ઊંઘીને ઉઠ્યાં બાદ આંખો દેખાય છે ફૂલેલી, તો આ ઘરેલું ઉપાયો અજમાવી દૂર કરો સમસ્યા

પ્રતીકાત્મક તસવીર

home Remedies for Puffy eyes: આંખોની આસપાસની ત્વચા ખૂબ સંવેદનશીલ હોય છે. આ સમસ્યા આંખોની (Eyes) આસપાસ તરલ પદાર્થો જમા થવાના કારણે અથવા પેરિઓર્બિટલ એડિમાના કારણે થાય છે.

  • Share this:
ઘણા લોકોને સમસ્યા હોય છે કે તેઓ જ્યારે સવારે ઉઠે છે, ત્યારે તેમની આંખોમાં સોજો(Puffy) દેખાય છે. હકીકતમાં આંખોની આસપાસની ત્વચા ખૂબ સંવેદનશીલ હોય છે. આ સમસ્યા આંખોની (Eyes) આસપાસ તરલ પદાર્થો જમા થવાના કારણે અથવા પેરિઓર્બિટલ એડિમાના કારણે થાય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે જે વધુ જંક ફૂડ, ઊંઘની કમી અને દારૂની સેવન વગેરેના કારણે પણ થાય છે. એવામાં જો તમારા ચહેરા પર કોઈપણ લક્ષણ દેખાઈ રહ્યા છે, તો તમારી લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીમાં બદલાવ લાવવાની જરૂર છે. જોકે તમે અમુક ઘરેલું ઉપાયો (Home Remedies) દ્વારા પણ આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો. આવો જાણીએ કઇ રીતે.

અજમાવો આ ઘરેલૂ ઉપાય

- જો તમારી આંખોમાં સોજો દેખાય છે તો બરફના ઠંડા પાણીથી ચહેરો ધોવો ફાયદાકારક સાબિત થશે. આમ કરવાથી આંખોના સોજામાં રાહત મળશે.

આ પણ વાંચો - Health Tips: શરીરમાં આયરનની ઉણપના કારણે વાળ અને ત્વચાને થઈ શકે આવું નુકસાન, આવી રીતે રાખો કાળજી

- આ સોજાને ઠીક કરવા માટે કાકડી પણ ફાયદાકારક છે. તમે કાકડીની સ્લાઇસને ફ્રીજમાં રાખી દો અને તેને બાદમાં આંખો પર લગભગ 15 મિનિટ સુધી રહેવા દો. સોજો જલદી જ ઉતરી જશે.

- બે ટી બેગ્સને પાણીમાં પલાળી ફ્રીજમાં તેને ઠંડી થવા માટે રાખી દો અને તે ઠંડી થઈ ગયા બાદ તેને આંખો પર રાખી દો. આંખોના સોજામાં તમને ખૂબ મદદ મળશે.

લાઇફસ્ટાઇલની અન્ય રસપ્રદ માહિતી માટે અહીં ક્લિક કરો.

- એક મેટલની ચમચી લો અને તેને થોડી વાર રેફ્રીજરેટરમાં ઠંડી થવા માટે રાખી દો. ત્યાર બાદ તેને આંખો પર રાખો. આંખોનો સોજો તરત ઉતરી જશે.

- આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે દરરોજ 5-6 લીટર પાણી પીવો. આમ કરવાથી ટોક્સિન બહાર આવી શકશે અને આંખોના સોજામાં પણ રાહત મળશે.
First published: