Home /News /lifestyle /શું તમે પણ માનસિક તણાવનો સામનો કરી રહ્યા છો? આ રહ્યા છૂટકારો મેળવવા માટેના ઘરેલુ નુસખા

શું તમે પણ માનસિક તણાવનો સામનો કરી રહ્યા છો? આ રહ્યા છૂટકારો મેળવવા માટેના ઘરેલુ નુસખા

તસવીર: Shutterstock

આજની ભાગદોડભરી જીવનશૈલી (Lifestyle)માં લોકો માનસિક વિકારનો સામનો કરી રહ્યા છે. જેને દૂર કરવા માટે અનેક પ્રકારની દવાઓ (Medicine)નું સેવન કરી રહ્યા છે.

    નવી દિલ્હી: આજના સમયમાં મોટાભાગના લોકો તણાવ અને ચિંતાનો શિકાર થઈ રહ્યા છે. માનસિક તણાવ અને ચિંતા મોટો પ્રશ્ન બની રહ્યો છે. આજની ભાગદોડભરી જીવનશૈલી (Lifestyle)માં લોકો માનસિક વિકારનો સામનો કરી રહ્યા છે. જેને દૂર કરવા માટે અનેક પ્રકારની દવાઓ (Medicine)નું સેવન કરી રહ્યા છે. જેની શરીર પર આડઅસર (Side effects) પણ જોવા મળી રહી છે. જેથી માનસિક વિકાર અને તણાવને દૂર કરવા માટે ઘરેલુ નુસખાઓનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી તમે દવાની આડઅસરથી બચી શકો છો. અહીંયા આપવામાં આવેલા કેટલાક ઘરેલુ નુસખાઓથી તમે તણાવ અને ચિંતાથી મુક્ત થઈ શકો છો.

    તણાવ દૂર કરવામાં ગાજર લાભદાયી

    ગાજરને કાચુ ખાવાથી, સલાડ રૂપે સેવન કરવાથી, જ્યૂસ બનાવીને પીવાથી તમે તણાવ દૂર કરી શકો છો. ગાજરમાં વિટામિન એ, સી અને કે તથા પોટેશિયમ હોય છે. જેનાથી તણાવ દૂર કરવામાં રાહત મળે છે.

    પાલથથી મળશે રાહત

    પાલખમાં એન્ટી-સ્ટ્રેસ અને એન્ટી-ડિપ્રેસિવ ગુણધર્મ રહેલા છે, જે ચિંતા અને તણાવ દૂર કરવામાં સહાયક છે. પાલખનું શાક બનાવીને અથવા તેનો જ્યૂસ બનાવીને સેવન કરવાથી તણાવ અને ચિંતાથી રાહત મળે છે.

    આ પણ વાંચો: આ કારણે ફક્ત 30 વર્ષે જ યુવકોને પડવા લાગે છે ટાલ, આવી ભૂલો બિલકુલ ન કરો

    અવાકાડો બનશે સહાયક

    અવાકાડોનું સેવન કરવાથી તે તણાવ દૂર કરવામાં સહાય કરે છે. અવાકાડો ઓઈલથી હેડ મસાજ કરવાથી પણ તમને રાહત મળી શકે છે. જેમાં સેરોટોનિન અને ડોપામાઈન પણ હોય છે, જે હૉર્મોનનો સ્ત્રાવ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તથા મૂડને સારો બનાવે છે.

    બદામ, લવેન્ડર અને મિશેલિયા તેલથી મેળવો રાહત

    બદામ, લવેન્ડર અને મિશેલિયાના તેલમાં એન્ટી-એંગ્ઝાઈટી ગુણધર્મ રહેલા છે. જે તણાવ અને ગભરામણથી રાહત આપે છે. નિયમિતરૂપે તેનાથી હેડ મસાજ કરવાથી તમને રાહત મળી શકે છે.

    આ પણ વાંચો: હિટ એન્ડ ફિટ બનાવશે કાગાસન, પેટની ચરબી પણ ઘટી જશે

    સ્ટ્રોબેરી


    સ્ટ્રોબેરીમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણધર્મ રહેલા છે. જે ચિંતા અને તણાવ દૂર કરવામાં સહાય કરે છે. તથા રિલેક્સ થવાનો અનુભવ થાય છે.

    આ પણ વાંચો: રૂમમાં પહોંચી ત્યાં શું કરવા ગયા'તા એ ભૂલી જવાય છે? સંશોધકોએ શોધ્યું તેનું રહસ્ય

    જાયફળ

    ચિંતા અને તણાવ દૂર કરવામાં જાયફળ પણ સહાય કરે છે. જાયફળ તમારા મૂડને હળવું કરે છે. લંચ અથવા ડિનર બનાવવા દરમિયાન જાયફળ પાઉડરનો ઉપયોગ કરી શકો છો. જાયફળના તેલને રૂમાલ પર લગાવીને તેનો સુંઘવાથી તમને રિલેક્સ રહેવાનો અનુભવ થાય છે.

    (નોંધ:આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ અને માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટિ નથી કરતી. અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરવો.)
    First published:

    Tags: Depression, Home Remedies, Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો