ચહેરા પર ચમક લાવવા અજમાવો આ ઘરગથ્થુ ફેસપેક, કેમિકલ ટ્રિટમેન્ટને પણ આપશે માત

News18 Gujarati
Updated: December 16, 2019, 3:41 PM IST
ચહેરા પર ચમક લાવવા અજમાવો આ ઘરગથ્થુ ફેસપેક, કેમિકલ ટ્રિટમેન્ટને પણ આપશે માત
પ્રતિકાત્મક તસવીર

યુવતીઓનો ચહેરો એકદમ ખીલેલો હશે તો તેમનો મૂડ પણ ખીલેલો હશે તેમ માનવું અતિશિયોક્તિ નથી.

  • Share this:
યુવતીઓનો ચહેરો એકદમ ખીલેલો હશે તો તેમનો મૂડ પણ ખીલેલો હશે તેમ માનવું અતિશિયોક્તિ નથી. દરેક માનુનીઓને ઇચ્છા હોય છે કે તેનો ચહેરો અને ગરદન બેદાગ હોય. જે માટે લોકો હજારો રૂપિયાનો ધૂમાડો કરી નાંખતા હોય છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે ઘરમાંથી વગર મહેનતે તમને એવી વસ્તુઓ મળે કે જેનાથી તમારો ચહેરો ખીલેલો લાગે અને હજારો રૂપિયા પણ બચી જાય.

મહિલાઓ સમયાંતરે ફેસિયલ, બ્લીચ જેવા ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વિના પણ સુંદર ત્વચા મેળવી શકો છો? ન જાણતાં હોય તો જાણી લો આ ખાસ ફેસપેક વિશે જે તમને આપશે સુંદર ગોરી ત્વચા.

ફેસપેક માટે જરૂરી સામગ્રી


  • દહીં

  • કાકડી
  • મધ

  • વિટામીન ઈ યુક્ત તેલ

  • તુલસીનો રસ

  • હળદર


ઉપર દર્શાવેલી બધી જ સામગ્રી મીક્ષ કરો અને તેને રાત્રે ચહેરા અને ગરદન પર લગાવી દો. આ ફેસપેક લગાવ્યા પછી 15 મિનિટ સુકાવા દેવું અને પછી રાત્રે તેને ચહેરા પરથી સાફ કર્યા વિના જ સૂઈ જવું. સવારે ઠંડા પાણીથી તેને સાફ કરી દેવું. આ ફેસપેક 5 દિવસ સુધી લગાવવાથી ચહેરો ચમકતો થઈ જશે.

 
First published: December 16, 2019, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading