Home /News /lifestyle /હાર્ટની બંધ નસો ખુલી જશે, બસ રોજ ખાલી પેટે કરી લો આ ઘરેલું ઉપાયો!

હાર્ટની બંધ નસો ખુલી જશે, બસ રોજ ખાલી પેટે કરી લો આ ઘરેલું ઉપાયો!

આ ઘરેલું ઉપાયોથી હાર્ટની નસો ખોલો

home remedies for heart blockage: આજના આ સમયમાં નાની ઉંમરના લોકો પણ હાર્ટને લગતી અનેક તકલીફોથી પીડાતા હોય છે. હાર્ટને લગતી બીમારીઓથી બચવા માટે અનેક નાની-નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ વાતોને ઇગ્નોર કરો છો તો મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને હાર્ટ સંબંધીત સમસ્યાઓ હોય છે. આ સાથે જ હાર્ટ, કિડની, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી જેવી અનેક સમસ્યાઓથી પણ લોકોમાં વધુમાં વધુ પીડાઇ રહ્યા છે. આ બધી જ બીમારીઓ દિવસેને દિવસે ખૂબ જ વધી રહી છે. નાની ઉંમરમાં પણ અનેક લોકો આ બીમારીથી પીડાઇ રહ્યા છે. આમ, જો વાત કરીએ તો નસોમાં બ્લોકેજ થવાની સમસ્યા પણ ખૂબ જ વધી રહી છે. પહેલાંનાં સમયમાં આ સમસ્યા મોટી ઉંમરના લોકોને થતી હતી પરંતુ હવે આ તકલીફ નાની ઉંમરના લોકોમાં પણ ખૂબ જ જોવા મળી રહી છે. નસ બ્લોકેજ શરીરના કોઇ પણ અંગમાં થઇ શકે છે.

    આ પણ વાંચો: હિલ્સ પહેર્યા પછી પગમાં બહુ થાય છે દુખાવો?

    • તમને જણાવી દઇએ કે હાર્ટ બ્લોકેજને સૌથી ખતરનાક માનવામાં આવે છે, કારણકે હાર્ટમાં બ્લોકેજ થાય તો હાર્ટ એટેક પણ આવી શકે છે. નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના કેસમાં અનેક ઘણો વધારો થઇ રહ્યો છે. તો જાણો તમે પણ હાર્ટ બ્લોકેજની સમસ્યામાં થાય ત્યારે કયા ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

    • રોજ એક લસણની કળી ખાઓ. તમે રોજ સવારમાં શેકેલા લસણની કળી ખાઇ શકો છો. આનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને સાથે નસો બ્લોકેજ પણ થતી નથી.


    આ પણ વાંચો: આ ખોરાકમાં ભરપૂર પ્રમાણમાં મળે છે વિટામીન બી

    • તમે રોજ આદુનું સેવન કરો. આદુમાં આયરન, કેલ્શિયમ અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે જેના કારણે બ્લડ ક્લોટિંગની સમસ્યા થતી નથી.

    • દૂધીનો જ્યૂસ દરેક લોકો માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે દૂધીનો જ્યૂસ દરરોજ પીવો. આ જ્યૂસમાં તમારે તજનો પાવડર થોડો નાંખવાનો રહેશે. જો તમને પહેલાથી જ હાર્ટને લગતી કોઇ તકલીફ છે તો તમે સ્ટ્રોબરી, બ્લૂબેરી, રાસબરી અને દ્રાક્ષ ખાઓ. આ સાથે જ સફરજન ખાઓ જેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે.

      • એવાકાડોનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એવાકાડોનું તમે ડેઇલી ખાઓ છો તો બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરીને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે.






    • દરેક વ્યક્તિએ સિઝન પ્રમાણે લીલા શાકભાજી ખાવા જોઇએ. લીલા શાકભાજીમાંથી અનેક પ્રકારના પ્રોટીન, વિટામીન્સ મળે છે જે તમારી અનેક ઘણી સમસ્યાઓને દૂર કરે છે. લીલા શાકભાજી નાના બાળકોને પણ ખવડાવવા જોઇએ. આ ઘરેલું ઉપાયો અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Healthy, Healthy Heart, Home Remedies, Lifestyle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन