પાણી લો અને એમાં એક એલોવેરા સ્ટિક, લસણના છોતરા અને મરચાંને ઢાંકીને મુકી દો. ત્યારબાદ ત્રણ દિવસ સુધી આ પાણીને ઢાકેલું રાખો. ત્યારબાદ આમાં રહેલી વસ્તુઓને પીસી લો અને પછી ગાળી લો. તો તૈયાર છે તમારું સ્ટ્રોંગ કીટનાશક સ્પ્રે. હવે આ સ્પ્રેને સ્પ્રેની અથવા તો સાદી બોટલમાં ભરી લો.

    આ પણ વાંચો: આ એક વસ્તુને કારણે કપલ વચ્ચે થાય છે ઝઘડા

    આ રીતે કરો ઉપયોગ


    તમારા ઘરમાં જે જગ્યા પર વધારે જીવાત, કીડી, મકોડા અને વંદા નિકળે છે ત્યાં તમે આ સ્પ્રે કરી લો. આ સ્પ્રે કરવાથી તમારા ઘરમાં આ ટાઇપની જીવાત નિકળશે નહીં. મચ્છરો માટે પણ તમે આ સ્પ્રે નાંખી શકો છો.


    તમારા ગાદલામાં આ સ્પ્રે નાંખીને તમે બે દિવસ સુધી તડકામાં મુકી રાખો છો તો એમાં જીવાત પડતી નથી અને એકદમ ચોખ્ખુ થઇ જાય છે. આ સાથે જ તમે તમારા ઘરમાં રોજ ખુણા-ખાંચરામાં આ સ્પ્રે નાંખી દો જેથી કરીને ઘરમાં નિકળતા વંદા પણ બંધ થઇ જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Home Remedies, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन