શું તમને ભૂખ નથી લાગી રહી અથવા ખાવાનું મન નથી થતું? તો આ ઘરેલુ નુસ્ખા દ્વારા મેળવો આ સમસ્યાથી રાહત

પ્રતિકાત્મક તસવીર

ખાવાનું ન ખાવાને કારણે શરીરમાં નબળાઈ આવી જાય છે. અહીંયા કેટલાક ઘરેલૂ નુસ્ખા વિશે જાણકારી આપવામાં આવી છે, જેની મદદથી તમે ભૂખ ન લાગવાની સમસ્યાથી રાહત મેળવી શકો છો.

 • Share this:
  શું તમને ખાવામાં કંઈ તકલીફ થઈ રહી છે અથવા ભૂખ નથી લાગી રહી? આજકાલ અનેક લોકોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે. આજકાલ અનેક લોકોને સમયસર ભૂખ લાગતી નથી અને જ્યારે ભૂખ લાગે છે, ત્યારે તેઓ કંઈ ખાઈ શકતા નથી. જો તમને પણ સમયસર ભૂખ નથી લાગી રહી તો તમે આ ઘરેલૂ ઉપાય (Home Remedies) અપનાવી શકો છો. અનેક લોકોને ખાવાની સુગંધ અને ભોજન જોઈને ભૂખ લાગતી નથી. ઘણીવાર પેટની સમસ્યા (Stomach Problem)ને કારણે ભૂખ મરી જાય છે અને ખાવાની ઈચ્છા થતી નથી. ખાવાનું ન ખાવાને કારણે શરીરમાં નબળાઈ આવી જાય છે. અહીંયા કેટલાક ઘરેલૂ નુસ્ખા વિશે જાણકારી આપવામાં આવી છે, જેની મદદથી તમે ભૂખ ન લાગવાની સમસ્યાથી રાહત મેળવી શકો છો.

  ત્રિફળા ચૂર્ણ

  અનેક સમસ્યા માટે ત્રિફળા ચૂર્ણ રામબાણ ઈલાજ છે. મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરે છે. જો તમને પણ સમયસર ભૂખ નથી લાગી રહી તો તમે ત્રિફળા ચૂર્ણનું સેવન કરી શકો છો. ગરમ દૂધમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ મિશ્ર કરીને તેનું નિયમિત સેવન કરવાથી ભૂખ લાગે છે.

  ગ્રીન ટી

  ભૂખ વધારવા માટે ગ્રીન ટીને એક સારો ઉપાય માનવામાં આવે છે. નિયમિતરૂપે ગ્રીન ટીનું સેવન કરવાથી ભૂખ લાગે છે અને અનેક બીમારીઓથી રાહત પણ આપે છે. જો તમે સવાર સાંજ ચા નું સેવન કરો છો, તો તમે ચાની જગ્યાએ ગ્રીન ટીનું સેવન કરી શકો છો. ઠંડીની ઋતુમાં મોટાભાગના લોકો ગ્રીન ટીનું સેવન કરે છે.

  લીંબુ પાણી

  ગરમીની ઋતુમાં પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. સમયસર પાણીનું સેવન કરવાથી ભૂખ લાગે છે અને શરીરમાં પાણીની ઊણપ થતી નથી. પાણીમાં લીંબુનો રસ મિશ્ર કરીને પણ તેનું સેવન કરી શકાય છે.

  અજમો

  પેટ સંબંધિત અનેક સમસ્યાઓ માટે અજમો એક ઘરેલૂ ઉપાય છે. અપચો અને ભૂખ ન લાગવાની સમસ્યામાં તમે અજમાનું સેવન કરી શકો છો. અજમાનું સેવન કરવાથી પેટ સાફ રહે છે. અનેક લોકો અજમાને સેકીને તેમાં મીઠું અથવા સિંધવ મીઠું નાખીને તેનું સેવન કરે છે. જો તમને પણ ભૂખ નથી લાગી રહી તો તમે દિવસમાં એકથી બે વાર અજમાનું સેવન કરી શકો છો.

  જ્યૂસ

  જો તમને પણ ભૂખ નથી લાગી રહી અથવા ખાવાનું મન નથી થતું તો તમે જ્યૂસનું સેવન કરી શકો છો. જ્યૂસમાં સાધારણ મીઠું અને સિંધવ મીઠું ઉમેરી લો. આ જ્યૂસનું સેવન કરવાથી પેટ સાફ રહે છે અને ભૂખ ના લાગવાની સમસ્યાથી પણ રાહત મળે છે. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
  Published by:Jay Mishra
  First published: