ચહેરા પર આવેલા ડાર્ક સર્કલ દૂર કરવાનો ધરેલુ ઈલાજ, ફટાફટ દૂર થઈ જશે dark circles

ડાર્ક સર્કલ દૂર કરવા માટેની ધરેલુ ટેકનિક. (પ્રતિકાત્મક તસવીર)

ડાર્ક સર્કલ (Dark circle) 20 વર્ષની ઉંમર બાદના તામામ લોકોને થઈ શકે છે. ડાર્ક સર્કલ દુર કરવા માટે પોષણક્ષમ અને બેલેન્સ્ડ ડાયટ (Affordable and balanced diet) જેમાં તાજા ફળો હોય, સલાડ, દહીં હોય વગેરે વસ્તુઓ લેવી જોઈએ.

  • Share this:
    નવી દિલ્હી: શરીરના અન્ય ભાગો કરતા આંખ નીચેની ચામડી ડેલિકેટ અને પાતળી (Delicate and thin) હોય છે. આપણું એજિંગ, સ્ટ્રેસ, ઈન્ટરનલ હેલ્થ (Internal Health) અને લાઈફ-સ્ટાઈલ તરત આંખ નીચે દેખાઈ આવે છે. માટે જ તે એરિયાને ખાસ કેરની જરુર હોય છે. ડાર્ક સર્કલ (Dark circle) 20 વર્ષની ઉંમર બાદના તામામ લોકોને થઈ શકે છે. ડાર્ક સર્કલ દુર કરવા માટે પોષણક્ષમ અને બેલેન્સ્ડ ડાયટ (Affordable and balanced diet) જેમાં તાજા ફળો હોય, સલાડ, દહીં હોય વગેરે વસ્તુઓ લેવી જોઈએ.

    ડાર્ક સર્કલ દૂર કરવા માટે કરો આટલા ઉપાય

    રોજ કસરત કરવી તેમજ ઉંડા શ્વાસ લેવા, તેનાથી બ્લડ સર્ક્યુલેશન નિયમિત રહે છે અને સ્ટ્રેસ કંટ્રોલ થાય છે. પુરતી ઊંઘ ખુબ જરુરી છે. ઊંઘ પૂરી ન થવાથી ડાર્ક સર્કલનું પ્રમાણ વધી જાય છે.

    જ્યારે ક્રીમ લગાવો અથવા તો મેક-અપ રિમૂવ કરો ત્યારે આંખની નીચેના ભાગને ધીરેથી અડકો અને ત્યાં હળવાશથી હાથનો ઉપયોગ કરો. ત્યાં મસાજ ના કરવું વધારે સારુ છે. જો તમે ફેસ મસાજ કરાવો તો પ્રોફેશનલ પાસે કરાવો, જેથી તે યોગ્ય ટેક્નિક અપનાવે. મેક-અપ રિમૂવ કરવા માટે કોટનને ક્લિનઝીંગ જેલમાં ડીપ કરીને ઉપયોગ કરવો જોઈએ. આંખની નીચેના ભાગ માટે ખાસ જે ક્રીમ મળતી હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. હેવી ક્રીમ સુટેબલ નથી હોતી. લાઈટ ક્રીમ્સનો ઉપયોગ કરવો. નોર્મલ ફેસિયલ માસ્ક આંખની આસપાસ ન લગાવો. અંડર આઈ ક્રીમ જેમાં બદામના ગુણ હોય તે લગાવી શકો છો.

    આંખોને હુંફાળા પાણીથી ધોવો અને પછી ઠંડા પાણીથી ધોવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે. આનાથી આંખોનું બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રુવ થાય છે તેમજ આંખો સાફ પણ થાય છે.

    આ પણ વાંચો: સંશોધકોનો દાવોઃ યાદશક્તિ સુધારવા માટે શીખો નવી ભાષા, આ ભયંકર રોગનું જોખમ પણ ઘટશે

    ડાર્ક સર્કલ દૂર કરવા માટે અમુક ઘરગથ્થુ ઉપચાર અપનાવવા જોઈએ.કાકડીનો રસ એ સૌથી કોમન ઉપચાર છે. રોજ આંખ નીચે લગાવો અને 15 મીનિટ પછી ધોઈ નાખો.જો આંખ નીચે સોજો આવ્યો હોય તો કાકડીના રસમાં બટાકાનો રસ મિક્ષ કરો.કાકડીનો રસ અને લીંબુના રસને સરખા પ્રમાણમાં ભેગો કરો અને રોજ લગાવો. 15 મિનીટ પછી ધોઈ નાખો.

    તમારા ડોક્ટરને મળીને કસરત વિશે ચર્ચા કરો. તમારા કસરતના શિડ્યુલમાં ઉંડા શ્વાસ લેવાની પ્રક્રિયા પણ ઉમેરી દો. આનાથી સ્ટ્રેસ દુર થાય છે.

    આ પણ વાંચો: વાયગ્રાની જેમ અસર કરે છે આ 7 વસ્તુઓ, ડાયટમાં સામેલ કરવાથી પાર્ટનર થઈ જશે એકદમ હેપ્પી

    હેલ્ધી લાઈફ-સ્ટાઈલ અને આ ઉપચારો સિવાય, રિલેક્સ થવા માટે પણ સમય કાઢો. રુ(કોટન)ના બે ચોરસ પેડ બનાવો, તેને ગુલાબ પાણી અથવા કાકડીના રસમાં પલાળીને આંખ બંધ કરી આંખ પર મુકો. 15-20 મિનીટ મુકો અને રિલેક્સ થઈ જાઓ. ટી-બેગ પણ આ રીતે મૂકી શકો છો.
    Published by:kuldipsinh barot
    First published: