ઓછી મહેનતે કરો ઘરની સફાઈ, અજમાવો આ ટિપ્સ

વળી કોરોના વારયસના સંક્રમણને મારવા માટે ઘરેલું ઉપચાર હેઠળ બાલટીમાં ત્રણ ચમચી બ્લીચ નાંખો અને પછી તેને ત્રણ મિનિટ માટે છોડી દો. પછી આ કપડાથી ઘરની અલગ અલગ જગ્યાની વસ્તુઓને સાફ કરી સૂકાયેલા કપડાનો પણ એક હાથ પછી આ પર મારી લો.

  • Share this:
ઘરની સફાઇ કરવાની વાત આવે ત્યારે સમય અને મહેનત બંનેનો ખર્ચ કરવો પડે છે. પરંતુ ઘણી વખત ગમે તેટલું કામ કરીએ તેમ છતાં યોગ્ય રીતે જેવી જોઇએ તેવી સફાઇ થઇ શક્તી નથી. ઘરની સફાઇ માટે પણ જો નાની મોટી ટ્રિક્સ ખબર હોય તો ઘરની સફાઇ વધુ સરળ બને છે, તો આવો જાણીએ ઘરની સફાઇમાં મદદ કરતી ટ્રિક્સ વિશે.

-ફર્નિચરનાં પાયા પર જામેલા પાણીના નિશાનને દુર કરવા માટે ફર્નિચરનાં ડાઘવાળી જગ્યાએ એક વટાણાના દાણા જેટલું ટુથપેસ્ટ લગાડો.
-એલ્યુમિનિયમનાં ગંદા વાસણ હોય તો વધારે ગંદા ના હોય તો તેને ઉકળતા પાણીમાં સફરજનની છાલને ઉકાળી લો. આ ગરમ પાણીથી વાસણ ઘસો. વાસણ બિલકુલ સાફ થઇ જશે
-બારીની ચમક જાળવી રાખવા માટે લીંબુના છોતરાને કાચ પર ઘસો, ત્યારબાદ કોરા કપડાંથી કાચની બારીને લૂછી લો.
-ઘરમાં નાના બાળકો હોય તો દીવાલ પર તેઓએ કરેલા ડ્રોઇંગ અથવા દીવાલ પર પડેલા નિશાનને દૂર કરવા તેની પર ડિયોડરન્ટ છાંટો. ત્યાર બાદ કપડાંથી તેને સાફ કરી લો.
-નરમ, મુલાયમ કપડાંથી ડાઘવાળી જગ્યા પર ટુથપેસ્ટ લગાડો અને હળવે હાથે ઘસો. કપડાંથી લુછી લો. આ ઉપાયોને અપનાવવાથી તમારા ઘરની દરેક વસ્તુ એકદમ ચમકી જશે અને ચોખ્ખી દેખાશે.
-કાર્પેટ્સની સફાઇ કરતી વખતે ચા પત્તિને તેની પર છાંટો અને થોડી વાર બાદ તેને ખંચેરી લો.
-સોફા પર લાગેલા ડાઘને દૂર કરવા પહેલા કેરોસીન અથવા પેટ્રોલના ટીપાં છાંટીને તેને મુલાયમ કપડાંથી ઘસો. ડાઘ ઝડપથી દૂર થશે.
-ઘરના બારી-બારણાં કે ફર્નિચરમાં કાચ અથવા તો અરીસાને સાફ કરવું હોય તો મુલાયમ કાપડ પર થોડી ટૂથપેસ્ટ લો, તેને અરીસા પર ઘસી લો. તેનાથી ડાઘ કે કોઇપણ પ્રકારના નિશાન હશે તો તે દૂર થશે.
-પડદા અને સોફાના કવર ધોયા બાદ હલકાં ભીના હોય ત્યારે જ તેની પર ઇસ્ત્રી ફેરવો.
-સોફા પર મીણીયા કલરના ડાઘ હોય તો તેને તમે ભીના કપડાં પર બેકિંગ સોડા લઇને સાફ કરો.
First published: