Home /News /lifestyle /Holi 2023: કેમિકલ નહીં..આ ફૂલોમાંથી ઘરે બનાવો નેચરલ કલર, સ્કિનને નહીં થાય કોઇ નુકસાન
Holi 2023: કેમિકલ નહીં..આ ફૂલોમાંથી ઘરે બનાવો નેચરલ કલર, સ્કિનને નહીં થાય કોઇ નુકસાન
આ કલરથી કોઇ નુકસાન થતુ નથી.
How to make gulal with flowers: હોળીના તહેવારને ખાસ બનાવવા માટે અને સાથે અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ્સમાંથી બચવા માટે તમે ઘરે જાતે જ સરળતાથી કલર બનાવી શકો છો. આ કલર નેચરલ હોવાથી સ્કિનને કોઇ નુકસાન થતુ નથી.
How to make gulal with flowers: ખુશી અને ઉલ્લાસથી સાથે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે 8 માર્ચના રોજ ધૂળેટી છે. ઘૂળેટીના દિવસે અનેક લોકો કલર અને પાણીથી ધૂળેટી રમતા હોય છે. ધૂળેટીના દિવસે તમે પણ રંગોથી હોળી રમો છો તો ખાસ કરીને એ ધ્યાન રાખો કે એનાથી તમને કોઇ સાઇડ ઇફેક્ટ્સ થાય નહીં. આમ, તમને જણાવી દઇએ કે કલરમાં અનેક પ્રકારના કેમિકલ આવવાને કારણે તમારી સ્કિનને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. આમ, તમે નેચરલ કલરથી ધૂળેટી રમો છો તો સૌથી બેસ્ટ છે. તો તમે પણ આ રીતે ફૂલોમાંથી ગુલાલ બનાવો.
લાલ રંગનું ગુલાલ બનાવવા માટે તમે જાસૂદનો ઉપયોગ કરી શકો છો. આ કલરની તમને કોઇ સાઇડ ઇફેક્ટ્સ થતી નથી. જાસુદના ફૂલમાંથી કલર બનાવવા માટે સૌ પ્રથમ જાસુદને સુકવીને એને પીસી લો. પછી મેંદામાં મિક્સ કરીને ડ્રાય પાવડર બનાવો. તો તૈયાર છે તમારો હર્બલ ખુશ્બુદાર ગુલાલ. આ ગુલાલમાંથી સ્મેલ પણ મસ્ત આવે છે.
લાલ ગુલાબની પાંખડીઓમાંથી તમે નેચરલ કલર બનાવી શકો છો. આ માટે ગુલાબની પાંખડીઓને તડકામાં સુકવી દો અને પછી સાંજના સમયે મિક્સરમાં પાવડર બનાવી લો. તો તૈયાર છે લાલ રંગ. આ લાલ રંગમાંથી મસ્ત સુગંધ આવે છે અને સાથે તમને કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થતી નથી. આ લાલ રંગનો રમવા માટે ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે.
કેસરી ગલગોટાના ફૂલ
ગલગોટાના ફૂલમાંથી તમે નેચરલ કલર બનાવી શકો છો. આ માટે તમે ફૂલ લો અને એને તડકામાં સૂકવી દો. પછી મિક્સરમાં પાવડર કરીને ચાળી લો. હવે આ પાવડરમાં બે ચમચી મેંદો મિક્સ કરો. આમ કરવાથી મસ્ત નેચરલ કલર તૈયાર થઇ જશે. આ નેચરલ કલર તમે બાળકોને રમવા આપો છો તો સૌથી બેસ્ટ છે. આ નેચરલ કલર તમારા ઘરમાં સુગંધી ફેલાવવાનું કામ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર