દર વર્ષે ફાગણ મહિનાની પૂનમે હોળી (Holi 2022) નો તહેવાર ભારત (India)ના દરેક ખૂણે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે હોળીનો તહેવાર 18 માર્ચે ઉજવવામાં આવશે. આના એક દિવસ પહેલા એટલે કે 17 માર્ચની રાત્રે હોલિકા દહન (Holika dahan) કરવામાં આવે છે. હોળીના દિવસે લોકો એકબીજા પર રંગ (Colours) લગાવે છે અને બધી મનદુઃખ ભૂલીને એકબીજાને ગળે લગાવે છે.
કોરોના કાળ પહેલા સામાન્ય સમયમાં દેશના લગભગ તમામ ભાગોમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હતી. જોકે, હજી કોરોના સંકટ ટળ્યું નથી, એટલે હોળી રમતી વખતે તકેદારી રાખવાની સલાહ આપવામાં આવે છે. ભારતની જેમ વિદેશમાં પણ રંગોનો તહેવાર અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. વિદેશમાં હોળીને લઈને પણ અલગ અલગ માન્યતાઓ અને કથાઓ પ્રચલિત છે. તો ચાલો જાણીએ વિદેશમાં મનાવાતી હોળી અંગે.
નેપાળ
પડોશી દેશ નેપાળમાં આપણે અહીં જેટલા પણ તહેવારો ઉજવીએ છીએ, તે લગભગ બધા જ તહેવારો ઉજવવામાં આવે છે. જોકે નેપાળમાં હોળીનો મિજાજ અલગ જ હોય છે. અહીં હોળીને ફાગુ પુન્હી કહેવામાં આવે છે. જે ફાલ્ગુન પૂર્ણિમા જેવી જ છે. અહીં રાજાશાહી શાસન દરમિયાન ઉત્સવની શરૂઆત મહેલમાં વાંસના થાંભલાને દફનાવીને કરવામાં આવી હતી, તહેવાર આખું અઠવાડિયું ચાલતો હતો. નેપાળમાં આપણી હોળીના એક દિવસ પહેલા હોળીની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે તેરાઈની હોળી આપણી જેમ જ ઉજવવામાં આવે છે.
મ્યાનમાર
મ્યાનમારમાં હોળીની જેમ જ મેકોંગ તહેવાર ઉજવવામાં આવે છે. અમુક સ્થળોએ તેને થિંગયાન પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા પર પાણી વરસાવે છે અને તેનાથી બધા પાપ ધોવાઈ જતા હોવાનું માને છે. પાણી ઉપરાંત અહીં છેલ્લા કેટલાક વર્ષોથી રંગથી પણ રમવામાં આવે છે.
બીચ અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર મોરેશિયસમાં હોળી વસંત પંચમીથી શરૂ થાય છે અને લગભગ આખો મહિનો ચાલે છે. અહીં હોલિકા દહન પણ કરવામાં આવે છે. આ સમયે અહીં આવતા પ્રવાસીઓ પણ હોળીની ઉજવણીનો ભાગ બની જાય છે. દેશના અમુક ભાગમાં પાણી પણ ઉડાડવામાં આવે છે.
પોલેન્ડ
પોલેન્ડમાં હોળીના સમયે આર્કિના નામનો તહેવાર ઉજવવામાં આવે છે. તે હોળીની જેમ રંગોની ઉજવણી છે. અહીં લોકો ફૂલોના રંગ અત્તરથી હોળી રમે છે અને એકબીજાને ભેટે છે. પોલેન્ડમાં પણ આ દિવસને દુશ્મની ભૂલી જવાના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે.
રોમ
રોમમાં હોળી જેવો જ તહેવાર છે, જેને રેડિકા કહેવાય છે. જો કે આ તહેવાર મે મહિનામાં મનાવવામાં આવે છે. કલર રમવાની પહેલી રાત્રે અહીં લાકડા ભેગા કરીને હોલિયા દહન કરવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે સવારે લોકો તેની આસપાસ નૃત્ય કરતી વખતે રંગોથી રમે છે અને ફૂલો પણ વરસાવવામાં આવે છે. ઇટાલીમાં તે ખોરાકની દેવી ફ્લોરાની કૃપા હોવાનું માનવામાં આવે છે અને પાકની સારી ઉપજ થાય છે.
આફ્રિકા
આફ્રિકન દેશોમાં હોલિકા દહન જેવી પરંપરાઓ છે. આવી જ એક પરંપરાને ઓમેના બોંગા કહેવામાં આવે છે. આ દિવસે ખોરાકના દેવતાને અગ્નિ પ્રગટાવી યાદ કરવામાં આવે છે અને લોકો આખી રાત અગ્નિની આસપાસ નૃત્ય કરે છે અને ગીત ગાય છે.
થાઇલેન્ડ
થાઇલેન્ડમાં હોળીના તહેવારને સંગકરાન કહેવામાં આવે છે. આ દિવસે લોકો બૌદ્ધ મઠોમાં જાય છે અને ત્યાં સાધુઓ પાસેથી આશીર્વાદ લે છે અને એકબીજા પર અત્તરનું પાણી રેડે છે.
" isDesktop="true" id="1189277" >
સ્પેન
સ્પેનના બ્યુનોલ શહેરમાં દર વર્ષે ઓગાસ્ટમાં ટોમાટીનો ઉત્સવ થાય છે. તેમાં હજારો લોકો ભેગા થાય છે અને ટામેટાંથી હોળી રમે છે. જો કે આ દિવસનું કોઈ ધાર્મિક મહત્વ નથી, છતાં આ ટામેટાના તહેવારની ધૂમ ભારતની હોળી સાથે સરખાવવામાં આવે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર