Home care tips: રસોડાની આ 16 વસ્તુઓ તમારા ઘરને ચમકાશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન મુજબ 20 એપ્રિલ પછી અમુક નિશ્ચિત વિસ્તારોમાં આવા કામો માટે છૂટ આપવામાં આવશે. પણ રાજ્ય સરકારે આ મામલે વ્યવસ્થિતિ વ્યવસ્થા કરવી પડશે. અને હોટસ્પોટ વિસ્તારોમાં આ સગવડતા હાલ પૂરતી નહીં મળે.

આપણે આપણી મોંઘી વસ્તુઓને સાફ કરવા માટે બજારમાંથી મોંઘા-મોંઘા ક્લિનઝર લાવતા હોઈએ છીએ. પણ ખરેખર દરેક પ્રશ્નનો જવાબ આપણા ઘરમાં જ હોય છે. આજે અમે તમને તમારા ઘરમાં જ રહેલી એવી 16 વસ્તુઓ વિશે વાત કરવાના છીએ, જેનો ઉપયોગ કરીને તમે તમારા ઘરને ચમકાવી શકશો.

 • Share this:
  લાઈફસ્ટાઈ ડેસ્કઃ ઘર નાનુ હોય કે મોટુ તેની સફાઈ રાખવી ખૂબ જરૂરી હોય છે. ઘરની સફાઈ પરથી ગૃહિણીની પરખ થતી હોય છે. સાફ ઘર દરેકની પ્રશંસાને પાત્ર બને છે. તેથી ઘરને ચમકતું રાખવુ જરૂરી છે. ઘરમાં વાસણોથી લઈને ફર્નિચર દરેક નાની-નાની વસ્તુઓને સમયાંતર સાફ કરતા રહેવું પડે છે. અને જો ના કરીએ તો મોંઘી વસ્તુઓ બગડી જતી હોય છે. અને આથી જ આપણે આપણી મોંઘી વસ્તુઓને સાફ કરવા માટે બજારમાંથી મોંઘા-મોંઘા ક્લિનઝર લાવતા હોઈએ છીએ. પણ ખરેખર દરેક પ્રશ્નનો જવાબ આપણા ઘરમાં જ હોય છે. આજે અમે તમને તમારા ઘરમાં જ રહેલી એવી 16 વસ્તુઓ વિશે વાત કરવાના છીએ, જેનો ઉપયોગ કરીને તમે તમારા ઘરને ચમકાવી શકશો.

  સિંક માટે બેકિંગ પાવડર-
  બેકિંગ સોડા અને વિનેગરને ભેગા કરીને સિંકમાં નાખો તો કોઈપણ પ્રકારનો કચરો ભરાયો હોય તે સાફ થઈ જાય. તમારા સિંકને સાફ રાખવા માટે આ બે વસ્તુઓનો ઉપયોગ કરો.

  ચાંદીના વાસણો માટે કેળું-
  તમારા ચાંદીના વાસણો પરથી કોઈ પણ પ્રકારની ધૂળ દૂર કરવા માટે તમે કેળાના પલ્પનો ઉપયોગ કરી શકો છો. કેળું એક એવા પ્રકારની વસ્તુ છે જેનો ઉપયોગ તમે તમારા ઘરેને સાફ કરવા માટે કરી શકો છો.

  ટૂટેલા ગ્લાસ માટે બ્રેડ-વ્હાઈટ બ્રેડ કોઈ પણ વસ્તુ પર ચોંટી જવાનો ગુણધર્મ ધરાવે છે. તો હવે ક્યારેય પણ તમારા ઘરમાં કાચ તૂટે તો તેના ટુકડા ઉપાડવા માટે બ્રેડનો ઉપયોગ કરો.

  વાસણો માટે કોફી- કોફીનો કરકરો ભૂકો તમે તમારા વાસણો તેમજ પેનને સાફ કરવા માટે ઉપયોગ કરી શકો છો. તેનાથી વાસણો પર સ્ક્રેચ પડવાની ચિંતા રહેશે નહીં. કોફીથી તમે તમારા વાસણો સરળતાથી સાફ કરી શકો છો.

  પેટના વાસણ માટે કોર્નસ્ટાર્ચ- શું તમારા પેટનું વાસણ વધુ પડતું ચીકણું છે? તો તેની ચીકાસ દૂર કરવા માટે તમારા પેટના વાસણમાં એક ચપટી કોર્નસ્ટાર્ચ નાખો. જેના પરિણામ સ્વરૂપે તમને એકદમ ચમકતું વાસણ મળશે.

  સ્ટીલના વાસણો માટે કાકડી- તમારા સ્ટીલના વાસણોથી લઈને સ્ટેનલેસ સ્ટીલના પોટને ચમકાવા માટે કાકડીનો ઉપયોગ કરો. તમારા ઘરને કુદરતી રીતે ચમકાવા માટે કાકડી એક બેસ્ટ વસ્તુ છે.

  ફ્રિજ માટે ગ્રીન ટી- ફ્રિજમાંથી આવતી કોઈ પણ પ્રકારની દુગંધને દૂર કરવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તમારા ફ્રિજને સાફ કરવા માટે પણ તમે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં ગ્રીન ટીના પત્તાને ભરીને ફ્રિજમાં મૂકવાથી કોઈ પણ પ્રકારની ગંધ જતી રહેશે.

  સિંક માટે લીંબૂ- એક લીંબૂને બે ભાગમાં કટ કરો. એક કટકા પર મીઠું લગાવીને તેનો ઉપયોગ પૉર્સિલિન વાસણો પર, પેન, પોટ કે સિંક પર કરશો તે ચમકવા લાગશે. તમારા ઘરને ચોખ્ખું રાખવા માટે લીંબૂ સૌથી બેસ્ટ વસ્તુ છે.

  બારીઓ માટે ડુંગળી- જો તમારી બારીઓમાં ભેજ આવ્યો હોય કે ચોંટી જતી હોય તો, આ પ્રોબ્લમ્સમાં તમારી માટે ડુંગળી બીજા બધા મોંઘા ઉપાયો કરતા સૌથી બેસ્ટ છે. ડુંગળીને વચ્ચેથી કાપીને તેના બે ભાગ કરો. ત્યાર બાદ એક કટકાને બારી પર ઘસીને તેની ધૂળ અને મેલ દૂર કરો.

  કાટ માટે બટાટા- કાટથી છૂટકારો મેળવવા માટે તમારો ઉકેલ બટાકા છે. કાટથી છુટકારો મેળવવા માટે કાટ પર બટાકાની એક સમારેલો ટુકડો ઘસવો.

  જંતુઓ માટે તમાલપત્ર- તમારા ઘરમાં જંતુઓનો બહુ જ ઉપદ્રવ હોય તો તમે તેને તમાલપત્રથી દૂર કરી શકો છો. તમાલપત્રમાં ખૂબ જ સ્ટ્રોંગ સ્મેલ જંતુઓને તમારા રસોડાની વસ્તુઓથી દૂર રાખશે.

  લાકડાંના ફર્નિચર માટે ચા- ચામાં જે ટેનિન નામનું દ્રવ્ય હોય છે તે લાકડાંને ચમકીલું બનાવે છે. આથી ચા તમારા ઘરને સાફ કરવા માટે બેસ્ટ ઓપશનમાંનું એક છે. આથી વાર્નિશની જગ્યાએ તમે તમારા લાકડાના ફર્નિચરને ચમકાવા માટે ચાનો ઉપયોગ કરી શકો છો.

  તાંબાના વાસણો માટે ટામેટું- ટામેટાંને બે ભાગમાં કટકા કરો. તેમાંથી એક કટકાને તાંબાના વાસણો પર ઘસો. ટામેટાંના રસને વાસણો પર સૂકાવા દો. ત્યાર બાદ તેને સાદા પાણીથી ધોઈ નાખો. ટામેટાંમાં રહેલી કુદરતી એસિડિટી તમારા તાંબાના વાસણોને ચમકાવી દેશે.

  કપ માટે વિનેગર- મોંઘા કપો પર લાગેલા જીદ્દી ડાગાને કાઢવા માટે વ્હાઈટ વિનેગરનો ઉપયોગ કરો. કોફીના મગથી લઈને સિરામિક કપ અને પોટને પણ તમે વિનેગરનો ઉપયોગ કરીને ચમકાવી શકો છો.

  બાથટબ માટે ગ્રેપફ્રૂટ- તમારા ઘરના ટબ અને સિંકની ધૂળ સાફ કરવા માટે ગ્રેપફ્રૂટની એક સ્લાઈસનો ઉપયોગ કરો. જો તેમાં કોઈપણ પ્રકારના વાસણનો ઉપયોગ થયો હોય તો ગ્રેપફ્રૂટ પર મીઠું લગાવીને સાફ કરો.

  ટોઈલેટ માટે વોડકા- હલકી કક્ષાના વોડકાનો ઉપયોગ તમે તમારા ટોઈલેટ સીટને સાફ કરવા માટે કરી શકો છો. તેનાથી તમે તમારા બાથરૂમની સરફેસ પણ સાફ કરી શકો છો. બીજી બાધા મોંઘા પ્રકારના કિલન્ઝર કરતા વોડકા વધારે અંશે અસરકારક છે.
  Published by:ankit patel
  First published: