ચોમાસામાં હાથ-પગની ચામડી ઉતરી રહી છે? તો આ ઘરેલું ઉપાય અપાવશે છૂટકારો

તસવીર/shutterstock

Home Remedies For Skin Peeling: ચોમાસની ઋતુ (Rainy Season) શરૂ થઇ ચૂકી છે. અસહ્ય ગરમી બાદ જ્યારે વરસાદ પડે છે, તો ઘણી રાહતનો અનુભવ થાય છે. પરંતુ ઘણી વખત ચોમાસામાં અમુક લોકોને ચામડીની સમસ્યાઓ (Skin Problems) ઉદ્દભવે છે.

 • Share this:
  Home Remedies For Skin Peeling: ચોમાસની ઋતુ (Rainy Season) શરૂ થઇ ચૂકી છે. અસહ્ય ગરમી બાદ જ્યારે વરસાદ પડે છે, તો ઘણી રાહતનો અનુભવ થાય છે. પરંતુ ઘણી વખત ચોમાસામાં અમુક લોકોને ચામડીની સમસ્યાઓ (Skin Problems) ઉદ્દભવે છે. તેમાં પણ ખાસ કરીને હાથ અને પગની ચામડી ઉતરવાની સમસ્યા મોટા ભાગના લોકોમાં જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં તમારા હાથ કે પગના તળીયા પરથી ત્વચાનું ઉપરનું પળ ફાટવા કે ઉતરવા લાગે છે. જે જોવામાં ખૂબ અજીબ લાગે છે અને તમે તેનાથી જલદી છૂટકારો પણ મેળવવા માંગતા હશો. હકીકતમાં આ સમસ્યા ઘણી વખત ત્વાચાની શુષ્કતાના કારણે થઇ શકે છે. આમ તો હાથ કે પગની ચામડી ઉતરવાની આ સમસ્યા થોડા સમયમાં જાતે જ મટી જાય છે, પરંતુ જ્યાં સુધી ચામડી ઉતરતી દેખાય છે, તેનાથી અન્ય લોકો સામે શરમ અનુભવાય છે. એવામાં અમુક ઘરેલું ઉપાયો અજમાવી તમે આ સમસ્યાથી જલ્દી છુટકારો મેળવી શકો છો.

  મોઈસ્ચરાઇઝરનો ઉપયોગ

  મેડિકલ ન્યૂઝ ટૂડેના એક અહેવાલ અનુસાર ત્વચા ઉતરવાની સમસ્યાથી પરેશાન છો તો મોઈસ્ચરાઝરનો ઉપયોગ ફાયદાકારક છે. પરંતુ ધ્યાન રાખો કે સુગંધરહિત મોઈસ્ચરાઇઝરનો જ ઉપયોગ કરવો.

  સુગંધરહિત ક્લિન્ઝરનો ઉપયોગ

  ક્લિન્ઝર પણ ઉતરતી ચામડીની સમસ્યા માટે ફાયદાકારક છે. તેના માટે સુંગધિત કે જીવાણુરોધી ક્લિન્ઝરનો ઉપયોગ કરવાથી બચવું, કારણ કે તે ત્વચામાં શુષ્કતા વધારી શકે છે.

  આ પણ વાંચોઃ-Health tips: ચામાં માત્ર આ બે વસ્તુઓ ઉમેરો, ઈમ્યુનિટી બૂસ્ટરની જેમ કરશે કામ

  ગરમ પાણીથી ન્હાવું

  લગભગ 5 મિનિટ માટે શાવર લો કે સ્નાન કરો. તેનાથી ત્વચાને વધુ શુષ્ક થવાથી રોકી શકાશે. આ સિવાય ન્હાવા માટે ખૂબ ગરમ પાણીની જગ્યાએ નવશેકા પાણીનો ઉપયોગ કરો. તેનાથી ત્વચા પણ તેલ મુક્ત રહેશે એટલે કે ત્વચામાંથી વધારાનું તેલ ઓછું કરવામાં મદદ મળશે.

  ફાયદાકારક છે મધનો ઉપયોગ

  મધને ત્વચા સંબંધિત ઘણા લાભોનો શ્રેય આપવામાં આવે છે. મધ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. આ સિવાય મધ ત્વચાના સંક્રમણથી લડવામાં કે તેને રોકવામાં પણ મદદ કરે છે. મધ માત્ર સ્કિન સંબંધી જ નહીં પરંતુ તમારા સંવેદનશીલ ઉતરતી ત્વચાની પણ રક્ષા કરે છે. એવામાં તમે સ્કીન પર તેને સીધું વાપરી શકો છો.

  આ પણ વાંચોઃ-Health tips: મહિલાઓમાં ગુપ્તાંગના ઇન્ફેક્શનને દૂર કરવા પ્રોબાયોટિક્સ છે ફાયદાકારક, આવી રીતે કરે છે કામ

  ત્વચાને ઉતરતી રોકવા માટે કરો આ કામ

  હેલ્ધી ડાયટ લો

  ઇમેડી હેલ્થના એક રિપોર્ટ અનુસાર સ્વસ્થ ભોજન ત્વચાના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદરૂપ બને છે. તમારી ખોરાકની ખરાબ ટેવો ત્વચાની સમસ્યા વધારી શકે છે. એવામાં તમે તમારા શરીરને પોષણ સંબંધી જરૂરાયાતોને પૂરી કરવા માટે સંતુલિત, સારું ડાયટ લો. ભોજનમાં નટ્સ, માછલી, અળસી, ચિયા સીડ્સ વગેરે સામેલ કરો.

  ત્વચાને તડકાથી બચાવો

  સૂર્યના પ્રકાશમાં યૂવી કિરણો હોય છે જે ત્વચાને ખૂબ નુકસાન પહોંચાડે છે અને ચામડી ઉતરવાની સમસ્યાનું પ્રમુખ કારણ બને છે. તેથી તમારી ત્વચાને તડકાથી બચાવો અને ઘરથી બહાર નિકળતી સમયે શરીરને ઢાંકી લો.

  આ પણ વાંચો: શું પ્રેગ્નેન્સીમાં બદામ ખાવી યોગ્ય છે? અહીં જાણો આ જરૂરી વાતો

  ખૂબ પાણી પીવો

  દરરોજ ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીને તમારી અંદરની ત્વચાને હાઇડ્રેટ રાખો. એક સમયે એક સાથે વધુ પાણી પીવાની જગ્યાએ દિવસ દરમિયાન પ્રવાહીનું સેવન વધુ પ્રમાણમાં કરો.
  Published by:kuldipsinh barot
  First published: