Home /News /lifestyle /

છાતીમાં થાય છે ગેસ? અપનાવો આ 5 સરળ ઉપાય, મળશે રાહત

છાતીમાં થાય છે ગેસ? અપનાવો આ 5 સરળ ઉપાય, મળશે રાહત

છાતીમાં થાય છે ગેસ? અપનાવો આ 5 સરળ ઉપાય, મળશે રાહત

Home Remedies for Chest Gas: લોકોને છાતીમાં ગેસ થવાના કારણે લોકોને છાતીમાં સખત બળતરા થવાની ફરિયાદ હોય છે. આ સમસ્યામાંથી બહાર આવવા માટે આજે અહી આપણે 5 એવા ઘરેલુ નુસખા વિશે જણાવીશું કે જેમાથી તમને ઘણી રાહત મળી શકે છે.

    Home Remedies for Chest Gas: ભાગ-દૌડ ભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થયને લઈને ઘણા બેદરકાર થઈ ગયા છે.. જેને લઈને તેને વિવિધ સ્વાસ્થય સબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાવા પીવાની ખરાબ આદતના કારણે લોકો ગેસ અપચો અને કબજિયાત જેવી સમસ્યાથી પીડાય રહ્યા છે. પેટ બગાડવાથી સંપૂર્ણ સ્વાસ્થય પર તેની ખરાબ અસર પડે છે. જેને લઈને છાતીમાં પણ ગેસ થાય છે અને બળતરા થાય છે. છાતીમાં જમા થતો ગેસ ક્યારેક માથામાં પણ પોહચી જતો હોય છે જેના કારણે માથાનો દુખાવો પણ શરૂ થઈ જતો હોય છે. આજે અહી આપણે 5 એવા ઘરેલુ નુસખા વિશે જણાવીશું કે જેમાથી તમને ઘણી રાહત મળી શકે છે.

    1 એલચી


    મોટાભાગના લોકો તેમના ભોજનમાં એલચીનો ઉપયોગ કરે છે. જો તમને તમારી છાતી અથવા પેટમાં ગેસ બનવાને કારણે દુખાવો અને બળતરા થતી હોય તો તમે એલચીનું સેવન કરી શકો છો. આ માટે તમે એલચીનું પાણી પી શકો છો. તમે એક ગ્લાસ પાણીમાં એલચીને ઉકાળો અને આ પાણીને ગાળીને પી લો. આના કારણે તમારી છાતી અને પેટમાં રહેલો ગેસ સરળતાથી બહાર નીકળી જશે અને તમને ઘણી રાહત મળશે.

    આ પણ વાંચો: દિવસની શરૂઆત કરો પલાળેલા ડ્રાય ફ્રૂટ્સથી, થશે આ અદ્ભુત ફાયદો

    2 વરિયાળી


    એલચીની જેમ વરિયાળી પણ સારી માનવમાં આવે છે. પાચન જાળવવામાં મદદ કરે છે. જો તમને છાતીમાં બળતરા કે દુખાવો થતો હોય તેમજ ગેસ પણ નીકળતો હોય તો તમે વરિયાળીનું સેવન કરી શકો છો. વરિયાળીનું સેવન કરવાથી છાતી અને પેટમાંથી ગેસ સરળતાથી દૂર થાય છે. તમે વરિયાળીનું પાણી, ચા અને ઉકાળો બનાવીને પી શકો છો. આ સાથે વરિયાળીને ચાવીને પણ ખાઈ શકાય છે.

    3 અજમા


    અજમા પાચન માટે એક ઉત્તમ ઘરગથ્થુ ઉપચાર સાબિત થઈ શકે છે. જો તમને છાતીમાં ગેસના કારણે બળતરા અથવા દુખાવો થઈ રહ્યો હોય તો આ સ્થિતિમાં તમે અજવાઈનનું સેવન કરી શકો છો. અજવાઈનો પાવડર, ચા અથવા ઉકાળો ગેસ દૂર કરવામાં કારગર સાબિત થઈ શકે છે.

    4 આદુ


    છાતીમાં ફસાયેલા ગેસને દૂર કરવા માટે પણ આદુનું સેવન કરી શકાય છે. છાતીનો ગેસ દૂર કરવામાં આદુ ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. ખરેખર, આદુ ખાવાથી પાચનક્રિયા વધે છે. તમે આદુનું સેવન ચા, ઉકાળો વગેરે સ્વરૂપે કરી શકો છો. તમે ઈચ્છો તો આદુને શાક કે દાળમાં ઉમેરીને પણ લઈ શકો છો.

    આ પણ વાંચો: શું તમે પણ નાશ્તામાં લો છો આ ફૂડ આઇટમ્સ? સાવધાન! ફાયદાની જગ્યાએ થઈ શકે છે નુકસાન

    5 લીંબુ પાણી


    લીંબુ પાણી પાચન માટે ખૂબ જ સારું છે. જો તમારી છાતીમાં ગેસ ફસાઈ ગયો હોય તો તમે લીંબુ પાણીનું સેવન કરી શકો છો. આ માટે તમે એક ગ્લાસ હુંફાળું પાણી લો. તેમાં એક લીંબુ નીચોવી અને કાળું મીઠું નાખીને પીવો. ગરમ પાણીમાં લીંબુ ભેળવીને પીવાથી ગેસથી છુટકારો મળે છે. આ સાથે છાતીની બળતરા પણ શાંત થાય છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन