Home /News /lifestyle /ડબલ ઋતુમાં બાળકો જલદી શરદી, ખાંસી અને તાવની ઝપેટમાં આવે છે, આ ઘરેલું ઉપાયોથી મેળવો તરત રાહત

ડબલ ઋતુમાં બાળકો જલદી શરદી, ખાંસી અને તાવની ઝપેટમાં આવે છે, આ ઘરેલું ઉપાયોથી મેળવો તરત રાહત

આ રીતે તાવ, શરદી અને ખાંસમાંથી બાળકને બચાવો

Home remedies for viral infection in child: હાલમાં ડબલ ઋતુ ચાલી રહી છે ત્યાં અનેક બાળકો શરદી-ખાંસી, કફ અને તાવની ઝપેટમાં આવી રહ્યા છે. આ સિઝનમાં બાળકોની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. જો તમે બાળકોની યોગ્ય રીતે કાળજી રાખતા નથી તો ઇમ્યુનિટી નબળી થઇ જાય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલમાં ડબલ ઋતુ શરૂ છે ત્યાં અનેક નાના બાળકો શરદી-ખાંસી અને તાવની ઝપેટમાં આવી રહ્યા છે. આ ઋતુ એવી છે જેમાં બાળકોની ઇમ્યુનિટી વધારવી ખૂબ જરૂરી છે. જો આ સમયમાં બાળકોની ઇમ્યુનિટી નબળી પડવા લાગવા છે તો વાયરલ તેમજ બીજું ઇન્ફેક્શન થવાના ચાન્સિસ ખૂબ વધી જાય છે. આ માટે જરૂરી છે કે બાળકોનું આ સિઝનમાં પૂરતું ધ્યાન આપો. બીમારીને કારણે બાળક ચિડીયું થઇ જાય છે અને ખાવાનું પણ ઓછુ કરી દે છે. તબિયત સારી ના હોવાને કારણે બાળકને રમવાની પણ મજા આવતી નથી. આ ઘરેલું ઉપાયોથી બાળકોને આ સિઝનમાં થતી શરદી-ખાંસી અને તાવમાંથી રાહત મેળવો.

    આ પણ વાંચો: ભૂલથી પણ કોન્ડોમ આ જગ્યાએ ના મુકતાં નહીં તો...

    હળદરવાળુ દૂધ


    તમે બાળકોને હળદર દૂધ આપો છો તો સૌથી બેસ્ટ છે. હાલમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે શરદી-ખાંસી જેવી સમસ્યા વધી ગઇ છે. હળદર દૂધ પીવાથી બાળકની ઇમ્યુનિટી વધે છે. આ દૂધ બાળકને શરીરમાં ગરમી લાવે છે. હળદર એન્ટી બાયોટિક હોવાથી કફ જેવી સમસ્યામાંથી પણ રાહત અપાવે છે.

    આ પણ વાંચો: કિડનીને ફેલ થતી બચાવવી હોય તો ખાઓ આ Foods

    ઉકાળો


    તમે નાના બાળકોને ત્રણથી ચાર ચમચી ઉકાળો પણ પીવડાવી શકો છો. આ માટે તમે એક તપેલીમાં બે કપ પાણી લો અને એમાં તજ, લવિંગ, આદુ અને તુલસી નાંખો. ત્યારબાદ આ બધી જ વસ્તુઓને ધીમા ગેસ પર 10 થી 15 મિનિટ માટે થવા દો. બે કપ પાણીમાંથી એક કપ કરતાં ઓછુ થાય એટલે ગેસ બંધ કરી દો. ત્યારબાદ આ ઉકાળો ગરમ ઓછો થાય એટલે કે હુંફાળો ઓછો થાય ત્યારે બેથી ત્રણ ચમચી જેટલો બાળકને પીવડાવી દો. આમ કરવાથી બાળકને શરદી-ખાંસીમાંથી રાહત થઇ જશે અને કફ પણ નિકળી જશે.

    સ્ટીમ


    શરદી-ખાંસીને છૂટ્ટી પાડવા માટે સ્ટીમ સૌથી બેસ્ટ છે. સ્ટીમ લેવાથી કફ છૂટો પડવા લાગે છે જેના કારણે બાળકને રાહત થઇ જાય છે. સ્ટીમ લેવાથી બંધ નાક અને ગળુ સારું થઇ જાય છે.



    આ માટે તમે બાળકોને દિવસમાં 2 થી 3 વાર સ્ટીમ લેવડાવી શકો છો. પરંતુ બાળકોને સ્ટીમ અપાવતા સમયે ખાસ સાવચેતી એ રાખો એ દાઝે નહીં. સ્ટીમ લેવાથી છાતીમાં જમા થયેલો કફ નિકળી જાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Child, Life style, Milk

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन