આ સરળ Tips ચહેરા પરની કરચલીઓ અને ડાઘને કરશે છૂમંતર

News18 Gujarati
Updated: January 2, 2020, 3:21 PM IST
આ સરળ Tips ચહેરા પરની કરચલીઓ અને ડાઘને કરશે છૂમંતર
પ્રતિકાત્મક તસવીર

કોઇને પણ ચહેરા પર ડાઘ કે કરચલીઓ ગમતી નથી. પરંતુ ઊંમર વધવા તથા અનેક કારણોને લીધે ડાઘ અને કરચલીઓ દેખાતી હોય છે.

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક : કોઇને પણ ચહેરા પર ડાઘ કે કરચલીઓ ગમતી નથી. પરંતુ ઊંમર વધવા તથા અનેક કારણોને લીધે ડાઘ અને કરચલીઓ દેખાતી હોય છે. તે થવા પાછળનું કારણ માનસિક પણ હોય શકે કે હોર્મોનલ પણ હોય શકે કે શારિરીક પણ હોય શકે. ચહેરાના ખીસ અને ડાઘ ધબ્બા દૂર કરવા માટે અનેક ઘરેલું નુસ્ખા આપ્યાં છે તે જોઈએ.

1. ખીલને દૂર કરવા માટે દૂધમાં ચણાનો લોટ ભેળવી રાતના સૂતી વખતે ચહેરા પર આ પેસ્ટ લગાડવી. સવારે ચહેરો હુંફાળા પાણીથી ધોઇ નાખવો.ત્વચા ચમકીલી બનશે અને ખીલ દૂર થશે. જો ત્વચા શુષ્ક હોય તો તમે તેને 15થી 20 મિનિટ ચહેરા પર રાખીને ધોઇ શકો છો.
2. ફૂદીનાનો રસ કાઢી રાતના સૂતી વખતે ચહેરા તથા ગરદન પર લગાડી સવારે હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો. ચહેરા પરની કરચલી તથા ડાઘ-ધાબા દૂર થાય છે. ફૂદીનાનો રસ ત્વચા માટે કારગર છે.

3. મસૂરની દાળ તથા સંતરાની સૂકી છાલને વાટી દૂધમાં ભેળવી પેસ્ટ બનાવવી. ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે તેમજ ત્વચાને રોગોથી રક્ષણ મળે છે.
4. કોબીચનાં પાનને વાટી તેનો રસ કાઢી તેમાં થોડું દહીં નાંખીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા તથા ગરદન પર લગાડવી અડધો કલાક બાદ ચહેરો ધોઇ નાખવો. ત્વચાની રૂક્ષતા, કાળાશ તથા કરચલી દૂર થાય છે.
5. ચહેરા પરની કરચલી દૂર કરવા સંતરાની છાલ ઘસવી.6. નારિયેળના પાણીમાં દૂધની મલાઇ ભેળવી ત્વચા પર લગાડવી. ત્વચા પરના ડાઘ-ધાબા દૂર થાય છે. તેમજ ત્વચા કોમળ થાય છે.
7. તાજા દૂધમાં લીંબુનો રસ ભેળવી તેમાં રૂનું પૂમડું ભીંજવી ત્વચા પર ધીરે ધીરે ઘસવું અને હુંફાળા પાણીથી ત્વચા ધોઇ નાખવી.
8. ચંદનને પત્થર પર ઘસી કે તેના પાવડરની પાણી સાથે ભેળવીને પેસ્ટ બનાવીને લેપ કરવાથી ત્વચા ચમકીલી થાય છે.

આ પણ જુઓ : Tips: આ પાંચ વસ્તુ તમને રાખશે હંમેશા જુવાન, જાણો કેવી રીતે?

આ પણ જુઓ : કડકડતી ઠંડીમાં કેવો ખોરાક છે સૌથી ઉત્તમ, જાણી લો
First published: January 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading