Home /News /lifestyle /મોઢામાં પડતા છાલાઓથી છો પરેશાન, આ 6 ઉપાયો આપશે આરામ

મોઢામાં પડતા છાલાઓથી છો પરેશાન, આ 6 ઉપાયો આપશે આરામ

મોઢામાં પડતા છાલાઓથી છો પરેશાન, આ 6 ઉપાયો આપશે આરામ Image/shutterstock

ઘણી વખત પાચન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેટની ગરમી અને કબજીયાત વગેરે થાય તો પણ મોઢામાં છાલાઓ પડી જાય છે

    Mouth Ulcers:મોઢામાં છાલા પડવા સામાન્ય સમસ્યા છે. મોટા ભાગના લોકોને આ સમસ્યા થતી હોય છે. ઘણી વખત પાચન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેટની ગરમી અને કબજીયાત વગેરે થાય તો પણ મોઢામાં છાલાઓ પડી જાય છે. મોઢામાં પડેલા છાલાઓના કારણે ખૂબ તકલીફ થાય છે તો જમવામાં પણ સમસ્યા સર્જાય છે. તો સાથે જ ઘણી વખત મસાલેદાર, તળેલી વસ્તુઓ ખાવાથી અને ગરમ તાસીર વાળી વસ્તુઓ ખાવાથી પણ આ સમસ્યા સર્જાય છે. જોકે અમુક ઘરેલું ઉપાયો દ્વારા તમે આ સમસ્યામાંથી બહાર આવી શકો છો. આજે અમે તમને આવા જ અમુક અસરકારક ઘરેલું ઉપાયો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

    બેકિંગ સોડા

    મોઢામાં છાલા પડે તો નવશેકા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા નાખી દિવસમાં અમુક વાર કોગળા કરો. તેનાથી રાહત મળશે અને છાલાથી થતો દુખાવો પણ ઓછો થઇ જશે.

    બરફ

    મોઢામાં છાલા પડવાના ઘણા કારણો હોય છે. મોટાભાગે પેટની ગરમીના કારણે પણ છાલાઓ પડે છે. એવામાં બરફનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેના માટે બરફના ટુકડાને તમારી જીભ પર હળવા હાથે લગાવો અને જ્યારે લાર ટપકે તો તેને ટપકવા દો. તેનાથી દુખાવો ઓછો થશે અને આરામ મળશે.

    આ પણ વાંચો - દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી પડી, કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના માથે ઝીલ્યો હોય તેવા દ્રશ્યો, જુઓ વીડિયો

    ફટકડી

    ફટડકી પણ છાલાઓ માટે એક રામબાણ ઉપાય સમાન છે. તેના માટે ફટકડીને છાલા પડ્યા હોય ત્યાં લગાવો. જોકે ઘણી વખત ફટકડી લગાવતી સમયે છાલાવાળી જગ્યાએ ખૂબ બળતરા થાય છે.

    નવશેકુ પાણી

    આ સરળ ઉપાય પણ તમને રાહત આપશે. તે માટે નવશેકા પાણીમાં એક ચમચી મીઠું નાખો અને તે પાણીથી દિવસમાં 1-2 વખત કોગળા કરો. તમારા છાલાઓ સૂકાવા લાગશે.

    એલાયચી

    લીલી એલાયચી પણ મોઢાના છાલાઓને દૂર કરવામાં ફાયદાકારક છે. તે માટે એલાયચીના દાણાઓને બારીક ક્રશ કરી તેમાં મધના અમુક ટીપા ઉમેરો. બાદમાં આ પેસ્ટને તમારા મોઢાના છાલા પર લગાવો. તેનાથી મોઢાની ગરમી દૂર થશે અને છાલાઓ પણ ઠીક થવા લાગશે.
    " isDesktop="true" id="1113947" >

    હળદર

    મોઢાના છાલાઓના આરામ માટે હળદર પણ ખૂબ ફાયદાકારક છે. થોડી હળદર લો અને તેને પાણીમાં ઉકાળો. ત્યાર બાદ આ પાણીથી કોગળા કરો. તેનાથી પણ આરામ મળશે.
    First published:

    Tags: Health News, Lifestyle, Lifestyle News, Mouth ulcers, આરોગ્ય

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો