Health Tips: અમે આપને કેટલીક ટિપ્સ બતાવીએ કે જેનાથી તમે સટાસટ ચરબી (Fat Loss) ઘટાડી શકો છો. અને ફીટ (Fit) પણ રહી શકો છો. અને જો તમે આ ટિપ્સ અપનાવશો તો તમારે જીમમાં જવાની કે પછી ટાઈટિંગ કરવાની કોઈ જરૂર નહિં રહે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વજન ઘટાડવા (Weight Loss Tips)માટે લોકો અનેક ઉપાયો કરતા હોય છે. તેમ છતાં પણ તેઓનું વજન ઘટતું નથી. ઘણા લોકો વજન ઘટાડવા માટે જીમ શરૂ કરે છે. તો વળી કેટલાક લોકો વજન ઘટાડવા માટેની દવા લેવાનું શરૂ કરે છે. તેમ છતાં વજન ઓછું થતું નથી. તો વળી ક્યારેક એવું પણ થાય છે કે વજન ઓછો તો થઈ જાય છે. પરંતુ થોડા સમય બાદ વજન વધી જાય છે. જેથી અમે આપને કેટલીક ટિપ્સ બતાવીએ કે જેનાથી તમે સટાસટ ચરબી (Fat Loss) ઘટાડી શકો છો. અને ફીટ (Fit) પણ રહી શકો છો. અને જો તમે આ ટિપ્સ અપનાવશો તો તમારે જીમમાં જવાની કે પછી ટાઈટિંગ કરવાની કોઈ જરૂર નહિં રહે.
વજન ઘટાડવા માટેની ટિપ્સ:
સવારે ઉઠીને ગરમ પાણીમાં એક લીબું અને મધ નાખીને દરરોજ પીવું. ત્યાર બાદ 1 કલાક પછી લાઈટ નાસ્તો કરવો.
દિવસ દરમિયાન 15 મિનિટ ચાલવાનું રાખવું
જો તમે જંક ફુડ ખાવ છો તો બીજા દિવસે આખો દિવસ લાઈટ જમવાનું રાખો.
તમારા રૂટિનમાં ખાંડ ખાવાની બંધ કરી દો
તેલ, ખાંડ અને માઠાંનું પ્રમાણ જમવામાં ઘટાડી દો.
ફ્રુટ અને વેજીટેબલનું પ્રમાણ વધારે રાખવું.
દિવસ દરમિયાન દહીં અને છાસનું પ્રમાણ વધારે રાખવું
મેંદો અને આથાવાળી વસ્તુ ખાવાનું ટાળો.
દિવસ દરમિયાન એકથી 2 વખત ગ્રીન ટીનું સેવન કરો.
જો ગ્રીન ટી ન લેવી હોય તો તમે આદુ-લીંબુ વાળી ચા પીવો.
સાંજે જમવાનું લાઈટ રાખો.