Home /News /lifestyle /Destination Wedding માટે પરફેક્ટ છે ભારતના આ હિલ સ્ટેશન, નજર કરી લો તમે પણ
Destination Wedding માટે પરફેક્ટ છે ભારતના આ હિલ સ્ટેશન, નજર કરી લો તમે પણ
મેરેજ એક યાદગાર પળ હોય છે.
Destination Wedding: હાલમાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધી ગયો છે. અનેક લોકો પોતાના લગ્નના દિવસને ખાસ બનાવવા માટે જાતજાતની તૈયારીઓ કરતા હોય છે. તમે પણ સારા હિલ ડેસ્ટિનેશનની શોધમાં છો તો આ જગ્યાઓ તમારા માટે બેસ્ટ છે. અહીંયા તમે ફુલ ટૂ એન્જોય કરી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવસેને દિવસે ડેસ્ટિનેશન મેરેજનો ક્રેઝ વધતો જાય છે. લગ્ન દરેક વ્યક્તિ માટે એક ખાસ પળ હોય છે. અનેક લોકો ડેસ્ટિનેશન મેરેજ કરવાનું વિચારતા હોય છે. આ સાથે જ કોઇને હિલ સ્ટેશન્સ ગમતા હોય છે તો કોઇને બીચ પર લગ્ન કરવાની ઇચ્છા હોય છે. લગ્નની તૈયારીઓ અનેક મહિનાઓ પહેલાંથી શરૂ થઇ જતી હોય છે. લગ્નના દિવસે કંઇક અલગ રીતે ખાસ બનાવવા માટે લોકો સારી જગ્યાની શોધમાં હંમેશા રહેતા હોય છે. આ સાથે જ કેટલાક લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશ પણ જતા હોય છે. આમ, જો તમે હિલ સ્ટેશન પર લગ્ન કરવા ઇચ્છો તો આ સ્થળો તમારા માટે એક બેસ્ટ છે. અહીંયા તમે મસ્ત રીતે તમારી પળોને યાદગાર બનાવી શકો છો.
ઉત્તરાખંડનું મસૂરી હિલ સ્ટેશન લગ્ન કરવા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ જ્ગ્યા એક એવી છે જ્યાં તમે પગ મુકતાની સાથે જ ખુશ-ખુશ થઇ જાવો છો. અહીંયા તમને અનેક પ્રકારના રિસોર્ટ પણ મળી રહે છે. આ સાથે જ તમે અહીંયા તમારી રીતે પણ બેસ્ટ પ્લાન કરી શકો છો. મસૂરીમાં કેટલીક લક્ઝુરિયસ રિસોર્ટ પણ છે જ્યાં તમે લગ્ન કરી શકો છો. આ સાથે જ તમે કોઇ ઇવેન્ટના લોકોને પણ હાયર કરી શકો છો.
દક્ષિણ-ભારતના કેરળ સ્થિત મુન્નાર એક એવી જગ્યા છે જ્યાં હજારો લોકો ફરવા માટે જતા હોય છે. મુન્નાર એક ફેમસ પ્લેસ છે. મુન્નારમાં તમે અનેક પ્રકારે એન્જોય કરી શકો છો. ઘણાં કપલ્સ હનીમૂન માટે અહીંયા જતા હોય છે. એવામાં તમે દક્ષિણ-ભારતમાં કોઇ પણ જગ્યાને ડેસ્ટિનેશન વેડિંગ વેન્યૂના રૂપમાં સિલેક્ટ કરવા ઇચ્છો છો તો મુન્નાર તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ હિલ સ્ટેશનમાં તમે લગ્ન કરો છો તો તમારી ફોટોગ્રાફી પણ કંઇક અલગ જ આવે છે.
ગુલમર્ગ
જમ્મૂ-કાશ્મીરની કોઇ પણ જગ્યામાં લગ્ન કરવા એ દરેક લોકોનું સપનું હોઇ શકે છે. ગુલમર્ગ એક એવું સ્થળ છે જેની તુલનામાં કોઇ ના આવી શકે. ગુલમર્ગ ફરવા માટે તેમજ વેડિંગ ડેસ્ટિનેશન માટે બેસ્ટ પ્લેસ છે. એવામાં તમે જમ્મૂ કાશ્મીરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા માટેની જગ્યા શોધી રહ્યા છો તો ગુલમર્ગને તમે સિલેક્ટ કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર