Home /News /lifestyle /Best oil for stretch marks: સ્ટ્રેચ માર્ક્સ શરીર પર ગંદા લાગે છે? તો આ તેલથી માલિશ કરો, છૂટકારો મળી જશે
Best oil for stretch marks: સ્ટ્રેચ માર્ક્સ શરીર પર ગંદા લાગે છે? તો આ તેલથી માલિશ કરો, છૂટકારો મળી જશે
સરસિયાનું તેલ સ્કિન અને હેલ્થ માટે બેસ્ટ છે.
Best oil for stretch marks: અનેક મહિલાઓનાં શરીર પર સ્ટ્રેચ માર્ક્સ હોય છે, જે દેખાવામાં ગંદા લાગે છે. આ સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માટે મહિલાઓ જાતજાતના નુસખાઓ અજમાવતી હોય છે. આમ, જો તમે આ તેલથી મસાજ કરો છો સ્ટ્રેચ માર્ક્સ રિમૂવ થઇ જશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સ્ટ્રેચ માર્ક્સ એ મોટાભાગની સ્ત્રીઓની સમસ્યા હોય છે. સ્ટેચ માર્ક્સ ખરાબ લાગે છે. સરળ શબ્દોમાં કહીએ તો શરીરમાં અમુક પ્રકારના બદલાવને કારણે જ્યારે કોલેજન અને ઇલાસ્ટિન તૂટવા લાગે છે ત્યારે એ પેટ, જાંઘ અને સ્તનની આસપાસ સ્ટેર્ચ માર્ક્સના રૂપમાં જોવા મળે છે. લોકો સ્ટેચ માર્ક્સમાંથી છૂટકારો મેળવવા માટે અનેક પ્રકારના નુસખાઓ અજમાવતા હોય છે. કોઇ ક્રીમનો ઉપયોગ કરે છે તો કોઇ ટ્રિટમેન્ટના સહારે એને રિમૂવ કરતા હોય છે. આમ, જો તમે પણ સ્ટેચ માર્ક્સની સમસ્યાથી કંટાળી ગયા છો તો આ તેલ તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણો આ તેલ વિશે જે તમારા સ્ટેચ માર્ક્સને સરળતાથી દૂર કરે છે.
લેવેન્ડર ઓઇલ એક એસેન્શિયલ ઓઇલ છે જે તમારા સ્ટેચ માર્ક્સને ઝડપથી દૂર કરવાનું કામ કરે છે. આ ઓઇલ એના શાંત ગુણો માટે જાણીતું છે. લેવેન્ડર ઓઇલ કોલેજનના ઉત્પાદનને વધારીને ટિશ્યુને બનાવીને ઘા ભરવામાં અને સ્ટ્રેચ માર્ક્સને હટાવવામાં મદદ કરે છે. આ માટે તમે 3 થી 4 ચમચી લેવેન્ડર ઓઇલ લો અને એમાં 1 થી 2 ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો અને હળવા હાથે માલિશ કરો.
સરસિયાનું તેલ ત્વચાને મોઇસ્યુરાઇઝ કરીને પેટ, જાંઘ તેમજ સ્તનોની આસપાસ રહેલા સ્ટ્રેચ માર્ક્સને ઓછા કરવામાં મદદ કરી શકે છે. આ માટે તમે એક બાઉલમાં સરસિયાનું તેલ લો અને એમાં દિવેલ નાખો. આ બન્ને તેલને મિક્સ કરીને ગરમ કરી લો. હવે આ તેલને સ્ટ્રેચ માર્ક્સને હળવા હાથે લગાવો અને માલિશ કરો. આમ કરવાથી ધીરે-ધીરે સ્ટ્રેચ માર્ક્સ દૂર થઇ જશે અને સ્કિન મસ્ત થઇ જશે. સરસિયાનું તેલ સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.
નારિયેળ તેલ
નારિયેળ તેલમાં લોરિક એસિડ અને કેપ્રિક એસિડ હોય છે. આ સાથે જે નારિયેળ તેલમાં એન્ટી માઇક્રોબિયલ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. જે ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને રોકવાનું કામ કરે છે. આ સાથે જ સ્ટ્રેચ માર્ક્સ પણ દૂર કરે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર