મિનિટોમાં જ દૂર થઇ જશે આંખની નીચેના ડાર્ક સર્કલ

News18 Gujarati
Updated: June 7, 2019, 2:12 PM IST
મિનિટોમાં જ દૂર થઇ જશે આંખની નીચેના ડાર્ક સર્કલ
વિવિધ જીવનશૈલીઓ,તણાવ અને રાત્રે મોડે સુધી કામ કરતા રહેવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ હોવાનું સામાન્ય છે.

વિવિધ જીવનશૈલીઓ,તણાવ અને રાત્રે મોડે સુધી કામ કરતા રહેવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ હોવાનું સામાન્ય છે.

  • Share this:
વિવિધ જીવનશૈલીઓ,તણાવ અને રાત્રે મોડે સુધી કામ કરતા રહેવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ હોવાનું સામાન્ય છે. અનેક વખત લાંબા સમય સુધી ટીવી સ્ક્રીન સામે બેસી રહેવાથી પણ આવું થાય છે. આંખોની નીચેના આ કાળા ડાર્ક સર્કલને લઇને યુવકો અને યુવતીઓ પરેશાન રહે છે. આ ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા આ નુસ્ખાને અજમાવો.

આંખોની નચે સર્કલને દૂર કરવા માટે, આઇસ ટ્રેમાં દૂધ ઉમેરીને તેને નાના ક્યૂબમાં જમાવી લો. ફ્રોઝન ક્યુબ્સને સોફ્ટ નરમ કપડામાં મૂકો અને તેને આંખો પર લગાવો. તે આંખો માટે ટોનિકનું કામ કરે છે. કાકડીની પાતળી સ્લાઇસીસ અડધા કલાક સુધી આંખો પર રાખી શકો છો. તેને તમારા આહારમાં પણ સામેલ કરી શકો છો.આંખોના ઘેરા વર્તુળોને દૂર કરવા માટે દિવસમાં બે વાર ગુલાબના પાણીમાં કોટનને બંધ આંખો પર રાખો. તેનાથી આંખ પર રાહત મળશે, અને ત્વચાનો કલર પણ હલ્કો રહેશે.

ડાર્ક સર્કલ ઘટાડવા માટે ઓલિવ તેલ પણ ખૂબ અસરકારક છે. આંગળીની ટોચ પર ઓલિવ તેલના બે ટીપાં લો અને આંખોની નચે લગાવો. આનાથી ખૂબ લાભ થશે.

બદામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. વિટામિન ઇ ખૂબ મોટી માત્રામાં જોવા મળે છે. સુતા પહેલા બદામના તેલમાં મધ ઉમેરીને આંખો નીચે લગાવો.

ગ્રીન ટી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. ટી બેગ પલકો પર મૂકી શકાય છે. તે ત્વચાના કલરને હલકો કરે છે. જેના કારણે ડાર્ક સર્કલ દૂર થઇ જશે.

ડાર્ક સર્કલ દૂર કરવા માટે ઠંડી પટ્ટી પણ તાત્કાલિક રાહત પૂરી પાડે છે તે ત્વચા અને રક્તવાહિનીઓ નિયંત્રિત કરે છે, જે આંખ નીચેના કાળપનને દૂર કરે છે.

ફુદીનાની તાસીર ખૂબ ઠંડી હોય છે. આ ડાર્ક સર્કલને દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. તેના પાંદડા આંખો નીચે રાખવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે. અને આંખો નીચે થતા બળતરા પણ ઘટાડે છે.

 
First published: June 7, 2019, 2:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading