Home /News /lifestyle /કોલેરાથી બચવા અપનાવો આ ઘરેલૂ ઉપાયો, મળશે રાહત

કોલેરાથી બચવા અપનાવો આ ઘરેલૂ ઉપાયો, મળશે રાહત

કોલેરાના દર્દીઓ સહિત બધા માટે પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે, જાણો ઘરેલૂ ઉપાયો

કોલેરાના દર્દીઓ સહિત બધા માટે પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે, જાણો ઘરેલૂ ઉપાયો

    Home Remedies For Cholera: કોલેરા (Cholera) બેક્ટેરિયાથી થતી બીમારી છે. તે વિબ્રિયો કોલેરી (Vibrio Cholerae) જીવાણુના કારણે થાય છે, જે દૂષિત પાણીના કારણે ફેલાય છે. આ બીમારીના કારણ ઝાડા અને શરીરમાં પાણીની કમી થાય છે. તેનાથી ડિહાઇડ્રેશન (Dehydration) ની સમસ્યા પણ થઇ શકે છે. ત્યાં સુધી કે યોગ્ય સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઇ શકે છે. કોલેરા થવાનું સંકટ ત્યાં સૌથી વધુ હોય છે જ્યાં સાફ સફાઇ પર ધ્યાન આપવામાં આવતું નથી. કોલેરા થવા પર ઉલ્ટી અને પાતળા ઝાડા થાય છે. સાથે જ થાક લાગવાની સાથે સ્નાયુ ખેંચાવા જેવા લક્ષણો પણ હોઇ શકે છે. જોકે અમુક ઘરેલું ઉપાય અપનાવીનો કોલેરાથી બચી શકાય છે.

    નેશનલ હેલ્થ પોર્ટલના એક રિપોર્ટ અનુસાર અમુક ઘરેલું ઉપાયો કોલેરામાં કારગર સાબિત થઇ શકે છે. જેમાં ખૂબ પાણી પીવાથી કોલેરાથી છૂટકારો મેળવી શકાય છે. તો કોલેરાના દર્દીઓ સહિત બધા માટે પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. આ સૌથી સારા ઘરેલૂં ઉપાયોમાંથી એક છે, જે કોલેરાથી બચાવી શકે છે.

    - આ સિવાય લગભગ 3 લીટર પાણીમાં લવિંગ નાખીને ઉકાળી લો. આ મિશ્રણને દર થોડા કલાકોમાં પીવો. આ કોલેરા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાયોમાંથી એક છે.

    - પાણી અને તુલસીના પાનનું મિશ્રણ પીવાથી પણ કોલેરાથી સાજા થઇ શકાય છે. આ સિવાય છાશ પીવો. તેમાં થોડું સિંધવ મીઠું અને જીરૂ નાખો. તે પણ કોલેરામાં ફાયદાકારક સાબિત થશે.

    આ પણ વાંચો, હનુમાન છાપ ચમત્કારી સિક્કાથી અમીર બનાવવાની લાલચ આપીને ઠગી, પોલીસે ગેંગનો કર્યો પર્દાફાશ

    - નારીયેલ પાણી, તાજા લીંબુનો રસની સાથે તેમાં કાકડીના અમુક પાન ઉમેરો અને તેને પીવો. તેને રોજ ઓછામાં ઓછું એક ગ્લાસ જરૂર પીવો. તેનાથી પણ ફાયદો થાય છે.

    - ડુંગળીને પીસીને તેમાં થોડો મરી પાઉડર નાખો અને તેનો અર્ક નિયમિત પીવો. આ પણ કોલેરાના શ્રેષ્ઠ ઘરેલું ઉપાયોમાંથી એક છે.

    આ પણ વાંચો, વાળની સમસ્યાને અટકાવો: આ વસ્તુઓનું કરો સેવન, ઉંમર વધવાની નહીં દેખાય અસર

    રાખો આ સાવધાનીઓ

    કોલેરાના દર્દીઓ માટે ખોરાકની શરૂઆત પ્રવાહી પદાર્થો આપીને કરી શકો છો. સાથે જ દર્દી દિવસ દરમિયાન ખૂબ પાણી, સોડા અને નારિયેલ પાણી પીવે. ધ્યાન રાખો કે એક સાથે ખૂબ વધુ પ્રવાહી પદાર્થ લેવાથી ઉલ્ટી થઇ શકે છે, તેથી એક વારમાં માત્ર થોડું જ પાણી પીવો. દર્દીઓને ચૂસવા માટે બરફના ટુકડા પણ આપી શકો છો. આ સિવાય સંપૂર્ણ સાજા થવા સુધી કઠોર અને કાચા ખાદ્ય પદાર્થો અને કાચા શાકભાજીઓથી સંપૂર્ણ દૂર બનાવીને રાખવી. જ્યાં સુધી દર્દી સંપૂર્ણ સાજો ન થાય ત્યાં સુધીઆ વસ્તુઓથી ખાસ ધ્યાન રાખવું જોઇએ.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
    First published:

    Tags: Cholera, Health Tips, Home Remedies, Lifestyle, Summer