સામાન્ય શરદી ખાંસી મટાડીને રોગપ્રતિકારક શક્તિ વધારશે આ ઉપાયો, અજમાવવાનું ચૂકતા નહીં

સામાન્ય શરદી ખાંસી મટાડીને રોગપ્રતિકારક શક્તિ વધારશે આ ઉપાયો, અજમાવવાનું ચૂકતા નહીં
પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  અત્યારે સાદી શરદી કે ખાંસી પણ થાય તો પણ આપણને કોરોના વાયરસનો ડર સતાવે છે. જો તમને શરદી કે ખાંસી થઇ હોય કે તમારે રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો નીચે જણાવેલા કેટલાક ઉપાયો કરવા હિતાવહ છે.

  • આદુંની ગરમ ચા પીઓ. આ ચા બનાવવા માટે પાણીમાં આદુંને ઉકાળો અને પછી ગાળીને તેમાં થોડું મધ ઉમેરો. આદુંને ચાવીને પણ ખાઇ શકાય.  • તજ, સૂંઠ અને લવિંગને પાણીમાં ઉકાળો. ઉકાળ્યા બાદ તેને ૩ મિનિટ ઢાંકી રાખો. પછી ગાળીને પીઓ.


  • અજમાને ડુંગળીના રસમાં મેળવીને શરીર પર ઘસો જેથી ઘણો પરસેવો થાય. આ પ્રક્રિયા શરીરમાં ઊર્જાનો સંચાર કરે છે. જેથી તકલીફમાં રાહત મળે છે. અજમાનો ઉપયોગ સવારે અને સાંજે બે વાર કરી શકાય.

  • સૂંઠ પાઉડર, ગોળ અને કાળા મરીના પાઉડરની લાડુડી બનાવો અને દિવસમાં બે વાર લો.

  • જેઓને વારંવાર શરદી થાય છે તેઓ આ પ્રમાણે કરે. 1 મિલીલિટર જેટલો

  • તુલસીનો રસ, એક કળી લસણનો રસ અને એક ગ્રામ મરી પાઉડર મિક્સ કરીને સવાર-સાંજ બે મહિના સુધી લો. શરદી સદંતરપણે જતી રહેશે.

  • પોષક અને સંતુલિત આહાર લો. વિટામિન ‘સી’, ઝિન્ક, સેલેનિયમ જેવા ખનિજ-તત્ત્વો ઇમ્યૂન- સિસ્ટમને મજબૂત બનાવે છે એવું સંશોધનોમાંથી જાણવા મળ્યું છે.

  • તાજા ફળો અને કાચા શાકભાજીની પાંચ માત્રાઓ દિવસમાં ખાઓ.

  • દિવસનું દસ ગ્લાસ પાણી પીઓ.

  • દાળ, કઠોળ, થૂલાવાળા અનાજ, બિયાં ખાઓ

  • તમારા હાથને વારંવાર સાફ કરતા રહો. હાથ સાફ કરો ત્યારે હાથની પાછળનો ભાગ, આંગળીઓ અને આંગળીઓની વચ્ચેના ભાગોને સાફ કરવાનું ભૂલશો નહીં.

  • ધ્યાન કરો અથવા રિલેક્સ થવાની અનુકૂળ પદ્ધતિ શોધી કાઢો અને તે કરો.


  આ પણ વાંચો - લૉકડાઉનમાં ઘરે બનાવો 'બાફલા બાટી' અને સાથે દાળ, જોઇ લો ફટાફટ રીત

   
  First published:May 03, 2020, 15:46 pm