Home /News /lifestyle /આ રીતે હળદર, ખીરાનો ઉપયોગ કરીને માથા પરની કાળાશ કરો દૂર, સ્કિન વ્હાઇટ થઇને ચમકશે

આ રીતે હળદર, ખીરાનો ઉપયોગ કરીને માથા પરની કાળાશ કરો દૂર, સ્કિન વ્હાઇટ થઇને ચમકશે

માથા પરની કાળાશ દૂર કરવાના ઉપાયો

home remedies for black forehead: ઘણાં લોકોને માથા પર કાળાશ જામી જતી હોય છે. માથા પરની કાળાશ ચહેરાના દેખાવને ખરાબ કરવાનું કામ કરે છે. આ ઘરેલું ઉપાયોથી તમે સરળતાથી કાળાશ દૂર કરી શકો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સોફ્ટ અને ગોરી સ્કિન દરેક લોકોને ગમતી હોય છે. આ ટાઇપની સ્કિન માટે અનેક લોકો જાતજાતની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે. પરંતુ આ ટાઇપની ટ્રિટમેન્ટ સમય જતા સ્કિનને અનેક રીતે નુકસાન કરે છે. ઘણી વાર બધા નુસ્ખાઓ ટ્રાય કર્યા પછી પણ સ્કિન પ્રોબ્લેમ્સ થતા હોય છે. સ્કિનની દરેક સમસ્યાઓમાંથી એક છે માથા પરની કાળાશ. શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે હોર્મોન્સમાં બદલાવ, તડકો, મેલેનિનની વધારે માત્રાથી ત્વચા કાળી પડવા લાગે છે. માથા પરની કાળાશ તમારા ચહેરાની સુંદરતા બગાડીને મુકી દે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે આ ઘરેલુ નુસ્ખાઓ સૌથી બેસ્ટ છે. તો જાણો તમે પણ આ વિશે.

    કાચુ દૂધ


    ત્વચા માટે કાચુ દૂધ અનેક રીતે ફાયદાકારક છે. નિયમિત રીતે કાચા દૂધનો ઉપયોગ તમે કરો છો તો સ્કિન મસ્ત થાય છે અને સાથે હેલ્થ પણ સારી રહે છે. આ માટે દૂધમાં તમે થોડુ ગુલાબજળ મિક્સ કરો અને પછી માથામાં લગાવો. આ દૂધ તમારે રાત્રે લગાવવાનું છે. ત્યારબાદ સવારમાં ઉઠીને ચહેરાને પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમને કાળી સ્કિનમાંથી જલદી છૂટકારો મળે છે.

    આ પણ વાંચો: ખંજવાળ આવવી આ જીવલેણ બીમારીનો છે સંકેત!

    હળદર


    કાળી સ્કિનમાંથી છૂટકારો મેળવવા માટે હળદર સૌથી બેસ્ટ છે. કાચા દૂધમાં હળદર મિક્સ કરીને માથા પર લગાવો. 20 મિનિટ રહીને ચહેરો પાણીથી ધોઇ લો. નિયમિત રીતે તમે આ નુસખો અજમાવો છો તો માથા પરની કાળાશ દૂર થાય છે અને સાથે સ્કિન પર નિખાર પણ આવે છે.

    આ પણ વાંચો:  ટાઇપ 1 ડાયાબિટીસથી શરીરના આ અંગો થાય છે ખરાબ

    ખીરા


    ખીરાનો ઉપયોગ તમે સ્કિનની કાળાશ દૂર કરવા માટે કરો છો તો સૌથી બેસ્ટ છે. ખીરાનો રસ ટેનિંગ અને ડાર્ક સર્કલ્સને નિકાળવા માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે ખીરાનો રસ માથામાં લગાવો અને 30 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી ધોઇ લો. આમ કરવાથી માથા પરની કાળાશ દૂર થઇ જશે અને સાથે સ્કિન વ્હાઇટ થશે.


    બદામનું તેલ


    બદામના તેલનો ઉપયોગ તમે સ્કિનની કાળાશને દૂર કરવા માટે કરી શકો છો. આ માટે એક વાસણમાં બદામનું તેલ લો અને એમાં મધ, દૂધ અને પાવડર મિક્સ કરો. આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટને માથાની કાળાશ પર લગાવો. 15 મિનિટ રહીને ચોખ્ખા પાણીથી ધોઇ લો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Dry skin, Life style, Turmeric

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन